Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > Telegramના CEOનું WhatsApp પર મોટું નિવેદન, ખૂબ જોખમી છે આ એપ

Telegramના CEOનું WhatsApp પર મોટું નિવેદન, ખૂબ જોખમી છે આ એપ

0
999

મેસેજિંગ એપ ટેલિગ્રામના CEO પાવેલ ડુરોવ (Pavel Durov)એ વ્હોટ્સએપ પર મોટું નિવેદન આપતા તેને ખતરનાક એપ્લિકેશન ગણાવી છે. તેમણે WhatsAppની જગ્યાએ લોકોને Telegramનો ઉપયોગ કરવા જણાવ્યું છે. જણાવી દઈએ કે, ડુરોવની આ સલાહ લોકપ્રિય શોપિંગ સાઈટ અમેઝોનના CEO જૈફ બેઝોસને ઉદ્દેશીને આપી છે અને લોકોને ટેલિગ્રામનો ઉપયોદ કરવાની સલાહ આપી છે.

જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા એવી વાતો થઈ હતી કે, Amazonના CEOનો ડેટા હૈક થઈ ગયો છે અને તેમના વ્હોટ્સએપ મેસજ પણ લીક થયા હતા. આજ કારણે તેમને બ્લેકમેઈલ કરવામાં આવી રહ્યા હતા અને આ માટે Appleની ઓપરેટિંગ સિસ્ટમને જવાબદાર ઠેરવવામાં આવી હતી.

હવે ટેલીગ્રામના CEOએ પાવેલ ડુરોવે Amazonના CEO જૈફ બેઝોસને વ્હોટ્સએપની જગ્યાએ મેસેજિંગ એપ ટેલીગ્રામનો ઉપયોદ કરવાની સલાહ આપી છે. ડુરોવે પોતાના બ્લોગમાં લખ્યું છે કે, WhatsAppમાં આ ખામી માત્ર IoS જ નહી, પરંતુ એન્ડ્રોઈડ અને વિન્ડોઝ ફોનમાં પણ છે. આથી આ ડિવાઈઝમાં વ્હોટ્સએપનો ઉપયોગ કરવો યુઝર્સ માટે જોખમી સાબિત થઈ શકે છે.

ડુરોવનું કહેવું છે કે, જો તમારા ફોનમાં WhatsApp ઈન્સ્ટોલ છે, તો તેમા પણ કરપ્ટ વીડિયો સાથે સંકળાયેલા ખામી જોઈ શકાય છે. જો જૈફ બેઝોસ પોતાના ફોનમાં Telegramનો ઉપયોગ કરી રહ્યા હોત, તો કોઈ તેમનું ડિવાઈસ હૈક કરીને તેમને બ્લેકમેલ ના કરી શકતું.

Durovએ વ્હોટ્સએપની ટીકા કરતા જણાવ્યું કે, WhatsApp પોતાના એન્ડ-ટૂ-એન્ડ ઈન્સ્ક્રીપ્શનનો ઘણો પ્રચાર કરે છે અને કંપનીનું કહેવું છે કે, આ ફિચર સિક્યોર છે. જો કે સચ્ચાઈ કંઈક અલગ જ છે. આ એવી કોઈ ટેકનિક નથી, જે યુઝર્સની પ્રાઈવસીની કોઈ ગેરન્ટી લઈ શકે. Durovએ પોતાના બ્લોગમાં જૈફ બેઝોસ ઉપરાંત અન્ય લોકોને પણ ટેલીગ્રામ એપનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.

Google લાવી રહ્યું છે નવુ ચૈટબૉટ MEENA, તમારી એકલતા કરશે દૂર