Gujarat Exclusive > યુથ > મનોરંજન > આ બૉલીવુડ અભિનેત્રીને 6 મહિનાની સજા ફટકારાઈ, જાણો કારણ

આ બૉલીવુડ અભિનેત્રીને 6 મહિનાની સજા ફટકારાઈ, જાણો કારણ

0
309

બોલિવૂડ એક્ટ્રેસ કોયના મિત્રાને ચેક બાઉંસ મામલે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની એક કોર્ટે 6 મહિનાની સજા ફટકારી છે.આ મહિનામાં કોયનાને સજા સાથે 4 લાખ 64 હજાર અને તેની સાથે 1.64 લાખ વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે.કોયનાએ આ પૈસા મોડલ પુનમ શેઠ્ઠીને આપવાના રહેશે.પુનમે 2013માં કોયનાની સામે ચેંક બાઉંસ થવાના મામલે ફરિયાદ દાખલ કરી હતી.પરંતુ કોયનાએ આ આરોપ નકારી દીધો હતો.

પુનમ શેઠ્ઠીએ 2013માં કોયનાને લીગલ નોટીસ આપી હતી, જેમા કોયનાએ તેને પૈસા આપ્યા ન હતા ત્યારે પુનમે તેની સામે 10 ઓક્ટોબર 2013માં ફરિયાદ દાખલ કરી હતી.કોયનાએ તેના ઉપર લગાવેલા આરોપ નકારતા કહ્યું હતુ કે મોડલ પુનમે મારો ચેક ચોરી કરી લીધો હતો. કોયનાએ જણાવ્યું હતું કે પુનમની આર્થિક પરિસ્થતિ એટલી સારી નથી કે હું એને 22 લાખ રુપિયા આપી શકુ.જયારે મેજિસ્ટ્રેટે કોયનાની દલીલોને નકારી હતી અને તેને 6 મહિનાની સજા ફટકારી હતી. કોયનાએ જણાવ્યુ હતું કે, અંતિમ સુનાવણી દરમિયાન મારો વકીલ કોર્ટમાં હાજર નહોતો અને કોર્ટે મારી કોઈ દલીલો સાંભળી પણ ન હતી જેથી તે આ નિર્ણયને ઉપરની કોર્ટમાં પડકારશે.

‘તારક મહેતા કા…‘ની અભિનેત્રીનો બોલ્ડ અંદાજ તમે જોયો કે નહીં? ઓળખી બતાવો તો ખરા