Gujarat Exclusive > દેશ-વિદેશ > કાશ્મીરઃ CRPF જવાન અને 6 વર્ષનાં બાળકનો હત્યારો આતંકી ઠાર

કાશ્મીરઃ CRPF જવાન અને 6 વર્ષનાં બાળકનો હત્યારો આતંકી ઠાર

0
504

શ્રીનગરઃ શ્રીનગર જિલ્લાના માલબાગમાં સુરક્ષાદળે એક આતંકીને ઠાર માર્યો. આ અથડામણમાં એક જવાન શહીદ પણ થઇ ગયા. માર્યો ગયેલો આતંકી થોડાં દિવસ પહેલાં દક્ષિણ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાનાં બિજબેહરામાં CRPFની ટીમ પરનાં આતંકી હુમલામાં સામેલ હતો. જેમાં એક CRPF જવાન શહીદ થયો હતો અને એક 6 વર્ષનાં બાળકનું મોત નિપજ્યું હતું. આ અંગેની માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદની ઝાયડસ કેડિલાએ તૈયાર કરી કોરોના રસી! હ્યુમન ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી

રાત્રે 10:15 વાગ્યાની આસપાસ આતંકીઓએ હુમલો કર્યો

સમગ્ર ઘટનાની જાણકારી આપતા IG વિજય કુમારે જણાવ્યું કે, “હજી પણ એક-બે આંતકી આસપાસમાં છુપાયા હોઇ શકે છે. જો કે તેમના ભાગવા માટેનાં તમામ રસ્તાઓ બંધ કરી દેવાયાં છે અને હાલમાં સર્ચ અભિયાન શરૂ છે. હકીકતમાં સુરક્ષાદળોને માલબાગ ક્ષેત્રમાં આતંકીઓ છુપાયાં હોવાંની બાતમી મળી હતી. તેથી 10:15 વાગ્યે સુરક્ષાદળ માલબાગનાં જકૂરા વિસ્તારમાં પહોંચ્યાં. જ્યાં એક સ્કૂલ પાસે જવાનોને કેટલીક શંકાસ્પદ ગતિવિધિ જોવા મળતા જેવાં તેઓ નજીક પહોંચ્યાં કે તુરંત છુપાયેલા આતંકીઓએ જવાનો પર હુમલો કરી દીધો અને ફાયરિંગ કરવા લાગ્યાં. જેમાં એક જવાન શહીદ થઇ ગયો.”

આ પણ વાંચોઃ ચીન સાથે તનાવ વચ્ચે અચાનક લેહ પહોંચ્યા PM મોદી, CDS બિપિન રાવત પણ સાથે

સમગ્ર વિસ્તારને સંપૂર્ણ કોર્ડન કરી દેવાયો

શ્રીનગરનો વિસ્તાર માલબાગ કે જેમાં ગુરૂવારની મોડી રાત્રીએ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ CRPF દ્વારા એક સંયુક્ત સુરક્ષાબળ અભિયાન ચલાવવામાં આવ્યું. જે અંતર્ગત આતંકીઓ અને સુરક્ષાદળ વચ્ચે ગઇ કાલનાં રોજ જે અથડામણ થઇ તેમાં ઘાયલ બે CRPF નાં જવાનોમાંથી એક જવાન શહીદ થઇ ગયો છે. આ અથડામણ કાશ્મીરનાં વિશ્વવિદ્યાલયની પાછળનાં ક્ષેત્રમાં થઇ હતી. સુરક્ષાદળ આતંકીઓની ધરપકડ કરવા માટે અભિયાનમાં જોડાઇ ગયા છે. હાલમાં સમગ્ર વિસ્તારને સંપૂર્ણ કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને આતંકીઓની શોધખોળ પણ શરૂ છે.