Gujarat Exclusive > ગુજરાત > 20 કરોડ રૂપિયાના ખર્ચે નવ નિર્મિત લિંબતરું યાત્રી ભવનનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું

20 કરોડ રૂપિયાના ખર્ચે નવ નિર્મિત લિંબતરું યાત્રી ભવનનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું

0
51

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ગઢડામાં 20 કરોડ રૂપિયાના ખર્ચે નવ નિર્મિત લિંબતરું યાત્રી ભવન નું લોકાર્પણ કર્યું અને શ્રીજી ના પૂજન અર્ચન કર્યા હતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે બોટાદ જિલ્લાનાં ગઢડા ખાતે આવેલ પ્રસિધ્ધ ગોપીનાથજી મંદિરે શ્રધ્ધાપૂર્વક શીશ ઝુકાવી દર્શન કર્યાં હતાં. ગઢડા ખાતે નિર્મિત લીંબતરૂં યાત્રીક ભવનનાં લોકાર્પણ તથા વાર્ષિકોત્સવમાં હાજરી આપ્યાં બાદ મુખ્યમંત્રીએ ગઢડા સ્થિત પ્રસિધ્ધ ગોપીનાથજી મંદિરે દર્શન કરી સંતોનાં આશિર્વાદ મેળવ્યાં હતાં. વડતાલ મંદિરનાં પીઠાધીપતિ રાકેશપ્રસાદ મહારાજ તેમજ ગોપીનાથજી મંદિરનાં સ્વામી હરીજીવનદાસ મહારાજ તથા સંતગણે મુખ્યમંત્રીનું મંદિર ખાતે ઉષ્માસભર આવકાર આપ્યો હતો.

આ અવસરે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત પૂર્વ મંત્રી સૌરભભાઈ પટેલ, ધારાસભ્ય આત્મારામભાઇ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણી, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ ભીખુભાઇ વાધેલા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા તથા પદાધિકારીઓ-અધિકારીઓ પણ જોડાયાં હતાં.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat