નવી દિલ્હી: દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 68માં નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતાઓને સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કલાકારોને એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં દેશના ખાસ મહેમાનોએ ભાગ લીધો હતો. મહત્વપૂર્ણ છે કે નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત જુલાઇમાં કરવામાં આવી હતી. સર્વશ્રેષ્ઠ એક્ટરનો એવોર્ડ અજય દેવગણને ‘તાન્હાજી’ માટે અને સૂર્યાને ‘સોરારઇ પોટરૂ’ માટે સંયુક્ત રીતે આપવામાં આવ્યો હતો.
Advertisement
Advertisement
સર્વશ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ ‘તાન્હાજી’ને મળ્યો
કોરોના મહામારીને કારણે આ એવોર્ડની જાહેરાતમાં મોડુ થયુ હતુ. 2020ની ફિલ્મ માટે આ એવોર્ડ જાહેર કરવામાં આવ્યા હતા. સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ તમિલ ફિલ્મ સોરારઇ પોટરૂને મળ્યો હતો. ફિલ્મમાં સૂર્યા લીડ રોલમાં હતો. સર્વશ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મની વાત કરીએ તો અજય દેવગણની તાન્હાજીએ તેની પર કબજો જમાવ્યો હતો.
68th National Film Award for Best Actor conferred on :
◾#AjayDevgan (for Tanhaji: The Unsung Warrior)
◾#SuriyaSivakumar (for Soorarai Pottru) @ajaydevgn | @Suriya_offl | #NationalFilmAwards pic.twitter.com/W1F7jkAkS0— All India Radio News (@airnewsalerts) September 30, 2022
સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અજય દેવગણ અને સૂર્યાને સંયુક્ત રીતે મળ્યો હતો. સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ તમિલ અભિનેત્રી અપર્ણા બાલમુરલીને મળ્યો હતો, તેને સોરારઇ પોટરૂમાં શાનદાર પ્રદર્શન માટે સમ્માનિત કરવામાં આવી હતી. અભિનેત્રી લક્ષ્મી પ્રિયા ચંદ્રમૌલીએ તમિલ ફિલ્મ સિવરંજનયુમ માટે સર્વશ્રેષ્ઠ સહ અભિનેત્રીનો ખિતાબ જીત્યો હતો.
#WATCH | Actor Suriya, who won National Award for Best Actor for 'Soorarai Pottru' says, "Huge honour. Truly grateful to National Film Award jury & GoI. Lot of emotions running in my mind. I've a lot of people to thank…Getting goosebumps. Truly a moment which I'll never forget" pic.twitter.com/vOTEN4sqws
— ANI (@ANI) September 30, 2022
આશા પારેખ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત થયા
આશા પારેખને 2020ના દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો હતો, તેમણે સમ્માનિત કર્યા પહેલા સમારંભમાં આશા પર બનેલી એક ફિલ્મ બતાવવામાં આવી હતી. 79 વર્ષીય આશા પારેખે દિલ દેકે દેખો, કટી પતંગ, તીસરી મંજિલ જેવી ફિલ્મમાં કામ કર્યુ છે. આશાએ કહ્યુ, જન્મદિવસના બે દિવસ પહેલા સમ્માન મેળવવુ ખુશીની વાત છે, હું તેની માટે જૂરીનો આભાર માનુ છુ. મહત્વપૂર્ણ છે કે દાદા સાહેબ ફાળકે ભારતીય સિનેમામાં આપવામાં આવતુ સર્વોચ્ચ એવોર્ડ છે.
મનોજ મુંતશિરને ‘સાયના’ માટે સમ્માનિત કરાયા
જાણીતા ગીતકાર મનોજ મુંતશિરને ‘સાયના’ માટે સર્વશ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તુલસીદાસ જૂનિયરને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મના સમ્માનથી સમ્માનિત કરવામાં આવી હતી, તેની માટે સુનીતા ગોવારિકરે એવોર્ડ મેળવ્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શું કહ્યું?
રાષ્ટ્રગાન સાથે જ નેશનલ ફિલ્મ એવોર્ડ વિતરણનો કાર્યક્રમ સમાપ્ત થયો હતો, આ દરમિયાન કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યુ, ફિલ્મનો સૌથી વધુ પ્રભાવ બાળક અને યુવાઓ પર પડે છે, તમારી પાસે અપેક્ષા છે કે તમે ભાવી પેઢીના નિર્માણમાં પોતાનું યોગદાન આપો, મને વિશ્વાસ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સતત વિકાસ કરશે અને વિશ્વસ્તર પર ઉંચાઇઓ સુધી પહોચશે.
Advertisement