Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ સિવિલ આસપાસનો વિસ્તાર બીજું ‘વુહાન’ બને તેવી ભીતી

અમદાવાદ સિવિલ આસપાસનો વિસ્તાર બીજું ‘વુહાન’ બને તેવી ભીતી

0
2027

દેશમાં કોરોના વાયરસ જે રીતે હાહાકાર મચાવી રહ્યો છે તેમાં હજી પણ ઘણા લોકો સમજતા નથી. પોતાની સલામતીની આવા લોકોને ચિંતા નથી, હજી પણ ઘણા લોકો પોતાની મનમાની કરતા નજરે ચઢે છે. મોઢા પર માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ અને વારવાર હાથ ધોવાની સલાહ તંત્ર દ્વારા આપવામાં આવે છે અને લોકોને તેમના ઘરમાં જ રહેવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવતી હોય છે પરતું એક એવી કહેવત છે કે,”હમ નહિં સુધરેંગે” તેવા પરિસ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનો કાળ એવી રીતે ફરી રહ્યો છે કે, તમામ ઝુપડપટ્ટીથી લઈને શ્રમજીવીઓના વસાહતો પર તરાપ મારે તેમ દેખાઈ રહ્યું છે.

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસે ભારે હાહાકાર મચાવી દીધો છે. જેના કારણે લોકોમાં હાલ ભારે ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જેથી પોલીસ અને સરકાર દ્વારા લોકોને તેમના ઘરમાં રહેવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવતી હોય છે. ખાસ કરીને એવા લોકોને સમજાવવા માટે પોલીસ હવે રાત્રિ પેટ્રોલિંગ પણ કરી રહી છે. શહેરમાં ઘણા એવા વિસ્તારો પણ છે કે,જયા લોકો રાતના સમયે પોતાની સોસાયટીઓમાં ટોળું બનાવી બેસતા હોય છે અને અરામથી પોતાના વિસ્તારમાં લટાર મારતા હોય છે. તેવા લોકો સામે ગતરોજ રાજયના પોલીસ વડાએ લાલઆંખ કરતા જણાવ્યું છે કે, તમામ પોલીસ અધિકારી આવા વિસ્તારોમાં ખાનગી કપડા અને ખાનગી વાહન પર પેટ્રોલિંગ કરશે અને તે વેળા દરમિયાન જો કોઈ પણ માણસ લોકડાઉનનું ઉલ્લઘન કરતા ઝડપાશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.

ત્યારે ખાસ કરીને આપણે વાત કરીએ તો, અમદાવાદ સિવિલ હોસ્પિટલની આસપાસનો મોટાભાગનો વિસ્તાર કોરોના વાયરસની ચપેટમાં આવી ગયો છે. ત્યારે આ વિસ્તારો મોટાભાગના શાકભાજીથી લઈ નાના વેપારીઓ અને લારીઓ સાથે સંકળાયેલા શ્રમજીવીઓ છે. કોરોનાનું એપી સેન્ટર હવે સિવિલ આસપાસના વિસ્તારો એવા ચમનપુરા સર્કલ,હોળી ચકલા,રોહીદાસ ચાર રસ્તા,ઉમિયાનગર,ઓમનગર,જેવા વિસ્તારોને સીલ મારી દીધા છે. ત્યારે આવા વિસ્તારોમાં સમાજના આગેવાનોએ લોકોને ઘણી વાર સમજાવ્યા છતા આ લોકો કોઈ પણ વાત સમજવા માટે તૈયાર થતા નથી. ત્યારે કોરોના વાયરસના આ તાંડવે એક જ દિવસમાં ચમનપુરામાં 23 કેસ પોઝિટિવ આવ્યા છે જેથી 300થી વધારે ઘરોને હાલ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. ત્યારે જે ગુજરાતના આંકડાઓ કોરોના ગ્રસ્ત દર્દીઓના છે તેમાં સૌથી વધારે આંકડા હવે આ વિસ્તારોમાંથી આવે તેવી શ્ક્યતાઓ જોવા મળી રહી છે,ત્યારે આ વિસ્તારો હવે બીજુ વુહાન બને તેવી શક્ચતાઓ સેવાઈ રહી છે. આ અંગે સરકારે લોકોને ઘણી સૂચના પણ આપી છે અને આ વાયરસની માહિતી પણ આપી હતી પરતું લોકો આંખ આડા કાન કરે છે.

અમદાવાદમાં વધુ ત્રણ વોર્ડ રેડઝોનમાં મુકાયા

ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 313 પોઝિટિવ કેસો નોંધાયા છે તેની સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 4395એ પહોંચી ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 દર્દીઓના મોત થયા છે તેની સાથે રાજ્યમાં મૃત્યુઆંક 124એ પહોંચ્યો છે. વધતા કેસોના જોતા વધુ 3 વોર્ડને રોડઝોનમાં સામેલ કરવામાં આવ્યો છે. તેની સાથે કુલ 9 વોર્ડ રેડઝોનમાં સામેલ થઈ ગયા છે. આ માહિતી મ્યુનિસિપલ કાઉન્સિલર વિજય નેહરાએ વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા આપી હતી.

ગુજરાત સહિત આજે દેશભરના જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચણી કરવામાં આવી છે. ત્યારે આજે અમદાવાદમાં વિજય નહેરાએ જણાવ્યું હતું કે, વધુ 3 વોર્ડ રેડ ઝોનમાં મુકાયા છે. અમદાવાદમાં પહેલાથી 6 વોર્ડ રેડ ઝોનમાં હતા, ત્યારે હવે સરસપુર, અસારવા, ગોમતીપુરને પણ કોરોનાના દર્દીઓની સંખ્યાને જોતા રેડ ઝોનમાં મૂક્યા છે.

SVP હોસ્પિટલના નર્સીગ, પેરામેડિકલ સહિત 200 આરોગ્ય કર્મીઓ હડતાળ પર