Gujarat Exclusive > દેશ-વિદેશ > જમ્મુ-કાશ્મીરના શોપિયામાં ચાર આતંકવાદી ઠારઃ ઓપરેશન જારી

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં ચાર આતંકવાદી ઠારઃ ઓપરેશન જારી

0
101

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષા દળોએ કમસેકમ ચાર આતંકવાદીને શુક્રવારે ઠાર માર્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે આ વાતને સમર્થન આપ્યુ છે કે જિલ્લાના કિલૂરા વિસ્તારમાં થયેલી અથડામણમાં ચાર આતંકવાદી માર્યા ગયા હતા, જ્યારે એક આતંકવાદીએ શરણાગતિ સ્વીકારી હતી. તેની પાસેથી બે એકે રાઇફલ અને ત્રણ પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે. terrorist killed in J&K

બે આતંકવાદીને શકૂર પરે અ બદલ અને સુહેલ ભટ તરીકે ઓળખવામાં આવ્યા છે. કાશ્મીરના આઇજીપીએ તે વાતને સમર્થન આપ્યુ છે કે આતંકવાદી
શકૂર પરે અલ બદલ જિલ્લા કમાન્ડર હતો અને બીજો આતંકવાદી જેણે ખાનમોહના પંચનું અપહરણ કરી હત્યા કરી હતી તેને પણ એન્કાઉન્ટરમાં ખતમ કરાયો હતો.

આ પણ વાંચોઃ NEET-JEE મુલતવી રાખવા મુદ્દે છ નોન-ભાજપી રાજ્યોના મંત્રીઓની સુપ્રીમમાં ધા

અગાઉ કાશ્મીર ઝોનના પોલીસે જણાવ્યું હતું કે શોપિયા એન્કાઉન્ટર અપડેટ બે અજાણ્યા આતંકવાદી માર્યા ગયા અને ઓપરેશન જારી છે.
વધારે વિગતો મેળવાઈ હી છે. ઓપરેશન જારી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કિલૂરા ગામની ઝાડીઓમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી,
ત્યાં સુરક્ષા દળોની સંયુક્ત ટીમે ખાસ કોર્ડન મૂકી હતી. પોલીસ અધિકારીઓએ ઉમેર્યુ તુ કે અગાઉ જમ્મુ-કાશ્મીર પોલીસ,
44 આરઆર અને સીઆરપીએફની જોઇન્ટ ટીમે કિલૂરાને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતુ.

આ પણ વાંચોઃ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં સર્વ કરવાની છૂટ આપતું કેન્દ્ર terrorist killed in J&K

સંયુક્ત ટીમે તેમને આતંકવાદીઓ છૂપાયા હોવાની બાતમી મળી હતી તે શંકાસ્પદ વિસ્તારને કોર્ડન કર્યો હતો,
આતંકવાદીઓએ તપાસ કરી રહેલી ટીમ પર ગોળીબાર કર્યો હતો, તેનો વળતો જવાબ મળતા અથડામણનો પ્રારંભ થયો હતો.

સુરક્ષા દળોની સંયુક્ત ટીમ છૂપાયેલા વધુને વધુ આતંકવાદીઓને શોધી રહી છે. આ વર્ષે કાશ્મીરમાં 150થી વધુ આતંકવાદી માર્યા ગયા છે,
તેમા મુખ્યત્વે સાઉથ કાશ્મીરમાં માર્યા ગયા છે. તેમા વિવિધ આતંકવાદી સંગઠનોના ટોચના 26 કમાન્ડરોનો સમાવેશ થાય છે.