Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પૂર્વ IAS અધિકારીની કંપનીએ રોકાણકારોને છેતર્યા, FIR રદ કરાવવા ડિરેકટર હાઈકોર્ટની શરણે

પૂર્વ IAS અધિકારીની કંપનીએ રોકાણકારોને છેતર્યા, FIR રદ કરાવવા ડિરેકટર હાઈકોર્ટની શરણે

0
80

આકીબ છીપા, અમદાવાદ: લોભામણી લાલચો આપી રોકાણકારો સાથે છેતરપિંડી આચરવાના કેસમાં મિસ નિશા ટેકનોલોજી લિમિટેડ કંપનીના હોદેદારો સામે CID ક્રાઈમ દ્વારા દાખલ કરાયેલી FIR રદ કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. પૂર્વ IAS અધિકારી સંજય ગુપ્તા પણ આ કંપનીમાં હોદેદાર છે અને FIRમાં તેમનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે.

અમદાવાદ CID ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અરજદાર – આરોપી અરવિંદ ગુપ્તા અન્ય 6 લોકો સામે દાખલ કરવામાં આવેલી FIRમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમણે 198 રોકાણકારો પાસેથી 3.94 કરોડ રૂપિયાનું રોકાણ કરાવી વ્યાજ અને નોન કન્વર્ટિબલ ડિબેન્ચરના પૈસા ન ચૂકવી છેતરપિંડી આચરી છે. આ ગુનો વર્ષ 2013માં થયો હતો જેની ફરિયાદ સાત વર્ષ બાદ 16મી સપ્ટેમ્બર 2020ના રોજ CID ક્રાઈમ સમક્ષ કરવામાં આવી હતી.

અરજદાર વતી એડવોકેટ ઉત્કર્ષ દવે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજુઆત કરી હતી કે જે FIR અરજદાર સામે દાખલ કરવામાં આવી છે તેવા જ મુદ્દાઓને લગતા 22 કેસ રજીસ્ટ્રાર ઑફ કંપની દ્વારા નોંધાવવામાં આવ્યા છે. CID દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાં અરજદારની કોઈ ભૂમિકા જણાતી નથી અને કંપની સહિત ડિરેક્ટરોની જે સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે તેની સામે રીવ્યુ પિટિશન હાલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. અરજદાર સામે 2200 દિવસના લાંબાગાળા બાદ FIR દાખલ કરવામાં આવી છે જેથી તેને રદ કરવામાં આવે.

આ પણ વાંચો: ભાજપના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર પક્ષમાંથી રાજીનામું આપવાની તૈયારીમાં

ગુજરાત હાઇકોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે FIRમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીએ થોડાક સમય સુધી નોન કન્વર્ટિબલ ડિબેન્ચર પર વ્યાજ ચૂકવ્યા બાદ રોકાણકારો પૈસા ચૂકવવાનું બંધ કરી દીધું હતું. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે રાજ્ય સરકાર અને આ કેસમાં ફરિયાદી નિખિલ ગીરમેને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુણાવની 3 નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: મોરબી: કોંગ્રેસને વધુ એક ફટકો, નગરપાલિકાના 8 સભ્યો ભાજપમાં ભળ્યાં

આ કેસમાં ફરિયાદી નિખિલ ગીરમે કે જે મહારાષ્ટ્રના પૂણેમાં રોકાણ સલાહકાર તરીકે કામ કરે છે તેમણે અરજદાર અને અન્ય 6 લોકો સામે કે જે કંપનીમાં હોદ્દેદારો છે તેમની સામે 16મી સપ્ટેમ્બર 2020ના રોજ અમદાવાદ સીઆઇડી ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે FIR દાખલ કરાઈ હતી. CID ક્રાઈમ સમક્ષ દાખલ કરવામાં આવેલી FIRમાં જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2013માં મિસ નીલા ટેકનોલોજી લિમિટેડ કંપનીના જનરલ મેનેજર રાહુલ શાહ અને CMD સંજય ગુપ્તા પુણે આવ્યા હતા ત્યાં બેઠકો યોજી લોકોને કંપનીની સ્કીમોમાં રોકાણ માટે કાર્યક્રમ યોજયા હતા. આ બેઠકોમાં ફરિયાદી પણ હાજર રહ્યા હોવાનું કબૂલ્યું છે. ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે કંપનીનું બોર્ડ ઓફ રિસોલ્યુશન બતાવી 198 જેટલા રોકાણકારો સાથે છેતરપિંડી આચરી હતી.