Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: 7 વર્કરોના મોતનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો

અમદાવાદ: 7 વર્કરોના મોતનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો

0
255

અમદાવાદમાં આવેલ પીરાણા-પીપળેજ રોડ ચિરિપાલ ગ્રુપની નંદન ડેનિમ ફેકટરીમાં કોઈ આકસ્મિક કારણોસર આગ ભભૂકી હતી. આ આગની ઘટનામાં ફેક્ટરીમાં કામ કરી રહેલા 7 વર્કરોના મોત થયા હતા. આ બનાવમાં પોલીસે કંપનીના મેનેજર સહિત 3 લોકોની ધરપકડ કરી હતી. જયારે આ લોકોએ પોતાના પર નોંધાયેલ ફરિયાદ રદ્દ કરવા માટે કોર્ટમાં માંગ કરી હતી.

અમદાવાદ શહેરમાં થોડાક દિવસે પહેલા નારોલ ખાતે નંદન ડેનિમ ફેકટરીમાં ભયાનક આગની ઘટના બની હતી જેમાં 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.આ ફેક્ટરીમાં સુરક્ષા મામલે છીંડા દેખાતા પોલીસે કંપનીના માલિકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં કંપનીના મેનેજર સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડને લઈ આરોપીઓએ પોતાના બચાવ માટે કોર્ટમાં એક અરજી કરી હતી. પરતું આ લોકોની અરજી પર કોર્ટે કોઈ પણ ખુલાસો આપવાનો ઈનકાર કર્યો હતો. જોકે, તમામ બનાવનો ખુલાસો કરવા માટે પણ હાઈકોર્ટે તપાસ સંસ્થાને આદેશ કર્યો છે.

તમામ ઘટનામાં કંપનીના માલિકની ઘોર બેદરકારી સામે આવી છે

ચિરિપાલ ગ્રુપની નંદન ડેનિમ ફેકટરીમાં લાગેલી આગમાં કંપની માલિકોની ઘોર બેદરકારી સામે આવી છે. છેલ્લા 20 વર્ષમાં ફેક્ટરીમાં 3 વખત આવી ભયાનક આગ લાગી હોવા છતાં કંપની માલિકોના પેટનું પાણી પણ હલતું નથી. ડેનિમ ફેક્ટરીનો શેડ ફાયર શેફ્ટિ વિનાનો જ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ફેક્ટરીમાં એક જ સીડી હતી અને ઈમરજ્ન્સી એક્ઝિટ ના હોવાથી વર્કરો ગુંગળાઈને મોતને ભેટ્યા છે. જો કંપની મેનેજમેન્ટે પહેલા લાગેલી આગને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલા લીધા હોત, તો કદાચ મોતને ભેટેલા વર્કરોના જીવ બચાવી શકાયા હોત.

પોલીસે કરી ધરપકડ

પોલીસ દ્વારા જ્યોતિ ચિરીપલ, દીપક ચીરીપલ, બી.સી.પટેલ, એચ.એમ.પટેલ, રવિકાન્ત સિંહા, પી.કે.શર્મા, ડી.સી. પટેલ સામે ફરિયાદ થઈ હતી. આ મામલે અત્યાર સુધી ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા મૃતકોની ઓળખ કરવા માટે DNA અને FSLની મદદ લેવામાં આવી હતી.

શું છે ઘટના?

નારોલ વિસ્તારમાં પીપળજ-પિરાણા રોડ પર આવેલી નંદન ડેનિમ કાપડની ફેકટરીમાં અચાનક આગ લાગી હતી. આગની જાણ તથાં ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ વોટર ટેન્કર અને ફાયર ફાઇટર સહિત 20 જેટલી ગાડીઓ અને 150 કર્મચારીઓના સ્ટાફ સાથે દોડી ગયા હતા. ચાલુ ફેટકટરીમાં આગ લાગી હોવાથીકર્મચારીઓ જીવ બચાવીને ફેકટરી બહાર દોડી ગયા હતા. ફાયર બ્રિગેડ પહેચી ત્યારે દસ કર્મચારી ફેકટરીમાં ફસાયા હોવાની શંકા સેવાઇ રહી હતી, જો કે ફેકટરીમાં તપાસ કાબુમાં આવ્યા બાદ પોલીસ અને ફાયર બ્રિગેડે ફેકટરીની અંદર તપાસ કરતાં 7 કર્મચારીઓ બળીને ભડથુ થઇ ગયા હતા.

અમદાવાદ: ચિરિપાલ ગ્રુપની બેદરકારી, 1 માસની દિકરીએ પિતાની છત્રછાયા ગુમાવી