Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ધવનના ધુરંધરોએ કર્યો વનડે સિરીઝ પર કબ્જો, શ્રીલંકામાં સતત 10મી જીત

ધવનના ધુરંધરોએ કર્યો વનડે સિરીઝ પર કબ્જો, શ્રીલંકામાં સતત 10મી જીત

0
65

ભારતના શ્રીલંકા વનડે સિરીઝની બીજી મેચમાં માત આપી દીધી છે. કોલંબોમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 3 વિકેટથી જીત નોંધાવી હતી. આ સાથે જ વનડે સિરીઝ પર પણ કબ્જો કરી લીધો છે. ત્રણ મેચોની સિરીઝમાં તે 2-0થી આગળ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાની જીતનો હિરો દિપક ચાહર રહ્યો. તેમને 69 રનોની અણનમ ઈનિંગ રમી હતી.

મેચની વાતત કરીએ તો શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. અવિષ્કા ફર્નાન્ડો અસલંકાની અધર્શતકની મદદથી શ્રીલંકાએ 50 ઓવરમાં 9 વિકેટના નુકશાન પર 275 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયાએ 276 રનોનો લક્ષ્યાંક 49.1 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને મેળવ્યો હતો.

ભારતની ઈનિંગ

ભારતની શરૂઆત ખુબ જ ખરાબ રહી. ઓપનર પૃથ્વી શો 13 અને ઈશાન કિશન માત્ર એક રન બનાવીને આઉટ થયો. કેપ્ટન શિખર ધવન પણ 29 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. તે પછી મનીષ પાંડે અને સૂર્યકુમાર યાદવે ઈનિંગને સંભાળી હતી.

પાંડે સારી બેટિંગ કરી રહ્યાં હતા પરંતુ 37 રનોના વ્યક્તિગત સ્કોર પર રન આઉટ થઈ ગયો. શનાકાની જ ઓવરમાં હાર્દિક પંડ્યા પણ આઉટ થઈ ગયો અને તે ખાતું પણ ખોલી શક્યા નહતા. જોકે, સૂર્યકુમાર યાદવે તાબડતોડ ઈનિંગ રમી અને સ્પિનર્સ વિરૂદ્ધ કમાલનો શોટ્સ રમ્યા હતા. મુંબઈના આ બેટ્સમેને માત્ર 42 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી હતી.

ભારતીય ટીમની જીત સૂર્યકુમાર યાદવ અને દીપક ચાહરની અર્ધશતકીય ઈનિંગે અપાવી હતી. સૂર્યકુમારે વન-ડે કરિયરની પ્રથમ અર્ધશતક ફટકારતા 53 રન બનાવ્યા. જ્યારે દીપક ચાહરે પણ પ્રથમ વખત વનડેમાં અર્ધશતક લગાવવાનું કારનામુ કર્યું અને ટીમ ઈન્ડિયાને શાનદાર જીત અપાવી હતી.

શ્રીલંકામાં સતત 10મી જીત

ટીમ ઈન્ડિયા વનડે ફોર્મેટમાં 2012થી શ્રીલંકામાં એક પણ મેચ હાર નથી. તે 24 જૂલાઈ, 2012 પછી શ્રીલંકાને એક પણ મેચ જીતવા દીધી નથી. ભારતીય ટીમ શ્રીલંકન ધરતી પર સતત 10 વનડે મેચોમાં જીત નોંધાવી ચૂકી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat