Gujarat Exclusive > દેશ-વિદેશ > UPમાં પંચાયત ચૂંટણીની ડ્યૂટીમાં લાગેલા 577 શિક્ષકોના કોરોનાથી મોત, શિક્ષણ સંઘનો દાવો

UPમાં પંચાયત ચૂંટણીની ડ્યૂટીમાં લાગેલા 577 શિક્ષકોના કોરોનાથી મોત, શિક્ષણ સંઘનો દાવો

0
54

લખનઉ: ઉત્તર પ્રદેશ પંચાયત ચૂંટણીમાં આખરી તબક્કાનું આજે મતદાન સમાપ્ત થઈ રહ્યું છે. કોરોના કાળમાં યોજાયેલી આ ચૂંટણી દરમિયાન અત્યાર સુધીમાં 577 શિક્ષકોના મોત થઈ ચૂક્યાં છે. આ દાવો રાજ્ય શિક્ષક સંગઠને કર્યો છે. અગાઉ એક અખબારે પણ પંચાયત ચૂંટણી દરમિયાન 135 પોલિંગ ઑફિસરોના મોતના સમાચાર છાપ્યાં હતા. જેના પર અલાહાબાદ હાઈકોર્ટે સંજ્ઞાન લીધુ હતું. UP Panchayat Polls

રાજ્ય શિક્ષક સંગઠને ઉત્તર પ્રદેશ ચૂંટણી પંચને એવા 577 શિક્ષકોની યાદી મોકલી છે. જેમના મોત પંચાયતની ચૂંટણીમાં ફરજ બજાવ્યા બાદ થઈ છે. આ લિસ્ટ સોંપ્યા બાદ હવે રાજ્ય શિક્ષક સંગઠને બીજી મેના રોજ યોજાનારી મતગણતરી રદ્દ કરવાની માંગ કરી છે. જો કે ચૂંટણી પંચ તરફથી મતગણતરી ટાળવા અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

આ પણ વાંચો:  ઉત્તર પ્રદેશમાં વીકેન્ડ લૉકડાઉન લંબાયુ, હવે મંગળવાર સુધી બધુ રહેશે બંધ UP Panchayat Polls

આ અંગે ઉત્તર પ્રદેશ શિક્ષક મહાસંઘના અધ્યક્ષ દિનેશચંદ્ર શર્માએ જણાવ્યું કે, પંચાયત ચૂંટણીના નામે રાજ્યના ચૂંટણી પંચે 71 જિલ્લાઓમાં 577 બેઝિક શિક્ષકોને સંક્રમિત કરી નાંખ્યા. અમે તેમનું નામ ચૂંટણી પંચને સોંપી રહ્યાં છે. અગાઉ સરકાર તરફથી તમામ DM, SP અને જિલ્લા ચૂંટણી અધિકારીને પણ એક સર્ક્યૂલર મોકલવામાં આવ્યો હતો.

ઉત્તર પ્રદેશ સરકાર તરફથી મોકલવામાં આવેલા આ સર્ક્યુલરમાં સ્પેશિયલ વર્ક ઑફિસર એસકે સિંહે તમામ DM, SP અને જિલ્લા ચૂંટણી અધિકારીને પોતાના જિલ્લામાં કોરોના સંક્રમિત થવાથી શિક્ષકોના મોતના દાવાની તપાસ કરવા કહ્યું હતું. UP Panchayat Polls

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat