Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > થાઇલેન્ડનો જીવલેણ કોરોના વાયરસની દવા શોધી હોવાનો દાવો

થાઇલેન્ડનો જીવલેણ કોરોના વાયરસની દવા શોધી હોવાનો દાવો

0
1021

થાઈલેન્ડે કોરોના વાયરસના સફળ સારવારનો દાવો કર્યો છે. થાઈલેન્ડના સ્વાસ્થ્ય મંત્રીએ દાવો કર્યો છે કે, કોરોના વાયરસ ચેપી એક ચીની મહિલાને ફ્લૂ અને HIV માટે ઉપયોગ થનારી દવાઓને પ્રોસેસ કરીને આપી હતી. તેનાથી મહિલાના સ્વાસ્થ્યમાં સુધાર જોવો મળ્યો છે.

‘એન્ટી વાયરલ દવાઓના કોમ્બિનેશનથી બની કોરોના વાયરસની દવા’

મહિલાની સારવાર કરનારા થાઈ ડોક્ટર ક્રિએન્ગસક એટિપોર્નવાનિચે રવિવારે મંત્રીની પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન જણાવ્યુ કે, 71 વર્ષની બીમાર મહિલાને એન્ટી-વાયરલ દવાઓના કોમ્બિનેશન દ્વારા બનાવેલી દવાનો ફાયદો થયો. 48 કલાકની અંદર મહિલા કોરોના વાયરસ પોઝીટિવથી નેગેરિવ થઈ ગઈ હતી.

આ દવાને ફ્લૂ અને HIVની સારવારમાં ઉપયોગ થનારી એન્ટી-વાયરલના કોક્ટેલથી બનાવવામાં આવ્યો છે. ડોક્ટર ક્રિએન્ગસકે જણાવ્યુ કે, સારવારના 48 કલાક બાદ થયેલા લેબ ટેસ્ટમાં મહિલામાં વાયરસ જોવા ના મળ્યા. આ ઉપરાંત મહિલા માત્ર 12 કલાક બાદ જ પથારી પર બેઠી થઈ ગઈ હતી. ડોક્ટરે દવાઓ બનાવવા માટે ઓસ્ટેલ્ટામિવિર, લોપિનવીર અને રટનવીર દવાઓનું ઉપયોગ કર્યો છે.

ચીનમાં અત્યાર સુધી 425 લોકોના મોત

ચીનમાં કોરોના વાયરસના કારણે મરનારાની સંખ્યા વધીને 425 સુધી પહોંચી ગયા છે, જ્યારે પોઝીટિવ મામલાની સંખ્યા 20,438 થઈ છે. આ ચેપથી અત્યાર સુધી સૌથી વધારે લોકોના મોત હુબેઈ પ્રાંતમાં થયા છે. હુબઈની રાજધાની વુહાનમાં ડિસેમ્બરમાં કોરોના વાયરસના ચેપ ફેલાવવાનું શરૂ થયો હતો અને હવે આ ચેપ દુનિયાના અનેક દેશોમાં ફેલાઈ ગયો છે.

કેરળમાં કોરોના વાયરસનો ત્રીજો કેસ કન્ફર્મ

આ વચ્ચે વુહાન યુનિવર્સિટીમાંથી કેરલના વધુ એક વિદ્યાર્થીને કોરોના વાયરસનો ચેપ લાગ્યા હોવાની પુષ્ટિ થઈ છે, હવે તેની સાથે ભારતમાં આ રોગનો ત્રીજો કેસ દાખલ થયો છે. કેરળની LDF સરકારે આ મહામારીને ‘રાજ્ય સંકટ’ જાહેર કરી છે.

ત્રીજા મામલાની પુષ્ટિ બાદ અમુક કલાકો બાદ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કેકે શેલજાએ જણાવ્યુ કે, મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની સલાહ પર આ ચેપી રોગને ‘રાજ્ય સંકટ’જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ત્રિશૂર અને અલપ્પુઝામાં રાજ્યના બે સ્ટુડેન્ટમાં આ વાયરસની પુષ્ટિ થઈ ગઈ છે. તેમાં એક મેડિકલના વિદ્યાર્થી છે.

ઉદ્ધવ ઠાકરેએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કહ્યો ‘સફેદ હાથી‘, રુપાણી સરકારની ચિંતા વધી