Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > JEE MAINS: તેલંગાણાના આદિવાસી અને સોશિયલ વેલફેરના 506 વિદ્યાર્થીઓ પાસ

JEE MAINS: તેલંગાણાના આદિવાસી અને સોશિયલ વેલફેરના 506 વિદ્યાર્થીઓ પાસ

0
390

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ સંયુક્ત પરીક્ષા JEE MAINSનું પરિણામ 29 એપ્રિલ, 2019ના રોજ જાહેર કરી દીધું છે. જેમાં અંદાજે 11 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરિણામમાં 16 વિદ્યાર્થીઓ એવા છે કે, જેમણે 100 ટકા પ્રાપ્ત થયા હોય. આ પેપરમાં પાસ થનાર 506 વિદ્યાર્થીઓ એવા છે, જે તેલંગાણાના આદિવાસી અને સોશિયલ વેલફેર સ્કૂલોમાંથી આવે છે.

આવું પ્રથમ વખત થયું છે કે, તેલંગાણા આદિવાસી કલ્યાણ આવાસીય શૈક્ષણિક સંસ્થા (TTWREIs) અને તેલંગાણા સમાજ કલ્યાણ આવાસીય શૈક્ષણિક સંસ્થા (TSWREIS) સાથે સંકળાયેલા 506 વિદ્યાર્થીઓએ JEE MAINSની પરીક્ષા પસાર કરી હોય. આ તમામ વિદ્યાર્થીઓ આ મહિનામાં યોજનારી JEE Advance માટે ક્વાલિફાય કરી લીધુ છે. આ તમામ 506 વિદ્યાર્થીઓમાંછી 307 સોશિયલ વેલફેર રેસિડેન્ટલ ઈન્સ્ટિટ્યૂશન અને 199 વિદ્યાર્થીઓ ટ્રાઈબલ વેલ્ફેર ઈન્સ્ટિટ્યૂશનથી છે. આ વિદ્યાર્થીઓ લાંબા સમયથી ગરીબી અને અભાવમાં જીવન વીતાવી રહ્યા છે.

સોશિયલ વેલફેર ઈન્સ્ટિટ્યૂશન: TTWREIs અને TSWREIS રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી આવાસીય કૉલેજ છે. તે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સમાજમાંથી આવતા વિદ્યાર્થીઓને શિક્ષા પૂરી પાડે છે.

આ અઘરી પરીક્ષા પાસ કરનારા 506 વિદ્યાર્થીઓ છેક અંતરિયાળ અને આદિવાસી ગામોમાંથી આવે છે. જેમના માતા-પિતા ખેતરોમાં મજૂર, શાક વેચીને કે છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

જણાવી દઈએ કે, JEE MAINS પરીક્ષાનો સ્કોર એનઆઈટી, IIIT, CFTI ખાનગી અન્જિનિયરિંગ અને આર્કિટેક્ટ કોલેજોમાં પ્રવેશ માટે લાગુ થાયું છે. JEE MAINSમાં ઓલ ઈન્ડિયામાં શુભમ ટૉપર છે અને તે ભવિષ્યમાં કોમ્પ્યુટર સાયન્સથી એન્જિનિયરિંગ કરવા માંગે છે.