બેંગલુરૂ: હવે તે દિવસ દૂર નથી જ્યારે તમે ઉડનારી ટેક્સીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી પહોચી જશો. બેંગલુરૂની બહાર યેલહંકા વાયુ સેના સ્ટેશન પરિસરમાં ચાલી રહેલા ‘એરો ઇન્ડિયા’ શોમાં દેશની પ્રથમ ઇલેક્ટ્રિક એર ટેક્સી (Electric Air Taxi)નું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ ઇલેક્ટ્રિક એર ટેક્સી ઘણી ખાસ છે, જેના ટ્રાયલનું કામ ચાલી રહ્યુ છે. આશા છે કે વર્ષ 2024નાઅંત સુધી અથવા પછી 2025ની શરૂઆતમાં તેને લૉન્ચ કરવામાં આવશે. આ ટેક્સીની ખાસિયતો વિશે જાણીયે.
Advertisement
Advertisement
દેશની પ્રથમ ઇલેક્ટ્રિક એર ટેક્સી
- 160 કિલોમીટરની ઝડપથી આ એર ટેક્સી 200 કિલોમીટર સુધી જઇ શકે છે
- આ ઇલેક્ટ્રિક એર ટેક્સી વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ કરે છે
- જેમાં 200 કિલોગ્રામ સુધી એક પાયલોટ સિવાય બે લોકો જઇ શકે છે
- જેની મદદથી શહેરની અંદર લોકોને લાવવા લઇ જવા અને સામાન પહોચાડવા માટે રસ્તાના મુકાબલે 10 ગણી ઝડપથી કામ કરી શકાશે
- જેનું ભાડુ વર્તમાન ટેક્સીના ભાડાથી બેથી ત્રણ ગણુ વધારે હશે
- શોમાં એક એવા જેટ સૂટને પ્રદર્શિત કરવામાં આવ્યુ છે, જે માણસને લઇને હવામાં ઉડી શકે છે. તેને પહેરીને માણસ જેટ બની જાય છે અને હવામાં ઉડી શકે છે.50થી 60 કિલોમીટર ઝડપથી આ સૂટ સાતથી નવ મિનિટ સુધી 10 કિલોમીટર સુધી દૂર હવામાં ઉડી શકે છે. આ પુરી રીતે દેશમાં બનેલુ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ફેબ્રુઆરીએ 14માં એરો ઇન્ડિયા-2023નું ઉદ્દઘાટન કર્યુ હતુ. આ શો 17 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે અને તેમાં લગભગ 100 દેશની લગભગ 700 સંરક્ષણ કંપનીઓ અને પ્રતિનિધિ સામેલ થયા છે.
Advertisement