આ વર્ષની સૌથી મોટી ફિલ્મ અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’ છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીર કપૂર લીડ રોલમાં છે. અયાન મુખર્જી આ ફિલ્મ પર છેલ્લા 9 વર્ષથી કામ કરી રહ્યો છે. આ મહેનત થિયેટર્સમાં 9 સપ્ટેમ્બરે રંગ લાવવાની છે.
Advertisement
Advertisement
શું છે બ્રહ્માસ્ત્રનું બજેટ?
‘બ્રહ્માસ્ત્ર’ એક મોટા સ્કેલ પર બનેલી ફિલ્મ છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ, સ્ટારલાઇટ પિક્ચર્સ અને પ્રાઇમ ફોકસ સહિત સ્ટાર સ્ટૂડિયોએ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે. આલિયા ભટ્ટ અને રણવીર કપૂરની આ ફિલ્મનું બજેટ 300-350 કરોડ રૂપિયા કહેવામાં આવી રહ્યુ છે. જેમાં સ્ટાર કાસ્ટની ફીથી લઇને પબ્લિસિટી અને માર્કેટિંગના પૈસા પણ સામેલ છે.
ફિલ્મમાં જે રીતે વીએફએક્સ પર કામ કરવામાં આવ્યુ છે, તે જોવાલાયક છે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે થિયેટરમાં રીલિઝ થશે. ‘બ્રહ્માસ્ત્ર’ના ટ્રેલરમાં પણ વીએફએક્સ જોવા મળ્યુ હતુ.
Advertisement