Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાના કહેર વચ્ચે કેન્દ્રની મોટી જાહેરાત, 80 કરોડ લોકોને થશે લાભ

કોરોનાના કહેર વચ્ચે કેન્દ્રની મોટી જાહેરાત, 80 કરોડ લોકોને થશે લાભ

0
4073

દેશભરમાં કોરોનાવાયરસના રોજ નવા કેસ સામે આવી રહ્યા છે. તેને જોતા કેન્દ્ર સરકારોથી લઈને રાજ્ય સરકારો જુદા-જુદા પ્રકારના પગલા લઈ રહી છે. આ વચ્ચે કેબિનેટની મીટિંગ પણ થઈ, તેમાં પીએમ મોદી સહિત તમામ મંત્રીઓ હિસ્સો લીધો. આ કેબિનેટ મીટિંગમાં કેટલીક યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ગરીબોને સસ્તા રાશનથી લઈને કોન્ટ્રાક્ટ પર નોકરી કરનારને પૂર્ણ પગાર આપવા જેવી વાતો કહેવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યુ કે, દરેક રાજ્યને એક હેલ્પલાઈન જારી કરવાનું જણાવવામાં આવ્યુ છે. આ ઉપરાંત ગૃહમંત્રાલય પણ તેનો એક હેલ્પલાઈન નંબર જારી કરવા જઈ રહી છે. તેમણે જણાવ્યુ કે, કેન્દ્રીય કેબિનેટ મીટિંગમાં કેટલાક નિર્ણય લેવામાં આવ્યા છે.

જાવડેકરે જણાવ્યુ કે, 21 દિવસ લોકડાઉન આપણા માટે અને આપણા પરિવાર માટે છે. તેમણે ગરીબોની વાત કરતા જણાવ્યુ કે, કેન્દ્ર સરકાર દેશના 80 કરોડ લોકોને દર મહિને 7 કિલો પ્રતિ વ્યક્તિના હિસાબથી ઘઉં બે રૂપિયા પ્રતિ કિલોમાં આપશે. આ ઘઉંની કિંમત પ્રિત કિલો 27 રૂપિયા છે, પણ તેને ઓછા ભાવમાં આપવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત 37 રૂપિયા કિલોવાળા ચાવલ ગરીબોને 3 રૂપિયા પ્રતિ કિલો આપવામાં આવશે. આ સ્કીમમાં 1 લાખ 80 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે.

રાજ્ય સરકારો પણ આપી રહી છે રાહત

જાવડેકરે આગળ જણાવ્યુ કે, કેન્દ્ર સરકારના બધા કર્મચારીઓની સેલેરી મળશે, પણ જે લોકો તે ઓફિસમાં કોન્ટ્રાક્ટ બેસિસ પર નોકરી કરી રહ્યા છે તેમણે પણ સંપૂર્ણ સેલેરી આપવામાં આવશે. કેન્દ્રની સાથે રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે. અનેક જગ્યાઓ પર અનાજ ફ્રીમાં આપવામાં આવી રહ્યુ છે. જેનું અમે સ્વાગત કરીએ છીએ. ગરીબો જ નહી પણ બધાને આ સેવા મળશે. ડેલી બેસિસ પર મજૂરી કરતા લોકો માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે.

કેબિનેટ મીટિંગમાં લેવામાં આવેલા નિર્ણય

જાવડેકરે જણાવ્યુ કે, રીઝનલ રૂરલ બેંક જે ગ્રામીણ સેવા માટે બનાવવામાં આવી હતી, તેમાં કેપિટલ રેશોને મેન્ટેન કરવા માટે 1340 કરોડ રૂપિયાની યોજના બનાવવામાં આવી છે, જેમાં કેન્દ્ર સરકાર 670 કરોડ રૂપિયા આપશે. બાકીના અન્ય બેંક જે તેને જુએ છે તે આપશે. તે સિવાય અલીગઢમાં રેલવેના 22 કિમી ફ્લાઈઓવરમી માંગ કેટલાક વર્ષોથી થઈ રહી હતી, જેને કેબિનેટે મંજૂરી આપી છે. તે સિવાય અલીગઢને બીજા પણ લાભ મળશે.

જાવડેકરે જણાવ્યુ કે, ટેક્સટાઈલ માટે જે સબ્સિડી મળે છે, તે માર્ચ 2020 સુધી હતી. પણ હવે આ સબ્સિડી જારી રહેશે. તે સિવાય અલ્હાબાદ અને કાનપુરમાં નવા કેન્દ્રીય વિશ્વ શાળાઓ માટે 8 એકર અને 10 એકર જગ્યા આપવાની પણ જોગવાઈ પાસ થઈ છે. જાવડેકરે જણાવ્યુ કે, કેબિનેટની બેઠક પછી કોરોનાવાયરસને લઈને પણ ચર્ચા થઈ. તેમણે જણાવ્યુ કે, જેમ મોદીજીએ જણાવ્યુ છે કે, સોશિયલ ડિસ્ટેન્સિંગ જરૂરી છે. લોકોએ આ વાતને સમજવું પડશે. અફવાઓ પર ધ્યાન ના આપો શાંત રહો. જે પણ જરૂરી વસ્તુ છે, તે ખુલ્લી રહેશે.

કોરોનાવાયરસના વધતા પ્રકોપને જોતા કેન્દ્રનો મોટો નિર્ણય, NPR અનિશ્ચિતકાળ સુધી સ્થગિત