Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > બીજેપીને સમજવું પડશે કે મહામારીને નિયંત્રિત કરવા ‘તાયફા’ નહીં વેક્સિન કામ આવે છે

બીજેપીને સમજવું પડશે કે મહામારીને નિયંત્રિત કરવા ‘તાયફા’ નહીં વેક્સિન કામ આવે છે

0
148

ભારતમાં કોરોનાના કારણે ચાલી રહેલો નરસંહાર એક અહંકારી, આત્મકેન્દ્રિત અને લાલચી રાજકીય પાર્ટી અને સત્તામાં રહેલા નેતાના કારણે વધારે તેજ થયો છે. આ ભારતીયોના તે ખોટા નિર્ણયનું પરિણામ છે, જે તેને સાત વર્ષ પહેલા લીધો હતો. ઓક્સિજન માટે તડપી રહેલા દર્દીઓ, હોસ્પિટલોમાં બેડ ના મળવાના કારણે ઓટો રિક્ષા અને ખાનગી વાહનોની અંદર અને બહાર રસ્તા પર ભારતીયો દલમ તોડી રહ્યાં છે. ભારતીયોએ જે વાવ્યું તે લણી રહ્યાં છે.

નરેન્દ્ર મોદી સરકારના પહેલા ત્રણ વર્ષ સાંપ્રદાયિક ધ્રૂવીકરણનો પુરાવો હતો, જેમાં ગૌરક્ષકોએ જાહેરમાં લિચિંગ કરી. તેમને બતાવી દીધું કે, ભારતનો આગળનો રસ્તો ક્યાં જાય છે. ઈન્ડિયાસ્પેન્ડ અનુસાર, 2014થી 2017 વચ્ચે જે લોકોની લિંચિંગ થઈ, જેમાંથી 92 ટકા મુસ્લિમ હતા.

મોદી સમર્થક ચૂપ હતા, પરંતુ હત્યારાઓને બચાવવા માટે તેમનું મૌનન કામ આવી રહ્યું હતું. આ તે હત્યારાઓ હતા, જેમને લાચાર ગરીબ મુસ્લિમો અને દલિતોને ગોરક્ષાના નામ પર નિશાનો બનાવ્યા.

મોદીનો બીજો કાર્યકાળ ભાગલા પાડો રાજ કરો તેને સાર્થક કરી રહ્યું હતું. 2019ના અંતની શરૂઆત હતી, નાગરિકતા સંશોધન અધિનિયમ અને NRCમાં મોદી સરકારની વિભાજનનકારી એજન્ડા સ્પષ્ટ રીતે સામે આવી ગયો. આ બંને વિવાદિત મુદ્દાઓ પર સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપવામાં આવતું રહ્યું અને આગામી વર્ષે ફેબ્રુઆરીમાં આના પરિણામ સ્વરૂપે દિલ્હી દંગાઓ જોવા મળ્યા. મોદી સમર્થક એક વખત ફરીથી ચૂપ રહ્યાં, જ્યારે કેટલાક બીજેપી નેતાઓએ કોમી રમખાણ ભડકે તેવા ભાષણ આપતા આખી દુનિયાએ જોયા. દંગાના મોટાભાગના પીડિત મુસ્લિમ પરિવાર જ હતા.

પૂર્વ લદ્દાખ સંકટ અને સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા આવતા-આવતા મોદી સમર્થકોને રાષ્ટ્રવાદ, કટ્ટરતા, ખોટી જાણકારીઓ, ફેક ન્યૂઝ અને ગોદી મીડિયા દ્વારા સરકારી પ્રોપેગેન્ડાનો ખુબ જ ભારે ડોઝ આપી દેવામાં આવી ચૂક્યો હતો. આ સમર્થકોમાં ‘કુપઢ’ હિન્દી અને અંગ્રેજી પત્રકારો, કેટલાક પ્રખ્યાત વ્યક્તિઓ, રમતવીરો, મોટી સંખ્યામાં વડીલો અને મીડિયાના મોટા ભાગનો સમાવેશ થાય છે.

ઉન્માદી-રાષ્ટ્રવાદ, હિન્દુ બહુ સંખ્યકવાદ, પુલવામા પછી પાકિસ્તાનથી ભયાનક સ્તર સુધી નફરત અને મુસ્લિમોથી ધૃણાથી ભરેલા મોદી સમર્થકોએ વિપક્ષીઓ અને આંતરાષ્ટ્રીય મીડિયા દ્વારા ભારત અને મોદીને બદનામ કરવા માટે ષડયંત્ર રચવામાં આવ્યો હોવા જેવી વાતો કરવા લાગ્યા. મોદી સમર્થકો આવી રીતની વિવિધ વાતો કરીને મોદીનો બચાવ કરવાની કોશિશ કરવા લાગ્યા.

મોદીને દિવ્ય પુરૂષ માનવામાં આવવા લાગ્યો, આ છબિને પીઆર મશીનરીએ ખુબ જ સાવધાનીથી બનાવી હતી. પરંતુ આ છબિ આગળ ભારતીયોનું બધી રીતે ઝૂકી જવું 2020માં અમારા માટે ખુબ જ ખરાબ સાબિત થયું. SARS-CoV-2 વાયરસે ભારત પર ખુબ જ ખરાબ રીતે હુમલો કર્યો, તેને શક્તિશાળી અને નબળા, અમીર અને ગરીબ બધાને ભેદભાવ વગર નિશાનો બનાવ્યો.

જ્યારે 2020માં ફેબ્રુઆરીના અંતમાં મોદી, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવામાં લાગ્યા હતા, તે પહેલા 30 જાન્યુઆરીએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોવિડને આંતરાષ્ટ્રીય ચિંતાવાળી વેશ્વિક ઈમરજન્સી જાહેર કરી દીધી હતી. 11 માર્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોવિડને મહામારી જાહેર કરી દીધી, જેનાથી ત્યાર સુધીમાં આખી દુનિયામાં 1,21,000 લોકો સંક્રમિત થઈ ચૂક્યા હતા, જ્યારે 4300 લોકોએ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા હતા.

કેન્દ્રને ત્યારે જ WHOની ટેસ્ટ-ટ્રેસ-આઈસોલેટનો સૂત્ર અપનાવી લેવાનો હતો અને કોવિડ માટે વિશેષ હોસ્પિટલો અનને વોર્ડ બનાવવાનું શરૂ કરી દેવા જોઈતા હતા, જેમાં યોગ્ય માત્રામાં ઓક્સિજનનો પૂરવઠો અને પર્યાપ્ત માત્રામાં બેડ ઉપલબ્ધ હોતા. સાથે જ આંતરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ લગાવીને, ટીવી અને રેડિયો પર વાયરસની ગંભીરતાની સાથે-સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વિશે જાગૃત્તિ અભિયાન ચલાવવાનું હતું.

કોઈએ પણ મોદી સરકારે તે પ્રશ્ન પૂછવાની હિંમત કરી નહીં કે, 3 ફેબ્રુઆરીએ ન્યૂઝેલેન્ડની જેમ, ચીનથી આવાગમન પર પ્રતિબંધ લગાવવા જેવી કાર્યવાહી આપણા ત્યાં કેમ કરવામાં આવી નહીં? તે છતાં કે તે સમયે ન્યૂઝેલેન્ડમાં એકપણ કોરોનાનો કેસ સામે આવ્યો નહતો. કેમ મોદી સરકાર વિયેતનામ મોડલને અપનાવવામાં નિષ્ફળ રહી, જેની આંતરાષ્ટ્રીય સ્તર પર પ્રશંસા થઈ હતી. લોબી ઈન્સ્ટીટ્યુટે જાન્યુઆરીમાં કોરોનાને પહોંચીવળવા માટે વૈશ્વિક સ્તર પર વિયેતનામને બીજા માળખા પર રાખ્યો હતો, જ્યારે વિયેતનામ WHOની ટેસ્ટ-ટ્રેસ-આઈસોલેટ નિર્દેશોનું પાલન કરીને ફેબ્રુઆરીમાં પોતાની બોર્ડરો બંધ કરી શકે છે તો મોદી સરકારે તેવું કેમ કર્યું નહીં? સ્પષ્ટ છે કે, અહીં સરકારનો અહંકાર વચ્ચે આવી ગયો.

તેની જગ્યાએ મોદીએ ખુબ જ વિલંબ પછી 22 માર્ચે કોઈ દિવ્ય પુરૂષની જેમ આવીને, રાષ્ટ્રીય ટીવી પર જનતા કર્ફ્યૂની જાહેરાત કરી. ત્યારે ભારતની મોટાભાગની આબાદી મંત્રમુગ્ધતામાં ખોવાયેલી લાગી રહી હતી. મોદીએ જનતા ચિકિત્સા બિરાદરીને પ્રોત્સાહન આપવા માટે થાળી વગાડવાની માંગ કરી. આ આખું કાર્યક્રમ એક થર્ડ ક્લાસ મજાક સમાન હતો, જેમાં અનેક ભારતીયોએ ગાંડપણના એક સ્તર પર જઈને પ્રદર્શન કર્યું.

બે દિવસ પછી 24 માર્ચે મોદી સરકારે કોઈ જ યોજના વગર 21 દિવસનું લોકડાઉનની જાહેરાત કરી દીધી. જેનાથી દેશ બધી જ રીતે થંભી ગયું. લોકડાઉન લાગ્યાના કેટલાક કલાકો પહેલા ઉચ્ચ અને મધ્યમ વર્ગના લોકોની ભારે ભીડ કરિયાણા અને શાકભાજીની દુકાનો પર ઉમટી પડ્યા. આગામી કેટલાક સપ્તાહ સુધી આપણે ગરીબ પ્રવાસી મજૂરોની અંદર સુધી કાળજું કંપાવી દેનારી તસ્વીરો જોઈ. કેટલાક મજૂરો સેકન્ડો કિલોમીટર પગપાળા ચાલીને કાળઝાળ ગરમીમાં પોતાના ઘરે પહોંચ્યા તો કેટલાક ભગવાનના ઘરે.

પરંતુ મોદી સમર્થકોને તેનો કોઈ જ પ્રભાવ પડ્યો નહીં. પોતાના AC રૂમોમાં બેસીને તેઓ ચેનલોની કથા સાંભળતા રહ્યાં, જેઓ બતાવી રહ્યાં હતા કે, કેવી રીતે મોદી સરકારે દુનિયાનું સૌથી મોટું લોકડાઉન લગાવ્યું છે. પ્રવાસી મજૂરોની ડરામણી તસવીરોથી પણ તેમને સહાનુભૂતિ પેદા થઈ નહીં. કેસોમાં આંશિક ઘટાડો થતાં ગોદી મીડિયાએ દેશભરને બતાવવાનું શરૂ કરી દીધું કે, મોદીએ કોરોનાને કેવી રીતે હરાવી દીધો.. દેશ પણ મજૂર પ્રવાસીઓનું દૂ:ખ ભૂલી ગયો અને મોદીની પ્રશંસા સાંભળવામાં મગ્ન બની ગયો.

5 એપ્રિલે મોદી સમર્થકોનું ગાંડપણ પોતાની ચરમ પર પહોંચી ગયું, જ્યારે તેમને મોદીનું કહેવાનું માનીને નિરર્થક પ્રદર્શન કર્યું. મોદીએ રાત્રે 9 વાગે પોતાની લાઈટો બંધ કરીને મોમબત્તિઓ અને મોબાઈલની લાઈટો શરૂ કરવાનું કહ્યું હતું, જેથી વાયરસને હરાવવામાં ભારતની સામૂહિક એકતાનું પ્રદર્શન કરી શકાય. જોકે, વાયરસ ત્યાર સુધીમાં 3500 લોકોને પોતાનો નિશાન બનાવી ચૂક્યો હતો. મહામારી દરમિયાન આવા કારસા ક્યારેય કામ આવે નહીં તે બીજેપીએ સમજવું જરૂરી છે. આવા કારસાઓ તો ચૂંટણી દરમિયાન લોકોને ઉલ્લૂ બનાવવા માટે કરવા જોઈએ.

લોકોની આ મધ્યયુગીન ક્રિયાઓએ બે ચીજોનું ઉદાહરણ પુરૂ પાડ્યું. પ્રથમ, મોદીની ઈચ્છા તેમના સમર્થકો માટે આદેશ છે. બીજો, તેમના સમર્થકો ક્યારેય મોદીના નિર્ણય પર પ્રશ્ન ઉઠાવશે નહીં. જેમ કે, મોદી માર્ચના અંતમાં જ કેમ આંતરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ લગાવ્યું? કેમ તેમણે સ્વાસ્થ્ય મંત્રાલયને કોરોના વિરૂદ્ધ યુદ્ધ સ્તરે તૈયારીઓ કરવાનું કહ્યું નહીં? કેમ સરકારે વેક્સિન પર ગંભીરતાથી કામ કર્યું નહીં? કેમ સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરીને તેમને અલગ-થલગ કરવામાં આવ્યા નહીં, જ્યારે ત્યાર સુધી કુલ દર્દીઓની સંખ્યા 5000થી ઓછી હતી અને તેને વ્યવસ્થિત મેનેજમેન્ટ થકી અલગ કરવામાં આવી શકાયા હોત.

મોદીની હાંમાં ને હાં કરનારાઓ અને અંતરાત્મા રહિત મંત્રીઓની હાજરીવાળી કેબિનેટ અને વગર રીઢની હડ્ડીવાળી નોકરશાહીની હાજરીના કારણે મોદીએ કરી બતાવ્યું કે કેવી રીતે ભારત પર લાંબા સમય સુધી પ્રભાવ રાખનાર નિર્ણયોને તેઓ પોતે એકલા લઈ શકે છે. બીબીસીએ એક તપાસ કરી છે, જેમાં સરકારના અલગ-અલગ વિભાગો પાસે દાખલ કરવામાં આવેલી 240થી વધારે RTI સામેલ છે. જેનાથી ખબર પડે છે કે, તબાહી લાવનાર લોકડાઉન લગાવ્યાથી પહેલા ના તો મોદીના મહત્વપૂર્ણ મંત્રાલયો અને ના રાજ્યો પાસે સલાહ લેવામાં આવી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat