Gujarat Exclusive > દેશ-વિદેશ > મધ્યપ્રદેશમાં ફરીથી ટેરર ફંડિંગનો કેસ સામે આવતા ખળભળાટ, ત્રણ લોકોની ધરપકડ-એજન્સીઓ સતર્ક

મધ્યપ્રદેશમાં ફરીથી ટેરર ફંડિંગનો કેસ સામે આવતા ખળભળાટ, ત્રણ લોકોની ધરપકડ-એજન્સીઓ સતર્ક

0
446

મધ્યપ્રદેશમાં એક વખત ફરીથી ટેરર ફંડિંગ સાથે જોડાયેલ કેસ સામે આવ્યા બાદ તપાસ એજન્સિઓ ચોકી ગઈ છે. લગભગ અઢી વર્ષ પહેલા ટેરર ભંડોળ અને પાકિસ્તાન માટે જાસૂસી કરતા મધ્યપ્રદેશના ચાર શહેરોમાંથી 15 લોકોની ધરપકડ કરી હતી. જેમાં ભારતીય જનતા યુવા મોર્ચાના આઈટી સેલના તત્કાલીન ભોપાલ જિલ્લા સંયોજક ધ્રુવ સેક્સેના પણ સામેલ હતા. પોલીસ અનુસાક, તે કેસમાં ધરપકડ કરાયેલ કેટલાક લોકો જમાનત પર બહાર હતા, જેમાં સતનાના બલરામ સિંહ પણ હતા અને તેઓ જમાનત પર બહાર આવીને ફરીથી ટેરર ફંડિંગનું કામ કરવા લાગ્યો હતો. આ વખતે બલરામ સિંહ સહિત ત્રણ લોકોની મધ્યપ્રદેશ એટીએસ અને સતના જિલ્લા પોલીસે ધરપકડ કરી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કેસને લઈને પોલીસને પ્રશ્ન પૂછ્યો છે કે, 8 ફેબ્રુઆરી 2017માં આ મામલાનો ખુલાસો થવા સાથે કેટલાક લોકોની ધરપકડ કર્યા પછી પણ તે સમયે કેમ તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવી નહી?

આ કેસનો ખુલાસો ત્યારે થયો, જ્યારે મધ્યપ્રદેશ એટીએસે પાકિસ્તાનના નંબરો પરથી આવનાર કોલનું વિશ્લેષણ કર્યું. એટીએસે જ્યારે પાકિસ્તાની નંબરોનું વિશ્લેષણ કર્યું, તો તેમને જાણવા મળ્યું કે, આ પાકિસ્તાનના નંબરમાં તે નંબર પણ છે જે ભારતીય દંડ સંહિતાની ધારા 122, 123, 420, 467, 468, 471, 120-બી અને 201, ભારતીય વાયરલેસ વાયર મિકેનિઝમ્સ એક્ટની કલમ 3,6 અને ભારતીય વાયર એક્ટની કલમ 4, 20 અને 25 હેઠળ એટીએએફની તપાસમાં બહાર આવ્યું હતું. આ નંબરો પરથી મળેલ નિર્દેશો પર યુદ્ધની સ્થિતિમાં વ્યૂહાત્મક દષ્ટિથી ક્ષતિ પહોંચાડવા અને આમાં મદદ કરનાર જાણકારી એકત્રિત કરવામાં આવી રહી હતી. જાણકારી આપનારાઓને બલરામ અને અન્ય આરોપીઓ દ્વારા રૂપિયા ઉપલબ્ધ કરાવ્યા હતા.

વર્તમાનમાં આ નંબરોના વિશ્લેષણથી એટીએસને ખબર પડી કે, ફરીથી આ નંબરોના માધ્યમથી સંપર્ક કરીને મોટી ધનરાશિની લેવડ-દેવડ કરવામાં આવી રહી છે. તે પછી મધ્યપ્રદેશ એટીએસ અને સંતના પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ધરપકડ કરી. પકડાયેલ આરોપીઓ સુનીલ સિંહ, બલરામ સિંહ અને શુભમ મિશ્રા વિરૂદ્ધ એટીએસ દ્વારા ભારતીય દંડ સંહિતાની કલમ 123 હેઠળ અપરાધ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એટીએસનું કહેવું છે કે, સુનીલ સિંહ, બલરામ સિંહ, શુભમ મિશ્રા અને તેમના સાથી પાકિસ્તાનના તે જ હેન્ડલર સાથે ફરીથી સંપર્કમાં આવીને કામ કરી રહ્યાં હતા, જે ભારત વિરૂદ્ધ પહેલા કામ કરી રહ્યાં હતા. પહેલાની જેમ જ પાકિસ્તાની એજન્ટ આમાં માધ્યમથી વ્યૂહાત્મક દષ્ટીથી ભારતને ક્ષતિ પહોંચાડનાર જાણકારી એકત્રિત કરી રહ્યાં હતા. શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, મધ્યપ્રદેશ ઉપરાંત અન્ય રાજ્યો સાથે પણ આરોપીઓના તાર જોડાયેલા છે.

મુખ્યમંત્રીએ આ મામલાને ગંભીરતાથી લીધો છે. તેમને આપેલા એક નિવેદનમાં કહ્યું કે, આ કેસની ઉંડાણપૂર્વક તપાસ થશે અને રેકેટનું પર્દાફાશ કરવામાં આવશે. પ્રદેશમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી સહન કરી લેવામાં આવશે નહીં. આ કાંડ સાથે જોડાયેલા એકપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં, પછી ભલે તે કોઈપણ રાજકીય પાર્ટી સાથે જોડાયેલ હોય કે, કોઈ મોટું માથું હોય. તેમને કહ્યું કે, જ્યારે આ લોકો 2017માં પકડાયા હતા તો, તેઓ બહાર આવીને ફરીથી કેવી રીતે દેશ વિરોધી ગતિવિધીઓને અંજામ આપવા લાગ્યા. આની તપાસ કરવામાં આવે અને આમા બેદરકારી કરનારાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ટ્વિટ કરીને ટેરર ફંડિંગ કેસમાં તત્કાલીન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પાસે સ્પષ્ટીકરણ માંગ્યું છે કે, તેમને ટેરર ફંડિંગ સાથે જોડાયેલ આરોપીઓને જમાનત કેવી રીતે થવા દીધી? અને જો તેમને જમાનત મળી તો તત્કાલીન સરકારે તેમના વિરૂદ્ધ અપીલ કેમ કરી નહી? તેમને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને એનએસએ અજિત ડોભાલ પર નિશાન સાધતા કહ્યું કે, શું પાકિસ્તાન માટે માટે જાસૂસી કરનારાઓને બચાવનાર દેશદ્રોહી છે કે નહી?

ઉલ્લેખનીય છે કે, 2017માં મધ્યપ્રદેશ એટીએસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમા પકડાયેલ આખું ગ્રુપ પાકિસ્તાનના હેંડલરોના નિર્દેશો પર નકલી બેંક એકાઉન્ટ ઓપન કરીને તેમાં ધનરાશી પ્રાપ્ત કરી રહ્યું હતું અને તેને ઠેકાણે પાડી રહ્યું હતું. આ કામમાં ગેરકાયદેસર રીતે ખાનગી ટેલિફોન એક્સચેન્જ પર સ્થાપિત કરવામાં આવ્યા હતા. સાથે જ પાકિસ્તાની હેન્ડલરોથી ઈન્ટરનેટ કોલિંગ દ્વારા વાતચીત કરવામાં આવતી હતી. પાકિસ્તાની હેન્ડલરો દ્વારા 100થી વધારે કોન્ટેક્ટ નંબરોથી સંપર્ક કરવામાં આવી રહ્યો હતો.

ભારતીય સેનાએ જ ભૂલથી તોડી પાડ્યું હતું વાયુસેનાનું હેલિકોપ્ટર, પાંચ અધિકારી દોષિત: રિપોર્ટ