એલન મસ્કની કંપનીમાં મહત્વનું યોગદાન પૂર્ણ એન્જીનિયરે ખોલી નવી ઓટો કંપની
વોશિંગ્ટનઃ ઓટો ક્ષેત્રે ટેસ્લા અને મર્સિડીઝને જોરદાર ટક્કર (Tesla Competitor Lucid)આપવા માટે નવી ઇલેક્ટ્રીક કાર Lucid Air એક આવી રહી છે. તેનું નિર્માણ એલન મસ્કની કંપનીના પૂર્વ ચીફ એન્જીનિયર પીટર રોલિન્સન (Peter Rawlinson) છે. હવે તેમણે પોતાની કંપની Lucid Motors શરૂ કરી છે.
લ્યૂસિડ ઇલેક્ટ્રીક કારની દુનિયામાં એકદમ નવી છે. છતાં મીડિયા રિપોર્ટ મુજબ પીટરે તેમની પ્રથમ લકઝરી બ્રાન્ડને ટેસ્લાની કારો સાથે તુલના કરી છે.
આ પણ વાંચોઃ ટેસ્ટ આપ્યા વિના જ ડ્રાઇવિંગ લાયસન્સ મળશે, પરંતુ તેના માટે શું છે નિયમ?
ટેસ્લાી આધુનિક ટેક્નોલોજીને ટક્કર આપીશુંઃ પીટર
પીટરનું કહેવું છે કે ટેસ્લા વિશ્વભરમાં તેની શ્રેષ્ઠ ટેક્નોલોજી માટે જીણીતી છે. તેની કારમાં આધુનિક ટેક્નિકને લીધે જ પાવર છે. તેથી જ તેની કારો વિશ્વભરમાં લોકપ્રિય છે. પરંતુ વર્લ્ડકલાસ ટેક્નિકના મામલે અમારી પ્રથમ કાર લ્યુસિડ એર (Tesla Competitor Lucid) પણ ટેસ્લાની કારો સાથે ખભેથી ખભા મિલાવવા સક્ષમ છે.
પીટરે જણાવ્યું કે અમે મર્સિડીઝ બ્રેન્ઝની કારોને પણ બજારમાં ટક્કર આપવાની તૈયારી કરી રહ્યા છીએ. તેમના જણાવ્યા મુજબ આજે તેમની કંપની લ્યુસિડ મોટર્સ એજ જગ્યાએ ઊભી છે, જ્યાં 10 વર્ષ પહેલાં ટેસ્લા હતી.
નોંધનીય છે કે ટેસ્લામાં ચીફ એન્જીનિયર રહી ચૂકેલા પીટરનું ટેસ્લાના પોપ્યુલર મોડલ Sના નિર્માણમાં મહત્વનું યોગદાન હતું. હવે તેઓ ટેસ્લામા મજબૂત હરિફ બનવનો દાવો કરી રહ્યા છે. તેથી ચોક્કસ ટેસ્લાને મોટો આંચકો આપી શકે છે.
આ પણ વાંચોઃ સરકારનો ટ્વીટરને ખેડૂત આંદોલન મામલે વધુ 1200 જેટલા એકાઉન્ટ હટવવા હુકમ
પ્રાઇઝ અફોર્ડેબલ રાખવાની આપી ખાતરી
પીટરે ખાતરી આપી છે કે તેમની કાર અન્ય લકઝરી ઈવીની સરખામણીએ વધુ અફોર્ડેબલ પ્રાઇઝ પર ઉવલબ્ધ કરાવવાનો પ્રયાસ કરશે.