Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સર્વશિક્ષા અભિયાનના ચીંથરા ઉડ્યા, 10મામાં એક લાખ વિદ્યાર્થી નાપાસ

સર્વશિક્ષા અભિયાનના ચીંથરા ઉડ્યા, 10મામાં એક લાખ વિદ્યાર્થી નાપાસ

0
259
  • દસમા ધોરણની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર
  • ફક્ત 8.04 ટકા વિદ્યાર્થીઓ અને 8.36 ટકા વિદ્યાર્થીનીઓ પાસ
  • વિદ્યાર્થીની સરખામણીમાં વિદ્યાર્થીનીઓ મેદાન મારી ગઇ

અમદાવાદઃ ભારત સરકારના ઉપક્રમે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનું સ્તર ઊંચે લાવવા વર્ષો પહેલા હાથ ધરાયેલી પહેલ સર્વશિક્ષા અભિયાનના ચીંથરા ઉડી ગયા છે. તાજેતરમાં 25 થી 28મી ઓગસ્ટના રોજ લેવાયેલી દસમાં (tenth student)ધોરણની પૂરક પરીક્ષામાં 1,08,896 વિદ્યાર્થીમાંથી એક લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. માધ્યમિક શિક્ષણ બોર્ડની આ પરીક્ષાનું પરિણામ જ સરકારે હાથ ધરેલા સર્વશિક્ષા અભિયાનની નીતિની નિષ્ફળતાનો મોટો પુરાવો છે.

આટલા બધા વિદ્યાર્થીઓમાંથી ફક્ત 8,890 વિદ્યાર્થીઓ (tenth student)જ પાસ થયા છે. આમ આટલા જ વિદ્યાર્થીઓ જ ધોરણ દસ પાસ થયાનું સર્ટિફિકેટ મેળવી શકશે. આમ આટલા બધા અભિયાન અને સ્વનિર્ભર સ્કૂલો અને કોલેજો પછી પણ ગુજરાત શિક્ષણમાં ક્યાં ઊભું છે તેનો પુરાવો આ પરિણામ આપે છે.

આ પણ વાંચોઃ ધો.12 વિજ્ઞાન શાખાની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, 1826 વિદ્યાર્થી પાસ

આનો અર્થ એમ થાય કે એક લાખ જેટલાં વિદ્યાર્થીઓ (tenth student)નાપાસ થયા છે. આમ ઓગસ્ટ મહિનામાં લેવાયેલી પૂરક પરીક્ષાનું સમગ્ર રાજયનું પરિણામ માત્ર 8.17 ટકા જ આવ્યું છે. જો કે આ પરીક્ષામાં વિદ્યાર્થીઓની (tenth student)સરખામણીએ વિદ્યાર્થીનીઓ મેદાન મારી ગઇ છે. આ પરિણામ પરથી જ સમજી શકાય છે કે ગુજરાત સાક્ષરતા દરમાં શા માટે પાછળ છે અને તેણે શિક્ષણના મોરચે કેવો દાટ વાળ્યો છે.

કુલ 1,08,896 વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી

એસ.એસ.સી. ની માર્ચ મહિનાની પરીક્ષામાં બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા પૂરક પરીક્ષા લેવામાં આવે છે. બોર્ડ દ્વારા લેવાનારી બે વિષયની પૂરક પરીક્ષામાં 1,32,032 વિદ્યાર્થીઓ (tenth student)નોંધાયા હતા. તેમાંથી 23,163 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા. બાકીના 1,08,869 વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા 25થી 28 ઓગસ્ટ દરમિયાન લેવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ગુજરાત કોંગ્રેસનો ધડાકો, ઓનલાઇન શિક્ષણ મેળવતાં વિદ્યાર્થીઓ માત્ર 47 ટકા

રાજયના 38 કેન્દ્રો તથા 623 બિલ્ડિંગો અને 6192 બ્લોકમાં પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષાનું આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 1,08,869 વિદ્યાર્થીઓ પૈકી માત્ર 8890 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. આમ ઓગસ્ટમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ માત્ર 8.17 ટકા જ આવ્યું છે. જો કે વિકલાંગ ઉમેદવારોને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે. 20 ટકા પાસિંગ ધોરણનો લાભ મેળવી પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા 245 થાય છે.

કેટલા વિદ્યાર્થીઓ અને કેટલી વિદ્યાર્થીનીઓ

આ પરીક્ષામાં 74,082 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેમાંથી 64,801 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાર્થીઓમાંથી માત્ર 5207 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ટકાવારીની દ્દષ્ટિએ જોઇએ તો માત્ર 8.04 ટકા વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. તે જ રીતે 57,158 વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપવા માટે નોંધાઇ હતી. તેમાંથી 44,068 વિદ્યાર્થીનીઓએ જ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાર્થીઓ પૈકી માત્ર 3683 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા ઉત્તીર્ણ થઇ છે. એટલે કે ટકાવારીની રીતે જોઇએ તો માત્ર 8.36 ટકા વિદ્યાર્થીનીઓ જ પાસ થઇ છે. પરંતુ પાસ થનારાઓમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીઓની ટકાવારી વધુ છે.

આ પણ વાંચોઃ શાળાઓ ખોલવા મામલે ગુજરાત સરકારની સ્પષ્ટતા, વાલીઓની ચિંતા હળવી

17.54 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા જ ન આપી

કોરોના મહામારી વચ્ચે લેવાયેલી ધો.10ની પુરક પરીક્ષામાં 1,32,032 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેમાંથી 1,08,89 વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપી હતી. મતલબ કે 23,163 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ન હતી. નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓમાંથી ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓની ટકાવારી મુજબ 17.54 ટકા થાય છે.