Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાવાયરસના વધતા પ્રકોપને જોતા કેન્દ્રનો મોટો નિર્ણય, NPR અનિશ્ચિતકાળ સુધી સ્થગિત

કોરોનાવાયરસના વધતા પ્રકોપને જોતા કેન્દ્રનો મોટો નિર્ણય, NPR અનિશ્ચિતકાળ સુધી સ્થગિત

0
519

કોરોના વાયરસના પ્રકોપ દેશમાં વધતો જઈ રહ્યો છે. તેના કારણે અનેક પ્રોગ્રામને રદ્દ કરવું પડી રહ્યું છે. હવે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે અપ્રિલ મહિનામાં શરૂ થતો રાષ્ટ્રીય પોપ્યૂલેશન રજિસ્ટર (NPR) અનિશ્ચિકાલ સુધી ટાળી દીધુ છે. NPRની પ્રક્રિયા 1લી એપ્રિલથી શરૂ થવાની હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે બુધવારના રોજ સામે આવેલા વિશ્વસ્તરના આંકડાઓ પર નજર નાખીએ તો 39827 જેટલા કોરોના વાયરસથી પોઝિટિવ કેસ નવા નોંધાયા છે, જેમાં 1722 લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા છે.

સંક્રમિત દર્દીઓની સંખ્યા 562 થઇ
ભારતમાં કોરોનાવાયરસના કેસ આજે વધ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રજૂ કરેલા તાજા આંકડાઓ અનુસાર દેશમાં આ વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 562 થઇ ગઈ છે. આ 562 મામલાઓમાં 9 લોકોના મોત થઇ ગયા છે. તે ઉપરાંત કેટલાક આંકડાઓમાં 1 માઈગ્રેટેડ દર્દી પણ સામેલ છે. 40 ઠીક થઇને ડિસ્ચાર્જ થઇ ચૂક્યા છે.

બ્રિટનમાં શાહી પરિવાર પણ કોરોનાની ઝપટમાં, પ્રિન્સ ચાર્લ્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ