Gujarat Exclusive > દેશ-વિદેશ > કચરામુક્ત બનશે શહેર, PM મોદીએ જણાવ્યો શું હશે પ્લાન

કચરામુક્ત બનશે શહેર, PM મોદીએ જણાવ્યો શું હશે પ્લાન

0
67

નવી દિલ્હી: પીએમ મોદીએ સ્વચ્છ ભારત મિશન શહેરી અને અમૃત યોજનાના બીજા તબક્કાનું લૉન્ચિંગ કર્યુ છે.દિલ્હી સ્થિત આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં પીએમ નરેન્દ્ર મોદીએ આ યોજનાઓના બીજા તબક્કાનું લૉન્ચિંગ કરતા કહ્યુ કે અમારો અર્થ દરેક શહેરને કચરા મુક્ત કરવાનો છે. પીએમ મોદીએ કહ્યુ કે દેશમાં દરરોજ લાખો ટન કચરો ભેગો થાય છે. શહેરોમાં કચરાના પહાડ ઉભા થઇ ગયા છે, તેમણે કહ્યુ કે આ કચરાની પ્રોસેસિંગ કરવામાં આવશે અને શહેરોની આસપાસ કચરાના પહાડને પુરી રીતે ખતમ કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યુ કે આ સિવાય અમારો અર્થ જગ્યા પર જળની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે. પીએમ મોદીએ કહ્યુ કે સ્વચ્છ ભારત મિશન અને શહેરી વિકાસ માટે બનેલી અમૃત યોજનાનો અર્થ એ છે કે તમામ શહેર કચરાથી મુક્ત રહે અને જળની પુરતી ઉપલબ્ધતા રહે. આ પ્રસંગે શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરી પણ હાજર હતા.

આ પ્રસંગે પીએમ મોદીએ બાબા સાહેબ આંબેડકરને યાદ કરતા કહ્યુ કે સ્વચ્છ ભારત મિશન અને મિશન અમૃતનો આગામી તબક્કો બાબા સાહેબના સપનોને પૂરા કરવાની દિશામાં પણ એક મહત્વનું પગલુ છે.

બાબા સાહેબ અસમાનતા દૂર કરવાનો ઘણો મોટો માધ્યમ શહેરી વિકાસને માનતા હતા. નરેન્દ્ર મોદીએ કહ્યુ, આપણે આ યાદ રાખવાનું છે કે સ્વચ્છતા એક દિવસનો. એક પખવાડિયાનો, એક વર્ષનો કે અથવા કેટલાક લોકોનું જ કામ છે, એવુ નથી. સ્વચ્છતા દરેક કોઇનું, દરરોજ, દર પખવાડિયા, દર વર્ષે, પેઢી દર પેઢી ચાલનારૂ મહાઅભિયાન છે. સ્વચ્છતા જીવનશૈલી છે, સ્વચ્છતા જીવન મંત્ર છે.

નદીમાં નહી પડે નાળાનું પાણી, સ્વચ્છ ભારત મિશન હેઠળ કરશે આ કામ

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે બીજા તબક્કામાં અમે શહેરોમાં સીવેજ અને સેફ્ટી મેનેજમેન્ટ પર પણ કામ કરીશુ. પીએમ મોદીએ કહ્યુ કે આપણે આ સુનિશ્ચિત કરવાનું છે કે ગંદા નાળા જઇને નદીમાં ના પડે. આ પ્રસંગે હરદીપ પુરીએ સ્વચ્છ ભારત મિશનનો શ્રેય પીએમ નરેન્દ્ર મોદીને આપતા કહ્યુ કે તેમણે જન આંદોલનમાં તબદીલ કરી દીધુ હતુ. માટે આટલી મોટી સફળતા મળી છે. હરદીપ પુરીએ કહ્યુ, સ્વચ્છ ભારત મિશન લાખો ટોયલેટ્સ બનાવવા અને વેસ્ટ પ્રોસેસિંગને 70 ટકા સુધી લાવવાને કારણે સફળ થયુ નથી.

આ પણ વાંચો: આખા શહેરને બંધક બનાવી રાખ્યુ છે, હવે અંદર ઘુસવા માંગો છો; ખેડૂતો પર સુપ્રીમ કોર્ટ

2030માં સ્થાયી વિકાસના લક્ષ્યને મેળવીશુ

પીએમઓએ કહ્યુ કે આ બન્ને ફ્લેગશિપ યોજનાઓ દેશના વિકાસ માટે ઘણા મહત્વના છે. ખાસ કરીને ઝડપથી થઇ રહેલા શહેરીકરણને કારણે તેમનું મહત્વ વધી ગયુ છે. કેન્દ્ર સરકારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ 2030 નક્કી કર્યુ છે, તેમણે મેળવવામાં આ બે સ્કીમોની મહત્વની ભૂમિકા હશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat