નવી દિલ્હી: તેલંગાણા પોલીસે કહ્યુ કે રાજ્યની સત્તા પર રહેલી પાર્ટીના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ મામલે એક ફાર્મ હાઉસમાંથી ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. સાઇબરાબાદ પોલીસના વડા સ્ટીફન રવિદ્રા અનુસાર, તેલંગાણા રાષ્ટ્ર સમિતી (TRS)ના ચાર ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો જેમણે આ મામલે પોલીસને જાણ કરી હતી. તે બાદ કાર્યવાહી કરતા ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે.
Advertisement
Advertisement
ધારાસભ્યોએ પોલીસને જાણ કરી
આ ડીલમાં સામેલ મુખ્ય વ્યક્તિને 100 કરોડ રૂપિયાથી વધુ મળવાના હતા, જ્યારે દરેક ધારાસભ્ય માટે 50-50 કરોડ રૂપિયા નક્કી હતા. જાણકારી મળ્યા બાદ પોલીસે અજીજનગર સ્થિત એક ફાર્મ હાઉસ પર રેડ કરી હતી. ધારાસભ્યોએ પોલીસને જાણ કરી હતી કે તેમણે પાર્ટી બદલવા માટે લાલચ અને લાંચ આપવામાં આવી રહી છે, તેમણે ઘણા પૈસા, કેટલાક કરાર અને પદોની લાલચ આપવામાં આવી રહી છે.
ત્રણ લોકોની અટકાયત
અટકાયતમાં લેવામાં આવેલા ત્રણ લોકોની ઓળખ હરિયાણાના એક પુજારી સતીશ શર્મા ઉર્ફ રામચંદ્ર ભારતી, તિરૂપતિના એક સંત ડી સિમ્યાજી અને એક વેપારી નંદકુમાર તરીકે થઇ હતી. આ ફેક ઓળખના આધાર પર હૈદરાબાદ આવ્યા હતા. જે ધારાસભ્યોને પાર્ટી બદલવા માટે લાલચ આપવામાં આવી રહી હતી તેમાં ગા કાંથા રાવ, બીરમ હર્ષવર્ધન રેડ્ડી, પાયલટ રોહિત રેડ્ડી અને ગુવવાલા બલારાજૂ સામેલ છે.
ભાજપ પર ‘ઓપરેશન લૉટસ’નો આરોપ
આ તમામ લોકો તંડુરના ધારાસભ્ય પાયલટ રોહિત રેડ્ડીના ફાર્મ હાઉસ પર મળ્યા હતા. પોલીસે રેડ્ડીનું નામ ફરિયાદ કરનાર તરીકે દાખલ કર્યુ છે. આ ઘટના બાદ ચારેય ધારાસભ્યોને મુખ્યમંત્રીના ઘરે લઇ જવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે ઘણા સમયથી ભાજપ પર આરોપ લાગી રહ્યા છે કે તે તેલંગાણામાં ઓપરેશ લૉટસને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યુ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 25 ટકા નવા ચહેરા પર દાંવ રમશે ભાજપ, કેટલાક ધારાસભ્યોની ટિકિટ કપાશે!
ભાજપે સરકાર પર ડ્રામા રચવાનો આરોપ લગાવ્યો
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા ભાજપ તરફથી કહેવામાં આવ્યુ કે મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ અને તેમની પાર્ટી અસલ મુદ્દાથી ધ્યાન ભટકાવવા માટે હૉર્સ ટ્રેડિંગનો ડ્રામા રચી રહી છે. ભાજપના નેતાઓએ કહ્યુ હતુ કે TRS પછડાઇ રહી છે, માટે તે ડ્રામા રચી રહી છે. આ પહેલા ઓગસ્ટમાં એક ભાજપના નેતાએ TRSના 18 ધારાસભ્યોના જલ્દી ભાજપમાં સામેલ થવાનો દાવો કર્યો હતો, તે બાદ પણ ઘણો વિવાદ થયો હતો.
આ મહિને રાષ્ટ્રીય સ્તર પર લૉન્ચ થઇ TRS
રાવે આ મહિને પોતાની પાર્ટીનો દાયરો વધારતા તેને રાષ્ટ્રીય સ્તર પર લૉન્ટ કરી દીધી છે, તેમણે કહ્યુ હતુ કે હવે તેલંગાણા રાષ્ટ્ર સમિતીને ભારત રાષ્ટ્ર સમિતી (BRS)ના નામથી ઓળખવામાં આવશે.
Advertisement