Gujarat Exclusive > યુથ > મનોરંજન > ‘PM નરેન્દ્ર મોદી’થી ’કબીર સિંહ’, 2019માં આ ફિલ્મો પર થયો વિવાદ

‘PM નરેન્દ્ર મોદી’થી ’કબીર સિંહ’, 2019માં આ ફિલ્મો પર થયો વિવાદ

0
300

વર્ષ 2019નો આ છેલ્લો મહિનો ચાલી રહ્યો છે, ત્યારે આ વર્ષે બોલિવુડની એવી અનેક ફિલ્મો ખાસ રહી જેના પર વિવાદ થયો હોય. આ વર્ષે અનેક ફિલ્મો રિલીઝ થઈ, જેમાંથી ઘણી ફિલ્મો સુપરહિટ રહી તો કેટલીક ફ્લોપ રહી, જ્યારે કેટલીક ફિલ્મો ચર્ચાનો વિષય બની હતી. 2019નું વર્ષે લોકસભા ચૂંટણીનું વર્ષ રહ્યું હતું અને આ વર્ષે ઘણી રાજનીતિક હસ્તિઓ પર પણ ફિલ્મો બની હતી, તેને લઈને ખૂબ વિવાદ થયો હતો.

ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના પૂર્વ મીડિયા સલાહકાર સંજય બારૂએ લખેલી પુસ્તક પર બનેલી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા જ ચર્ચા જાગી હતી. આ ફિલ્મ રિલીઝ પહેલા ખૂબ વિવાદ થયો હતો. ચૂંટણીના વર્ષમાં રિલીઝ થયેલી આ ફિલ્મ પર આરોપ લાગ્યો કે, આ ફિલ્મમાં જાણી જોઈને કેટલાક લોકોની છબી ખરડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

સંજય બારૂની આ બૂકમાં મનમોહન સિંહના કાર્યકાળમાં થયેલ ઘટનાઓને દર્શાવતા ખૂબ વિવાદો થયા હતા. જેને પગલે આ ફિલ્મ લોકસભા ચૂંટણી પહેલા રિલીઝ થતા, કોંગ્રેસે આ ફિલ્મના પ્રોપગેંડા ફિલ્મ બતાવીને તેનો ખૂબ વિરોધ કર્યો હતો.

ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક

વિક્કી કૌશલની ફિલ્મ ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક’ આ વર્ષેની સુપરહિટ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી તો કરી, પરંતુ ફિલ્મને લઈને વિવાદ પણ થયો હતો. આ ફિલ્મ પર આરોપ લાગ્યો હતો કે, હાલની સરકારે ચૂંટણીમાં લાભ મેળવવા માટે આ ફિલ્મ બનાવી છે.

PM નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મને લઈને ખૂબ ચર્ચા જાગી હતી. વિપક્ષ આ ફિલ્મને લઈને કોર્ટ સુધી પહોંચ્યું હતું અને ફિલ્મ રિલીઝ ડેટ બદલવી પડી હતી. અગાઉ આ ફિલ્મ ચૂંટણી પહેલા રિલીઝ થવાની હતી, પરંતુ વિપક્ષી પાર્ટીઓએ આ ફિલ્મનો વિરોધ કર્યો હતો અને છેવટે કોર્ટે દખલ કર્યા બાદ ફિલ્મ લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ રિલીઝ થઈ હતી.

કબીર સિંહ

કબીર સિંહ એક એવા વ્યક્તિની કહાની છે. જેણે તેનો પ્રેમ ના મળતા તે પાગલપણની હદ સુદી જતો રહે છે. આ ફિલ્મને લઈને ખૂબ વિવાદો થયા હતા. આ ફિલ્મમાં પ્રેમના નામ પર બતાવવામાં આવેલી હિંસા લોકોને પસંદ આવી ન હતી અને આ ફિલ્મને પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર તો ખૂબ કમાણી કરી હતી, પરંતુ ફિલ્મમાં બતાવવામાં આવેલી હિંસા અનેક લોકોને પંસદ આવી નહતી.

મણિકર્ણિકા

કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા’ને પણ ખૂબ વિવાદોનો સામનો કરવો પડ્યો હતો. આ ફિલ્મ રિલીઝ પહેલા કેટલાક બ્રાહ્મણ સમાજના લોકોએ આ ફિલ્મનો વિરોધ કરવાનો શરૂ કર્યો હતો. આરોપ લાગાવ્યો હતા કે, ફિલ્મમાં ઈતિહાસની સાથે છેડછાડ કરવાનો પ્રયત્નો કર્યા હતા. જો કે, તેમનો વિરોધ ચાલ્યો નહતો અને ફિલ્મ રિલીઝ થઈ હતી.

સાત નહી આઠ ફેરા લઇ પહેલવાન બબીતા ફોગાટે કર્યા લગ્ન, બેટી બચાઓ-બેટી પઢાઓનો આપ્યો સંદેશ