Gujarat Exclusive > દેશ-વિદેશ > વાયુસેનાને મળશે 83 તેજસ જેટ, સરકારે ડીલને આપી મંજૂરી

વાયુસેનાને મળશે 83 તેજસ જેટ, સરકારે ડીલને આપી મંજૂરી

0
33

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને તેજસની ખરીદી સંબંધિત જાણકારી આપી Tejas Fighter Jet

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં ભારતીય વાયુસેના માટે 73 લાઇટ ફાઇટર જેટ Mk-1A તથા 10 તેજસ Mk-1 ટ્રેનિંગ વિમાનોને ખરીદવાની મંજૂરી આપી દીધી છે. તેમાં 45,696 કરોડ રૂપિયા ખર્ચ થશે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડિઝાઇન અને વિકાસ માટે 1202 કરોડ રૂપિયાનો ખર્ચ પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે લાઇટ કોમ્બેટ Mk-1A વેરિઅન્ટ દેશમાં ડિઝાઇન, વિકસિત અને નિર્માણ કરવામાં આવેલ આધુનિક પેઢીના ફાઇટર જેટ છે. ફાઇટર જેટને બેંગ્લુરુના હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને તેજસની ખરીદી સંબંધિત જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે લાઇટ ફાઇટર જેટ તેજસ આગામી વર્ષોમાં IAFના કાફલાનો મોટો આધારસ્તંભ બનવા જઇ રહ્યો છે. LCA તેજસમાં નવી ટેક્નોલોજી સામેલ છે. Tejas Fighter Jet

લાઇટ ફાઇટલ જેટ તેજસ ક્રિટિકલ ઓપરેશન ક્ષમતા માટે ઇલેક્ટ્રોનિક તરીકે સ્કેન રડાર, બિયાંડ વિજ્યુઅલ રેન્જ (BVR) મિસાઇલ, ઇલેક્ટ્રોનિક વારફેર સુઇટ અને એર ટૂ એર રિફ્યૂલિંગ જેવી સુવિધાઓથી સજજ કરવામાં આવ્યા છે. હાલમાં તે 50 ટકા સ્વદેશી છે, જે બાદમાં વધી 60 ટકા થઇ જશે. આ ઓર્ડરથી આત્મનિર્ભર અભિયાનને વેગ મળશે. Tejas Fighter Jet

આ પણ વાંચો: શીતલ આઇસ્ક્રીમનો માલિક લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસના સકંજામાં ધરાયો

કેબિનેટે એક પ્રોજેક્ટ હેઠળ વાયુસેનાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટને પણ મંજૂરી આપી છે, જેથી તેઓ પોતાના બેસ ડેપોની રિપેરિંગ અથવા સર્વિસિંગ કરાવી શકે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ભારત સતત સંરક્ષણ ક્ષેત્રમાં અદ્યતન, અત્યાધુનિક તકનીકીઓ અને સિસ્ટમોની રચના, વિકાસ અને ઉત્પાદન તરફ સતત આગળ વધી રહ્યું છે. Tejas Fighter Jet

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9