એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ‘ક્યા જાનતે હો તુમ પઠાણ કે બારે મે..?’ શાહરૂખ ખાનના જન્મ દિવસે કિંગ ખાને ફેન્સને સરપ્રાઇઝ આપી છે. શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણનું ટીઝર રીલિઝ કરવામાં આવ્યુ છે. આ ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરીમાં થિયેટરમાં રીલિઝ થશે.
Advertisement
Advertisement
શાહરૂખ ખાને ફેન્સને આપી ટ્રીટ
શાહરૂખ ખાનની મચ-અવેટેડ ફિલ્મ પઠાણના ફેન્સ રાહ જોઇ રહ્યા છે પરંતુ પોતાના બર્થ ડેના દિવસે કિંગ ખાને ફેન્સને પઠાણની ઝલક બતાવીને ટ્રીટ આપી છે. 2 નવેમ્બરે શાહરૂખ ખાનના બર્થ ડેના પ્રસંગે પઠાણનું ટીઝર રીલિઝ કરવામાં આવ્યુ છે.
શાહરૂખ ખાને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પઠાણનું ટીઝર શેર કર્યુ છે. શાહરૂખ ખાને કેપ્શનમાં લખ્યુ- અપની કુર્સી કી પેટી બાંધ લીજિએ. પઠાણ કા ટીઝર આ ગયા હૈ..બિગ સ્ક્રીન પર 25 જાન્યુઆરી 2023ના દિવસે પઠાણની ઉજવણી કરી શકશે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રીલિઝ થઇ રહી છે.
Apni kursi ki peti baandh lijiye…#PathaanTeaser OUT NOW! Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you on 25th January, 2023. Releasing in Hindi, Tamil and Telugu. @deepikapadukone | @TheJohnAbraham | #SiddharthAnand | @yrf pic.twitter.com/eZ0TojKGga
— Shah Rukh Khan (@iamsrk) November 2, 2022
શાહરૂખ ખાન સાથે દીપિકાની કેમેસ્ટ્રી જોવા મળશે
ટીઝરમાં દીપિકા પાદુકોણનો કિલર અંદાજ પણ જોવા લાયક છે. શાહરૂખ ખાન અને દીપિકાની કેમેસ્ટ્રીની ટીઝરમાં ઝલક દેખાય છે પરંતુ કેટલીક સેકન્ડની બન્ને સિજલિંગ કેમેસ્ટ્રીએ ફેન્સની ધડકન વધારી દીધી છે. બીજી તરફ જોન અબ્રાહણ પણ ટીઝરમાં સ્ટેન્ડ આઉટ કરી રહ્યો છે. શાહરૂખ ખાન એંગ્રી લુકમાં જોવા મળે છે તો જોન અબ્રાહમનો શાંત સ્વભાવ ટીઝરમાં ઇમોશન્સ બેલેન્સ કરી રહ્યો છે.
Advertisement