નવી દિલ્હી: ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનને પાંચ વર્ષ જૂના એક કેસમાં સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. 2017માં ફિલ્મ રઇસના પ્રમોશન દરમિયાન વડોદરા રેલ્વે સ્ટેશન પર ભાગદોડ પરના ફોજદારી કેસને સુપ્રીમ કોર્ટે પુન: સ્થાપિત કરવાનો ઇનકાર કરી દીધો છે. આ કેસમાં દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના ફોજદારી કેસને રદ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવતા હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરી દીધો છે. ક્રિમિનલ ફિલ્મ રઇસના પ્રમોશન દરમિયાન નાસભાગના કેસમાં 27 એપ્રિલે ગુજરાત હાઇકોર્ટે અભિનેતા શાહરૂખ ખાનને રાહત આપી હતી.
Advertisement
Advertisement
મહત્વપૂર્ણ છે કે ફિલ્મ રઇસના પ્રચાર માટે વર્ષ 2017માં વડોદરા રેલ્વે સ્ટેશન પર ભાગદોડને લઇને તેમના વિરૂદ્ધ દાખલ કેસને ફગાવી દીધો હતો. ભાગદોડ થતા એક વ્યક્તિનું મોત થયુ હતુ અને કેટલાક લોકો ઘાયલ થયા હતા, જેને લઇને કોંગ્રેસના નેતા જિતેન્દ્ર સોલંકીએ સ્થાનિક કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જિતેન્દ્ર સોલંકીએ વડોદરાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવતા કહ્યુ હતુ કે શાહરૂખ ખાને ફિલ્મના નામની ટી શર્ટ અને પ્રચાર સામગ્રી ભીડ તરફ ફેકી હતી જેને કારણે આ દૂર્ઘટના સર્જાઇ હતી. વડોદરા કોર્ટે જાહેર કરેલા સમન્સને શાહરૂખ ખાને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર આપ્યો હતો અને આ વર્ષે એપ્રિલમાં હાઇકોર્ટે આ કેસને રદ કરી નાખ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયને જ યોગ્ય માન્યો છે.
શું હતી આખી ઘટના?
આ ઘટના પાંચ વર્ષ જૂની છે જ્યારે 2017માં શાહરૂખ ખાન પોતીની ફિલ્મ રઇસના પ્રમોશન માટે રેલ યાત્રા કરીને મુંબઇથી દિલ્હી માટે ગયો હતો. શાહરૂખ ખાનની ટ્રેન કેટલાક સ્ટેશન પર ઉભી રહી હતી જેમાં શાહરૂખ ખાને ફિલ્મનું પ્રમોશન કર્યુ હતુ. વડોદરામાં પણ ટ્રેન રોકાઇ હતી અને શાહરૂખ ખાનની એક ઝલક મેળવવા માટે ત્યા ભીડ ભેગી થઇ હતી જેને કારણે ભાગદોડ મચી હતી જેમાં ફરીદ ખાન નામના એક વ્યક્તિનું મોત થયુ હતુ. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા.
Advertisement