પાકિસ્તાન સામેની હાર બાદ આજે ભારતની ન્યુઝિલેન્ડ સામે પણ શરમજનક હાર થઈ છે. ન્યુઝિલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, ભારતે ખુબ જ ઓછા રનમાં 4 વિકેટ ગુમાવી હતી અને ભારતનું આજે શરુઆતથી જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું.
विज्ञापन वीर गए #kohli#T20WorldCup pic.twitter.com/DySPZA6nEB
— VIR🅰️L शर्मा 🇮🇳 (@Viral_Sharma_) October 31, 2021
જો કે, ભારતની આજની હાર બાદ તમામ સ્ટાર બેટ્સમેનો સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યા છે. અને લોકો તેમના ફોટા પોસ્ટ કરી કોમેન્ટ કરી રહ્યા છે.
#INDvsNZ
Only this coin can help Virat Kohli to win the toss 🙂 pic.twitter.com/3tFGVmptac— Akshat OM (@AkshatOM3) October 31, 2021
એક સોશિયલ મીડિયા યુઝરે સોલા ફિલ્મનો બચ્ચન અને ધર્મેન્દરનો સિક્કો ઉછાળતો ફોટો નાખી તેના પર લખ્યું છે કે, “આ સિક્કો જ વિરાટ કોહલીને ટોસ જીતવામાં મદદ કરી શકે છે”. તો બીજા એક યુઝરે ધમાલ ફિલ્મનો ફોટો નાખી રોહિત શર્માની મજાક ઉડાવી છે. તો અન્ય એક યુઝરે વિરાટ કોહલીને જમીન પર સુતો છે અને અનુષ્કા શર્મા તેની પાસે ગમગીન બેઠી છે અને તેના પર કોમેન્ટ લખી છે કે, “विज्ञापन वीर गए”.
Boult – Rohit – Southee pic.twitter.com/aZ6SfYmGjC
— ojas (@Ojasism) October 31, 2021
ત્રીજી ઓવરમાં ઇશાન કિશન ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં માત્ર 4 રને આઉટ થયો હતો. કિશનના આઉટ થયા બાદ એડમ મિલ્ને એ બીજા જ બોલ પર રોહિત શર્માનો આસાન કેચ છોડ્યો હતો. છઠ્ઠી ઓવરમાં ટિમ સાઉથીએ કેએલ રાહુલ (18)ને આઉટ કરતાં ટીમ ઈન્ડિયાને બીજો ફટકો આપ્યો.