ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી જોરશોરથી તૈયારી કરી રહી છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ગઇ છે અને આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીનો ચહેરો પણ જાહેર કરી દીધો છે. આમ આદમી પાર્ટીએ પોતાની 10મી યાદી જાહેર કરી હતી જેમાં 21 બેઠક પર ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. AAPએ અત્યાર સુધી 182 બેઠકમાંથી 139 બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે.
Advertisement
Advertisement
આમ આદમી પાર્ટીની 10મી યાદી જાહેર
આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની 10મી યાદી જાહેર કરી છે જેમાં 21 બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. AAPએ વાવ, વિરમગામ, અમદાવાદની ઠક્કરબાપા નગર, બાપુનગર, દસક્રોઇ, ધોળકા તેમજ ધ્રાગધ્રા, માણાવદર, ધારી, સાવરકુંડલા, મહુવા (અમરેલી), તળાજા, ગઢડા, ખંભાત, સોજિત્રા, લિમખેડા, પાદરા, વાગરા, અંકલેશ્વર, માંગરોળ (બારડોલી), સુરત પશ્ચિમ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે.
બનાસકાંઠાની વાવ બેઠક પર આમ આદમી પાર્ટીએ ડૉ. ભીમ પટેલને ટિકિટ આપી છે જ્યારે વિરમગામ બેઠક પર કુવરજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. અમદાવાદની ઠક્કરબાપા નગર બેઠક પર સંજય મોરી, બાપુનગર બેઠક પર રાજેશભાઇ દીક્ષિતને ટિકિટ આપવામાં આવી છે.
સાવરકુંડલામાં ભરત નાકરાણી, તળાજા બેઠક પર લાલુબેન નરસીભાઇ ચૌહાણ, ગઢડા બેઠક પર રમેશ પરમારને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ખંભાત બેઠક પર ભરતસિંહ ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. પાદરા બેઠક પર જયદીપ સિંહ ચૌહાણને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જ્યારે બારડોલીની માંગરોળ બેઠક પર સ્નેહલ વસાવાને ટિકિટ આપવામાં આવી છે જ્યારે સૂરત પશ્ચિમ બેઠક પર મોક્ષેશ સંઘવીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ઇસુદાન ગઢવીના નેતૃત્વમાં લડશે આમ આદમી પાર્ટી
ગુજરાતમાં ઇસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો છે. 16500થી વધારે રિસપોન્સ આવ્યા છે. જેમાંથી 73 ટકા લોકોએ ઇસુદાન ગઢવીનું નામ લીધુ છે.
જણાવી દઇએ કે, એક સમયે ઇશુદાન ગઢવી એક ખાનગી ચેનલ પર ખેડૂતો અને સામાન્ય લોકોની સમસ્યાઓને જોર-શોરથી ઉઠાવીને સરકારની ઝાટકણી કાઢતા હતા.
આ પણ વાંચો: ગુજરાત ભાજપમાં પરિવારવાદ નહી ચાલે, ધારાસભ્ય-સાંસદના સબંધીઓને નહી મળે ટિકિટ
આમ આદમી પાર્ટીએ 118 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા
આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી અત્યાર સુધી 118 બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટીએ જોકે, હજુ સુધી ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી ક્યાથી ચૂંટણી લડશે તે નક્કી કર્યુ નથી. આમ આદમી પાર્ટીએ 64 બેઠક પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.
ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. ગુજરાતમાં બે તબક્કા 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશ સાથે જ ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે.
Advertisement