Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > બાલાસિનોરમાં મોબાઈલની બેટરી ફાટતાં કિશોરના ટેરવા કપાયા

બાલાસિનોરમાં મોબાઈલની બેટરી ફાટતાં કિશોરના ટેરવા કપાયા

0
2

ગુજરાતમાં કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા ઓનલાઈન અભ્યાસ કરાવવા માટેની સૂચના આપવામાં આવી હતી. ત્યારે ઓનલાઈન અભ્યાસને લઈ બાળકોમાં મોબાઈલ ફોનમાં ગેમ રમવાના રવાડે ચઢી ગયા હોવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે બાળકના હાથમાં મોબાઈલ ફોન ફાટ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બાલાસિનોરમાં મોબાઈલ ફાટતા તેની ટેરવા કપાઈ ગયા હતા.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, બાલાસિનોરના ધનેલામાં મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને કિશોર ગેમ રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક મોબાઈલની બેટરીમાં બ્લાસ્ટ થતા કિશોરના હાથ પર ગંભીર ઈજા પહોંચી હતી. મોબાઈલમાં બ્લાસ્ટ થતાં કિશોરના હાથની ચાર આંગળીઓના ટેરવા કપાઈ ગયા હતા. જેની જાણ થતાં તેના પરિવારજનો તેને તાત્કાલીક બાયડ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આજના સમયમાં બાળકો નાની ઉંમરમાં મોબાઈલનો ઉપયોગ કરતાં થઈ ગયા છે. જો કે નાના બાળકો તેની આડઅસર વિશે જાણતા નથી હોતા. વર્તમાન સમયમાં માસૂમ બાળકો ફ્રી ફાયર સહિત અનેક પ્રકારની મોબાઈલ ગેમના રવાડે ચડી રહ્યાં છે. પોતાના અભ્યાસ અને ઘરના કામકાજને છોડીને નાના-નાના બાળકો આવી ગેમો રમવા લાગી જાય છે. તેઓ ગેમ રમવામાં એટલા ખોવાઈ જાય છે કે, પોતાનું માનસિક સંતુલન પણ ગુમાવી બેસે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat

(પ્રતિકાત્મક તસવીર)