Gujarat Exclusive > દેશ-વિદેશ > કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતની દીકરીનું હાર્ટ એટેકથી નિધન, કોરોનાની ચાલી રહી હતી સારવાર

કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતની દીકરીનું હાર્ટ એટેકથી નિધન, કોરોનાની ચાલી રહી હતી સારવાર

0
45

ભોપાલ: કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતની (Thawar Chand Gehlot) દીકરી યોગિતા સોલંકીનું સોમવારે હાર્ટ એટેકથી નિધન થઈ ગયું છે. યોગિતા 43 વર્ષની હતી અને છેલ્લા 15 દિવસોથી તેમની ઈન્દોરની મેદાંતા હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલી રહી હતી. જો કે સોમવારે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. થાવરચંદ ગેહલોત મોદી સરકારમાં સામાજિક ન્યાન અને સશક્તિકરણ મંત્રી છે.

ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની ગઈ છે. જેનાથી નેતાઓ બચી નથી શક્યાં. રવિવારે પણ કોંગ્રેસના ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા બૃજેન્દ્રસિંહ રાઠોડનું ભોપાલમાં કોરોનાના કારણે અવસાન થઈ ગયું. ઝાંસીમાં કોરોનાની સારવાર દરમિયાન તેમની તબીયત અચાનક લથડી હતી. જે બાદ તેમને એરલિફ્ટ કરીને ભોપાલની ચિરાયુ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેમના નિધન પર પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ શોક વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો:  ‘ડેટા બોલતા હૈ..!’: ગુજરાતમાં ઘટી રહેલા કોરોના પોઝિટિવ કેસોનો દાવો પોકળ  Thawar Chand Gehlot

પૃથ્વીપુરના ધારાસભ્ય બૃજેન્દ્રસિંહ 15 એપ્રિલે કોરોનાથી સંક્રમિત થયા હતા. દામોહ પેટાચૂંટણી માટે કોંગ્રેસે તેમને પ્રભારી બનાવ્યા હતા. જો કે ચૂંટણી દરમિયાન જ તેઓ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં હતા. જે બાદ તેઓ ઘરમાં જ આઈસોલેશનમાં રહ્યાં હતા, પરંતુ તબીયત બગડવાથી તેમને ઝાંસીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન ફેફસામાં સંક્રમણ ફેલાયા બાદ બૃજેન્દ્રસિંહને એર એમ્બ્યુલન્સથી ભોપાલની ચિરાયુ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં રવિવારે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ સિવાય કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશ મહિલા કોંગ્રેસના ચીફ માંડવી ચૌહાણને પણ જીવલેણ કોરોના ભરખી ચૂક્યો છે. તેમના અવસાન પર રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કોંગ્રેસ પાર્ટી અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે શોક વ્યક્ત કર્યો છે. (In Pic: કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોત) 

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat