Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > નિકોલમાં લુખ્ખા તત્વોનો આતંકઃ બે ભાઇઓને સરેઆમ ચાર ઇસમોએ ધોઇ નાંખ્યા

નિકોલમાં લુખ્ખા તત્વોનો આતંકઃ બે ભાઇઓને સરેઆમ ચાર ઇસમોએ ધોઇ નાંખ્યા

0
33

અગાઉ કરાયેલી ફરિયાદ અંગે અદાવત રાખી બુટલેગરોએ કર્યો હુમલો , વીડિયો પર વાયરલ

અમદાવાદઃ અમદાવાદમાં પૂર્વના નિકોલમાં કેટલાક લુખ્ખા તત્વોએ રીતસર આતંક (Terror in Nikole)મચાવી આખા વિસ્તારને બાનમાં લીધો હતો. જે અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. પહેલાં તો પોલીસ આ ઘટનાને તથ્ય વિનાની ગણાવી હતી. પરંતુ પાછળથી હોબાળો થતાં પીઆઇએ આરોપીઓની ધરપકડ કરી લેવાઇ હોવાનું જણાવ્યું હતું.

વીડિયોમાં ચાર ઇસમ બે યુવકોને ધોકા અને અન્ય વસ્તુઓથી ઢોર માર મારતા નજરે પડે છે. ઘટના નિકોલના પારંતી વાસની છે. જ્યાં એક જ સોસાયટીના ચાર લોકોએ તેમની સોસાયટીમાં રહેતા બે ભાઇઓને માર માર્યો. તેની પાછળનું કારણ અગાઉ કોઇ મામલે આ બંને ભાઇઓએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેની અદાવત રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો. અહી ઘણા સમયથી લુખ્ખા તત્વોનું આતંક વધ્યું હોવાનું સ્થાનિક લોકોનો આરોપ છે.

બે શખસને માર માર્યાનો સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો અંગે જ્યારે પોલીસને જણા કરાઇ તો પહેલાં તો ત્યાંથી આ ઘટના તથ્ય વિનાની ગણાવાઇ હતી. જેથી પોલીસની ભૂમિકા પર સવાલ ઊઠ્યા હતા. આ આરોપીઓ બુટલેગરો છે, તેથી તેમને છાવરમાં આવતા હોવાનો આરોપ પણ થઇ રહ્યો છે.

નિકોલા પારંતી આવાસ યોજનાની ઘટના

આ અંગે જાણવા મુજબ નિકોલ (Terror in Nikole)ના પારંતી આવાસ યોજનામાં રહેતા અને સિલાઈ કામ કરતા જીગર ગોહિલ, તેનો ભાઈ મોન્ટુ પોતાની માતા સાથે ઘરની બેઠા હતા ત્યારે ત્યાંજ રહેતા રાહુલ ઉર્ફે સર્કિટ ,જયમિન ઉર્ફે ભુરીયો, હિંમત ઉર્ફે બાટલો ,ભરત પટની ત્યાં પહોંચ્યા હતા અને મારી સામે અગાઉ કેમ ફરિયાદ કરી હતી? તેમ કહી ચારેએ આરોપી બંને ભાઇઓ પર તૂટી પડયા હતા.

ચારમાંથી બે સામે પાસા છે, છતાં બેફામ

આ ચારેય આરોપી એ માથાભારે તત્વો છે અને અવારનવાર આ પ્રકારી બબાલ કરતા હોવાનું કહેવાય છે. તેમાંથી રાહુલ અને જયમીન વિરુદ્ધ પાસા થયા છે. તેમ છતાં હજુ તેમની ગુનાખોરી યથાવત છે.આ મામલે નિકોલના પીઆઈનું કેહવું છે કે આ મામલે આરોપીઓની ધરપકડ કરી લેવા માં આવી છે. Terror in Nikole

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat