Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, ટી-20, વનડે અને ટેસ્ટ માટે ટીમની પસંદગી

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, ટી-20, વનડે અને ટેસ્ટ માટે ટીમની પસંદગી

0
186
  • ફિટનેસને કારણે રોહિત શર્મા ટીમમાંથી બહાર

  • કેએલ રાહુલ વાઇસ કેપ્ટન કમ વિકેટ કિપર

  • સંજુ સેમસન, વરુણ ચક્રવર્તીને મળી તક

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડની સીનિયર પસંદગી સમિતિએ સોમવારે ઓસ્ટ્રેલિયાના આગામી પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી કરી લીધી છે. વીડિયો કોન્ફ્રેન્સના માધ્યમથી સમિતિએ બેઠક બોલાવી હતી. ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ ટી-20, ત્રણ વનડે અને ચાર ટેસ્ટ મેચ રમશે. ફિટનેસના કારણે રોહિત શર્માને ટીમમાં જગ્યા મળી નથી.

ભારતને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ત્રણ ટી-20, ત્રણ વનડે અને ચાર ટેસ્ટ મેચ રમવાની છે. પહેલી બે વનડે સિડની ક્રિકેટ મેદાન પર 27 અને 29 નવેમ્બરે થશે, તે પછી છેલ્લી વનડે કેનબરા (1 ડિસેમ્બર)ના મનુકા ઓવલમાં રમાશે. પ્રથમ ટી-20 પણ કેનબરા (4 ડિસેમ્બર)માં રમાશે, તે પછી છેલ્લી બે ટી-20 સિડની (6 અને 8 ડિસેમ્બર)માં રમાશે.

ટીમ ઇન્ડિયા- T20 ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન અને વિકેટકીપર), શ્રેયસ અય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજૂ સેમસન (વિકેટ કિપર), રવિન્દ્રા જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મો. શમી, નવદીપ સૈની, દીપક ચાહર, વરુણ ચક્રવર્તી

આ પણ વાંચો: IPL Playoff: 5 નવેમ્બરથી, પ્રથમ ક્વોલિફાયર અને ફાઇનલ દુબઇમાં રમાશે

ટીમ ઇન્ડિયા- વનડે ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન અને વિકેટકીપર), શ્રેયસ અય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ, રવીન્દ્રા જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મો. શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર

પિંક બોલ ટેસ્ટ 17થી 21 ડિસેમ્બર સુધી એડિલેડમાં સફેદ લાઇટમાં રમાશે. જો કોવિડ-19 સ્થિતિના કારણે મેલબોર્નના અધિકારીઓ એમસીજીમાં મેચ રમવાની પરવાનગી નહીં આપે તો 26 ડિસેમ્બરથી શરૂ થનાર બોક્સિંગ ડે ટેસ્ટ એડિલેડમાં પણ રમાઇ શકે છે.

સિડનીમાં નવા વર્ષ ટેસ્ટ (New Year Test)ને 7થી 11 જાન્યુઆરી સુધી વધારી દીધી છે, જે પછી ટીમ 15 જાન્યુઆરીથી શરૂ થનારી ચોથી અને અંતિમ ટેસ્ટ માટે બ્રિસ્બેન (15-19 જાન્યુઆરી) પહોંચી જશે.

આ પણ વાંચો: RCB vs CSK: બેંગ્લુરુને પ્લેગ્રુપ માટે રાહ જોવી પડશે, ચેન્નાઇની 8 વિકેટે જીત

ટીમ ઇન્ડિયા- ટેસ્ટ ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, કેએલ રાહુલ (વિકેટકીપર), ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), હનુમા વિહારી, શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, મો. શમી, ઉમેશ યાદવ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, મો. સિરાજ

ચાર વધારાના બોલર- કમલેશ નાગરકોટી, કાર્તિક ત્યાગી, ઈશાન પોરેલ અને ટી. નટરાજન- ભારતીય દળ સાથે યાત્રા કરશે.