Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > ટેસ્લાની ભારતીય કંપનીના 3 ડિરેક્ટર નીમાયા, જેમાંના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે

ટેસ્લાની ભારતીય કંપનીના 3 ડિરેક્ટર નીમાયા, જેમાંના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે

0
135

મસ્કની ભારતીય કંપનીનું નામ ‘ટેલ્સા ઇન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રા. લિ.’

નવી દિલ્હીઃ  કાર નિર્માતા કંપની ટેસ્લા ઇન્કની આખરે ભારતમાં એન્ટ્રી થઇ ગઇ. બેંગ્લુરુમાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. ત્રણ ડિરેક્ટરોની પણ નીમણૂક (Tesla directors) કરવામાં આવી છે. એલન મસ્કની આ ઇલેક્ટ્રીકલ વ્હીકલ કંપનીએ તેની ભારતીય સબબ્સિડિયરી લોન્ચ કરી દીધી.

કંપના નીમાયેલા ત્રણ ડિરેક્ટરો(Tesla directors) માંથી એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બીજા એક પીઢ ઉદ્યોગસાહસિક અને ત્રીજા કંપનીના જ અધિકારી છે. આ લોકો પહેલેથી જ ટેસ્લા સાથે જોડાયેલા રહ્યા છે.

આ પણ વાંચોઃ એલન મસ્કની ‘ટેસ્લા’ની ભારતમાં એન્ટ્રી, બેંગલુરુમાં કરાવ્યું રજિસ્ટ્રેશન

બેંગલુરુમાં ટેસ્લાની કંપનીનું રજીસ્ટ્રેશન

ટેસ્લા ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ઉપરાંત રિચર્સ ડેવલોપમેન્ટ સુનિટ પણ સ્થાપશે. કર્ણાટકના બેંગ્લુરુમાં કંપનીનું 8 જાન્યુઆરી રજીસ્ટ્રેશન કરાયું. જેનું નામ ‘ટેલ્સા ઇન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ’ રાખવામાં આવ્યું છે.

કંપનીના નિયુક્ત કરાયેલા ત્રણ ડિરેક્ટરો(Tesla directors) માં વૈભવ તનેજા, વેંક્ટરંગમ શ્રીરામ અને ડેવિડ જોન ફિન્સ્ટીન સામેલ છે. આ માહિતી કોર્પોરેટ મંત્રાલયને ટેસ્લા તરફથી આપવામાં આવી છે. આ ત્રણેય ડિરેકટરોને જાણીએ.

વૈભવ તનેજા Tesla directors news

Tesla Directors Vaibhav Taneja

Tesla Directors Vaibhav Taneja

વૈભવ તનેજા ટેસ્લાના ચીફ એકાઉન્ટ ઓફિસર છે. CA તરીકે જાણીતા તનેજા ટેસ્લા સાથે 2017માં જોડાયો હતા. તેમણે દિલ્હીમાંથી ગ્રેજ્યુએશન કરેલું છે. પ્રારંભમાં તેઓ પ્રાઇસ વોટરહાઉસ કૂપર્સ સાથે હતા. તેઓ 1996થી ભારતમાંની ઓફિસેથી કામ કરતા હતા. પછી અમેરિકા શિફ્ટ થઇ ગયા.

આ પણ વાંચોઃ ગુજરાતમાં રોજગારની જાણકારી આપતું ‘રોજગાર સેતુ’ કૉલ સેન્ટર શરૂ

વેંકટરંગમ શ્રીરામ

Tesla Directors Venkat Sreeram

Tesla Directors Venkat Sreeram

વેંકટરંગમ શ્રીરામ બહુ લો પ્રોફાઇલ નિર્દેશક (Tesla directors) છે. તેઓ વેંકટ શ્રીરામ તરીકે જાણીતા છે. તેઓ AI ફર્મ ક્લિયરક્વોટના સહસ્થાપક છે. ઉપરાંત કાર સર્વિસ પુરી પાડતા કાર્ટીસન નામના સ્ટાર્ટઅપના પણ સહસ્થાપક છે.

જ્યારે ડિલર મેનેજમેન્ટ ફર્મ ઝેનોન ઓટોમોટિવના મેનેજિંગ ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. ઓટો ક્ષેત્રના ઉત્સાહને કારણે શ્રીરામ ટેસ્લાની ચીનની ઓફિસમાં પણ જોડાયા હતા. જ્યાં તોઓ પ્રોજેક્ટ મેનજર હતા.

આ પણ વાંચોઃ WhatsAppનો બેવડો સિકંજોઃ પોલિસી માનો તો ડેટા જશે, નહીં માનો તો એકાઉન્ટ ડિલીટ

ડેવિડ જોન ફિન્સ્ટીન

ટેસ્લા ઇન્ડિયાના ત્રીજા ડિરેક્ટર(Tesla directors) ડેવિડ જોન ફિન્સટીન છે. તેઓ ટેસ્લાના ટ્રેડ માર્કેટ એસેસના ગ્લોબલ સીનિયર ડાયરેકટર છે. તેઓ અને તનેજા સ્લોવેનિયા સહિત ટેસ્લાની અન્ય યુનિટ્સમાં સાથે રહી ચૂક્યા છે. સોશિયલ મીડિયામાં બહુ સક્રીય નહીં હોવાના કારણે તેમની ઓછા જાણીતા છે.

એવું જાણવા મળ્યું છે કે પ્રારંભમાં ટેસ્લા ભારતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ કદાચ શરુ નહીં કરે. તે ચીન સ્થિત પોતાની ફેકટરીમાંથી સોર્સિંગ પોઇન્ટ તરીકે કામ કરી શકે છે. ડિમાન્ડ વધ્યા બાદ કંપની ભારતમાં વાહનોનું એસેમ્બલિંગ શરૂ કરી શકે છે.

ગુજરાત સરકાર સાથે પણ વાત થઇ હતી

મંગળવારે માહિતી મળી હતી કે ટેસ્લા દેશના 5 રાજ્યો સાથે પોતાની કંપની સ્થાપવા અંગે વાતચીત કરી રહ્યા છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુનો સમાવેશ થતો હતો. પરંતુ કર્ણાટકે બાજી મારી લીધી.

કર્ણાટક સરકારે પહેલાં જ કોટલાક લોકેશનની એક લિસ્ટનો પ્રસ્તાન ટેસ્લા સમક્ષ મૂકી દીધો હતો. તેમાંનું એક તુમકૂર છે. જ્યાં ટેસ્લા પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ શરુ કરી શકે છે.

આ પણ વાંચોઃ 1 એપ્રિલથી કર્મચારીઓના જીવનમાં ફેરફાર પડી શકેઃ શું 12 કલાક કરવું પડશે કામ?

ડિસેમ્બરમાં જ મસ્કે ભારતમાં કંપનીનો સંક્ત આપ્યો હતો

ટેસ્લાના મુખ્ય કારોબારી એલન મસ્કે ડિસેમ્બર 2020માં જ સંકેત આપી દીધો હતો કે તેઓ 2021માં તેમની કંપની ભારતમાં શરૂ કરી શકે છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9