Gujarat Exclusive > દેશ-વિદેશ > ઘોર કળિયુગ..! 10 વર્ષના પ્રેમીથી સગીરા થઈ ગર્ભવતી, ડૉક્ટર દંગ- પરિવાર પરેશાન

ઘોર કળિયુગ..! 10 વર્ષના પ્રેમીથી સગીરા થઈ ગર્ભવતી, ડૉક્ટર દંગ- પરિવાર પરેશાન

0
5021

મોસ્કો: દરેક સ્ત્રીના જીવનમાં ગર્ભાવસ્થા એ એક ખુબ જ મહત્વનો સમયગાળો છે. દરેક સ્ત્રી જયારે પ્રથમ વખત માતા બનવાની હોય, ત્યારે તેના મનમાં અનેક પ્રશ્નો ઉદભવે છે. જો કે કોઈ સ્ત્રી ગર્ભ ધારણ કરે, તે સમજી શકાય છે, પરંતુ રશિયામાંથી એક ચોંકવાનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેગ્નેન્ટ થયા બાદ એક 13 વર્ષની સગીરાએ જણાવ્યું કે, તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળકનો પિતા તેનો 10 વર્ષનો પ્રેમી છે. આ સગીરાએ જણાવ્યું કે, તે એક વર્ષ પહેલા કિશોરને મળી હતા અને બન્ને પહેલી નજરમાં એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.

ડરિયા અને ઈવાન નામનું આ કપલ રશિયાના Zheleznogorsk શહેરનું છે. એક TV શૉમાં બન્ને બાળકોએ ભાગ લીધો અને પોતાના સબંધો સાથે સંકળાયેલા તમામ પ્રશ્નોનો જવાબ આપ્યો. “The Rossiya 1” ચેનલના શૉ “Father at 10!”માં તેમની કહાની દર્શાવવામાં આવી છે.

જો કે ઈવાનની તપાસ કરનારા ડૉક્ટરો ઈવગિની ગ્રેકોવે જણાવ્યું કે, તે સ્પર્મ પ્રોડ્યુસ કરવા માટે હજુ પુખ્ત નથી થયો. આથી તે બાળકનો પિતા ના હોઈ શકે. જો કે સગીરા ડરિયા આ વાતનો ઈન્કાર કર્યો કે, તેનો કોઈ અન્ય પાર્ટનર હતો. એક સાઈક્લોજિસ્ટે પણ સગીરાની વાત પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પેરેન્ટ્સની સહમતિ બાદ બન્ને બાળકો ‘Father at 10!? TV શૉમાં સામેલ થયા હતા. પેરેન્ટ્સે બાળકોની મેડિકલ તપાસની પણ મંજૂરી આપી હતી. આ કપલને લઈને સ્થાનિક બુદ્ધિજીવીઓમાં ગંભીર ચર્ચાઓ થઈ રહી છે.

8 સપ્તાહની પ્રેગ્નેનટ ડરિયા અને તેની માતા ગર્ભમાં ઉછરી રહેલા બાળકને રાખવા માંગે છે. ડરિયાની 35 વર્ષની માતા એલેનાએ જણાવ્યું કે, તેમની પુત્રીએ જાતે જ પોતાનો સબંધ સ્વીકાર્યો છે.

બીજી તરફ કિશોર ઈવાનની માતાને પણ લાગે છે કે, મારો પુત્ર સાચુ બોલી રહ્યો છે કે, તેજ બાળકનો પિતા છે. તેણીએ જણાવ્યું કે, હું સમજું છું, કે તેને પોતાને આ વાતનો ખ્યાલ નહી હોય. તે હજુ બાળક છે, ભલે તે પોતાને પુખ્ત સમજતો હોય.

ડરિયાએ જણાવ્યું કે, તે અને તેનો બોયફ્રેન્ડ એકબીજાનો સંપૂર્ણ ખ્યાલ રાખીએ છીએ. બન્ને જણાએ સોશિયલ મીડિયા પર પોતાને પરણિત જાહેર કર્યા છે. જો કે આ કપલને સ્થાનિક લોકોના આક્રોશનો સામનો પણ કરવો પડી રહ્યો છે. (Photo Source: Web/news.yahoo.com)

CAA-NRCના પગલે ભારતના 20 કરોડ મુસ્લિમ ભયભીત: ધી ઈકોનૉમિસ્ટ