- 17 જાન્યુઆરી શુક્રવારથી બ્રિસ્બન ગાબામાં ચોથી ટેસ્ટ રમાશે
- BCCIએ ટ્વીટ કરી- સિડનીમાં શાનદાર જુસ્સો દેખાડી ફરી એકજૂટ થવાનો સમય
બ્રિસ્બનઃ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ઇજાગ્રસ્ત ખેલાડીઓની સમસ્યા સાથે ટીમ ઇન્ડિયાએ બુધવારે ગાબા મેદાનમાં પ્રક્ટિસ (Team India Practice)શરુ કરી હતી. આ સાથે BCCIએ સિડનીમાં જોરદાર જુસ્સો દેખાડનાર ખેલાડીઓને ચોથી ટેસ્ટ માટે સજ્જ થવા ટ્વીટ કરી છે.
ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ બુધવારે ગાબામાં પ્રથમ પ્રેક્ટિસ (Team India Practice)સેસનમાં ભાગ લીધો હતો. મેનેજમેન્ટને 17મીથી શરૂ થનારી ચોથી અને અંતિમ ટેસ્ટમાં 11 ફિટ ઉતારવાની આશા છે.
આ પણ વાંચોઃ શ્રેષ્ઠ કેપ્ટન કોણ? ICCના પોલમાં કોહલી અને ઇમરાન ખાન વચ્ચે થઇ કાંટાની ટક્કર
After an epic fightback in Sydney, it is time to regroup. We have begun our preparations for the final Test at the Gabba! #TeamIndia #AUSvIND pic.twitter.com/oAUJboM5bH
— BCCI (@BCCI) January 13, 2021
બુમરાહ પણ મેદાનમાં હતો Team India Practice news
ત્રીજી ટેસ્ટમાં પેટમાં તાણને કારણે ઇજા પામેલો ઝડપી બોલર જસ્પ્રીત બુમરાહ પણ મેદાન (Team India Practice)માં દેખાયો હતો. જો કે તેણે પ્રેક્ટિસવાળો ડ્રેસ પહેર્યો નહતો. તે બોલિંગ કોચ ભરત અરુણ સાથે વાતચીત કરી રહ્યો હતો. જ્યારે કેપ્ટન અજિંકય રહાણે રોહિત શર્મા, શુભમન ગિલ સહિતના ખેલાડીઓ પ્રેક્ટિસમાં ભાગ લેતા જોવા મળ્યા હતા.
ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ(BCCI) ટ્વીટ કરી લખ્યુ કે-
“સિડનીમાં શાનદાર જુસ્સો દેખાડ્યા બાદ ફરીથી એકજૂટ થવાનો સમય છે. અમે ગાબામાં અંતિમ ટેસ્ટની તૈયારીઓ શરૂ કરી દીધી છે.”
ચાઇનમેન કુલદીપ પણ દેખાયો
ચાઇનામેન તરીકે જાણીતો સ્પિનર કુલદીપ યાદવ પણ પ્રેક્ટિસ (Team India Practice)કરતો દેખાયો હતો. તેથી ચોથી ટેસ્ટમાં તેના સમાવેશની સંભાવના વધી ગઇ છે. કારણ કે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત હોવાથી તેનું સ્થાન કુલદીપ ભરી શકે છે.
પ્રેક્ટિસમાં નવા બોલરો શાર્દૂલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદર પણ પરસેવો (Team India Practice) પાડતા દેખાયા. ગાબામાં ફાઇનલ ઇલેવનમાં ટી. નટરાજન કે શાર્જૂલ ઠાકૂરના સમાવેશની સંભાવના છે. જેનાથી મુહમ્મદ સિરાજ અને નવદીપ સૈનીને બોલિંગમાં સપોર્ટ મળે.
આ પણ વાંચોઃ ટીમ ઇન્ડિયા બ્રિસબેનમાં ‘કેદ’, ગાંગુલી-જય શાહે હસ્તક્ષેપ કર્યો
ભારતને શ્રેણી જીતવાની તક
ભારતને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં શ્રેણી જીતવાની તક છે. હાલ બંને ટીમો 1-1થી બરોબરી પર છે. પ્રથમ એડિલેડની ડે-નાઇટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટે વિજય મેળવ્યો હતો. બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ બદલો લઇ હરિફ ટીમને 8 વિકેટે જ હરાવી હતી.
જ્યારે ખેલાડીઓની ઇજા છતાં ત્રીજી ટેસ્ટમાં ભારતે માત્ર હારને ટાળ્યું જ નહીં પણ ચોથા દાવમાં 338 રન કરી મેચને બચાવી લીધી હતી. જે સામાન્ય રીતે શક્ય નહતું. કારણે જીતવા માટે 407 રન કરવાના હતા.
નવોદિતોના હાથમાં આક્રમણ, સંભવતઃ પહેલી વખત હશે
ટીમ ઇન્ડિયા માટે કદાચ પહેલી વખત હશે, જ્યારે નવોદિત બોલરો બોલિંગ આક્રમણ સંભાળશે. કારણ કે વર્ષોથી આવું થવાનું જણાયું નથી.
ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પણ મેદાનમાં ખેલાડીઓ સાથે હતા. તે ઉપરાંત શાસ્ત્રીના સાથી કોચની ટીમમાં ભરત અરુણ ઉપરાંત બેટિંગ કોંચ વિક્રમ રાઠોર અને ફિલ્ડીંગ કોચ આર. શ્રીધર પણ ખેલાડીઓ સાથે હતા. તેમણે પરસ્પર પણ ઘણી ચર્ચા કરી હતી.
આ પણ વાંચોઃ INDvsAUS:અરે રે, એક આખી ‘ઘાયલ ઇલેવન’ બનશે કે શું? બુમરાહ પણ બહાર
ટીમ ઇન્ડિયા સામે ઇજાગ્રસ્ત ખેલાડી સમસ્યા
હાલમાં ટીમ ઇન્ડિયાને ઇજાગ્રસ્ત ખેલાડીઓની સમસ્યા સતાવી રહી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ શરૂ થાય તે પહેલાં જ મુખ્ય બોલરો ઇશાંત શર્મા અને ભુવનેશ્વર કુમાર ઇજાને લીધે ટીમમાં સામેલ થઇ શક્યા નહીં. જ્યારે પ્રથમ ટેસ્ટમાં હાથમાં ઇજા થતાં મુહમ્મદ શમી અને પછી ઉમેશ યાદવ પણ માંસપેશીઓ ખેંચાઇ જતાં ટીમમાંથી આઉટ થઇ ગયા.
ત્રીજિ ટેસ્ટ પુરી થતા સુધીમાં તો અજય જાડેજા, ઋષભ પંત, હનુમા વિહારી અને અશ્વિન પણ અનફિટ થઇ ગયા. જ્યારે ચોથી ટેસ્ટની તૈયારી વખતે મયંક અગ્રવાલને પણ હાથમાં ઇજા થઇ ગઇ.