Gujarat Exclusive > દેશ-વિદેશ > કેન્દ્ર સરકાર કૃષિ કાયદાને પરત લાવશે નહીં, કૃષિ મંત્રીની સ્પષ્ટતા

કેન્દ્ર સરકાર કૃષિ કાયદાને પરત લાવશે નહીં, કૃષિ મંત્રીની સ્પષ્ટતા

0
1

ગ્વાલિયર: કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે શનિવારે સ્પષ્ટતા કરી હતી કે કેન્દ્ર કૃષિ કાયદાને સુધારેલા સ્વરૂપમાં ફરીથી રજૂ કરશે નહીં. કેન્દ્રીય મંત્રી તરફથી આ સ્પષ્ટતા કોંગ્રેસે આરોપ લગાવ્યા બાદ આવી છે કે કેન્દ્રએ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ બાદ ત્રણ કૃષિ કાયદા (જે હવે રદ કરવામાં આવ્યા છે)ઓને પરત લાવવાની યોજના બનાવી રહી છે.

શુક્રવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં કૃષિ કાયદાઓ (હવે રદ કરાયેલ) વિશે વાત કરતાં, તોમરે કહ્યું કે સરકાર “એક પગલું પાછળ” ગઈ છે અને “ફરીથી આગળ વધશે”. જ્યારે તેમને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મેં એવું કહ્યું નથી.

તોમરે સ્પષ્ટતા કરતાં કહ્યું કે- “મેં કહ્યું હતું કે સરકારે સારા (કૃષિ) કાયદાઓ બનાવ્યા હતા. કેટલાક કારણોસર અમે તેને પાછા ખેંચી લીધા છે. સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કામ કરવાનું ચાલુ રાખશે,”

અગાઉ નાગપુર કાર્યક્રમ દરમિયાન, તોમરે કહ્યું હતું: “અમે કૃષિ કાયદો લાવ્યા હતા. કેટલાક લોકોને તે ગમ્યું ન હતું, પરંતુ આઝાદીના 70 વર્ષ પછી તે એક મોટો સુધારો હતો જે નરેન્દ્ર મોદી જીના નેતૃત્વમાં આગળ વધી રહ્યો હતો, પરંતુ સરકાર નિરાશ નથી. અમે એક પગલું પાછળ હટ્યા છીએ અને અમે ફરીથી આગળ વધીશું કારણ કે ખેડૂતો ભારતની કરોડરજ્જુ છે અને જો કરોડરજ્જુ મજબૂત હશે તો દેશ મજબૂત થશે.”

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat