Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > મોડાસા યુવતીના મોતનો મામલો, વિવાદમાં સપડાયેલા ટાઉન PIની બદલી

મોડાસા યુવતીના મોતનો મામલો, વિવાદમાં સપડાયેલા ટાઉન PIની બદલી

0
2278

મોડાસાના સાયરાની યુવતીના મોત મામલે વિવાદમાં સપડાયેલા ટાઉન PI એનકે રબારીની બદલી કરવામાં આવી છે. એનકે રબારી પર કેસમાં બેદરકારી દાખવ્યાનો આરોપ લાગ્યો હતો. પીડિતાના પરિવારજનોએ પીઆઇ પર ફરિયાદ ના લેવાનો પણ આરોપ લગાવ્યો હતો. ટાઉન પીઆઇ એનકે રબારીની ઇસરી પોલીસ મથકે બદલી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે આ મામલે 3 આરોપીઓની ધરપકડ થઇ ચુકી છે જ્યારે અન્ય એક આરોપી ફરાર છે.

PI પર બેદરકારી દાખવવાનો લાગ્યો હતો આરોપ

3 જાન્યુઆરીએ જ્યારે સીસીટીવી ફુટેજના આધારે યુવતીના પરિવારજનો મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ એનકે રબારીને યુવતી ગુમ થયાની લેખિત ફરિયાદ આપવામાં આવી હતી.જોકે, પોલીસે પગલા લેવાની જગ્યાએ સાંજ સુધી આશ્વાસન જ આપ્યુ હતું. સાંજે પરિવાર ફરી પોલીસ સ્ટેશન પહોચતા પીઆઇ રબારીએ કહ્યું કે તમારી દીકરીએ તમારા સમાજના છોકરા સાથે લગ્ન કરી લીધા છે જેના મેરેજ સર્ટિફિકેટ સાથે તમારી દીકરીને સહી-સલામત સોપી દઇશ.

મહત્વપૂર્ણ છે કે મોડાસાના સાયરા ગામની યુવતી 31 ડિસેમ્બરે ગુમ થઇ હતી જેના પાંચ દિવસ બાદ તેની લાશ ઝાડ પર લટકતી હાલતમાં જોવા મળી હતી. યુવતીના પરિવારજનોએ દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધવાની માંગ કરી હતી.જોકે, પોલીસે ફરિયાદ ના નોંધતા વાતાવરણ તંગ બન્યુ હતું અને મોડાસામાં લોકોએ ચક્કાજામ કર્યુ હતું. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલમાં લાવવામાં આવ્યો હતો. 9 જાન્યુઆરીએ સમાજના રીતિ રિવાજ મુજબ મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી.

‘કાજલ’ને ન્યાય અપાવવા સાંસદ વિનોદ ચાવડા મેદાનમાં, CM રૂપાણીને પત્ર લખી કડક કાર્યવાહીની કરી માંગ