Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > Tea stall બંધઃ ‘ચાય પે ચર્ચા’ના નામે વોટ લઇ તેની ખો કાઢી નાંખી : કોંગ્રેસ

Tea stall બંધઃ ‘ચાય પે ચર્ચા’ના નામે વોટ લઇ તેની ખો કાઢી નાંખી : કોંગ્રેસ

0
275
 • Tea stall ચાલકો સામે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ઝુંબેશ
 • SOPનું પાલન કરવું અઘરું જ નહીં બલ્કે અશક્યઃ દિનેશ શર્મા

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન (AMC)ના ભાજપના સત્તાધીશો “ચાની કીટલી (Tea stall), ચાવાળા અને ચાય પે ચર્ચા”ના નામે વોટ લીધાં અને હવે ચાની કિટલીવાળાઓની જ ખો કાઢી નાંખે તેવા નિયમો બનાવ્યા હોવાનું અમદાવાદ મ્યુનિ. વિપક્ષના નેતા દિનેશ શર્માએ જણાવ્યું છે.

અમદાવાદ મ્યુનિ. ના વિપક્ષના નેતા દિનેશ શર્માએ વધુમાં ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું છે કે,

“અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધીશોએ આજે શનિવારે ચાની કિટલીઓ અને ટી સ્ટોલ માટે SOP જાહેર કરી છે. પણ નિયમો એટલા અધરા બનાવ્યા છે તેનો અમલ કરવો શક્ય નથી. અમદાવાદ મ્યુનિ.એ ચાની કિટલી ઉપર ચર્ચા બંધ કરાવી દીધી છે એટલે કે, ચાની કિટલીવાળા ગ્રાહકોને વાતચીત કરતા ગ્રાહકોને રોકે તો સંઘર્ષ થવાના ચાન્સ વધી જશે.”

ઉપરાંત દર 6 મિટરના અંતરે સર્કલ માર્કિંગનો આદેશ કર્યો છે પણ લોકડાઉનના કારણે આર્થિક ભીંસમાં મુકાયેલાં સામાન્ય કિટલીવાળા આ ખર્ચ કેવી રીતે ઉપાડી શકશે. આ ખર્ચ તો કોર્પોરેશને ઉપાડવો જોઈએ. આ ઉપરાંત ચાની કિટલીઓ ઉપર માસ્ક વેન્ડિંગ મશીન મુકવાની તાકીદ કરી છે જે ગેરવાજબી છે. ”

આ પણ વાંચોઃ દેશમાં સૌપ્રથમ વાર સિવિલમાં કોરોનાના વૃદ્ધ દર્દીઓ માટે Geriatric ward

દિનેશ શર્માએ વધુમાં જણાવ્યું છે કે, “દર અઠવાડિયે ચાની કિટલીઓના કર્મચારીઓના ટેસ્ટ ફરજીયાત કરવાનો આદેશ કરાયો છે પણ આ જવાબદારી AMCએ ઉઠાવવી જોઈએ પણ આ જવાબદારીથી હાથ ઊંચા કરી દીધા છે. એ યોગ્ય નથી. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધીશોએ જાણી જોઈ ચાની કિટલીઓ અને સ્ટોલ માટે એવી SOP બનાવી છે જેનો અમલ અઘરો છે.

આથી, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન થાય તેવા હળવા નિયમો બનવવા જોઈએ. જેથી, ચાની કિટલીઓવાળા પોતાનું જીવન નિર્વાહ કરી શકે. આમ, અમલ થઈ શકે તેવા નિયમો બનાવવા જોઈએ તેવી અમારી રજુઆત છે.”

અનેક પાન પાર્લરોને સીલ મારી દેવાયા Tea stall

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અનલોક જાહેર થયા બાદ સોશિયલ ડિસ્ન્ટન્સિંગ ભંગ કરનારા પાન પાર્લર ધારકો સામે રિતસરની ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશના ભાગરુપે અનેક પાન પાર્લરોને સીલ મારવાની કાર્યવાહી થઇ હતી. અને લાખ્ખો રૂપિયાનો દંડ ઉઘરાવ્યો હતો. હવે ચાની કીટલીવાળાઓ સામે ઝુંબેશ હાથ ધરી છે. તેના ભાગરુપે જ છેલ્લાં બે દિવસથી ચાની કfટલીવાળાઓને બંધ કરાવી દેવામાં આવે છે. ભય અને ફફડાટના માર્યા અનેક ચાની કીટલી ધારકોએ દુકાનો આપમેળે બંધ કરી દીધી હતી.

આ પણ વાંચોઃ BREAKING: લોકોની ભીડ દેખાતા કોર્પોરેશને AB જવેલર્સને સીલ માર્યું

શું છે SOP ?

 • – ગ્રાહકો માટે સેનેટાઇઝર અથવા હેન્ડવોશ ડિસ્પેન્સર ફરજિયાત રાખવાના.
 • – ટી સ્ટોલ પર ગ્રાહકો વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર ફરજિયાતપણે કરાવવું,
 • -આ માટે જરૂરી સર્કલો પ્રોપર માર્કીંગ કરાવવા અને નોટિસો મૂકવી.
 • – ગ્રાહકોએ માસ્કર ફરજિયાત પહેર્યું હોય તો જ પ્રવેશ આપવો
 • – ચા કોફીની કિટલીઓ, લારીઓ પર ગ્રાહકોને ટોળે વળી ઊભા રહેવા દેવા નહીં, ચા કોફી પીતી વખતે વાતચીત કરવા દેવી નહીં.
 • – ગ્રાહકો માટે પીવાના પાણીની કોઠીઓ કે પરબ રાખવી નહીં, પેકેઝ્ડ ડ્રીંકિંગ વોટર રાખી શકાશે
 • – ગ્રાહકને પાણીની પીચકારીઓ રસ્તા પર કે જાહેરમાં મારવા ન દેવી તેમ જ દુકાનદારે કોઇપણ પ્રકારે રસ્તા પર પાણી ઢોળી ગંદકી કરવી નહીં
 • – ગ્રાહકોને ચા કોફી પીરવા માટેના કપ સ્ટીલ, કાચ, કે પ્લાસ્ટીકના ન રાખવા, તેની જગ્યાએ બાયોડીગ્રેડેબલ ડીસ્પોઝલ થઇ શકે તેવા કાગળના કપનો જ ઉપયોગ કરવો
 • – ગ્રાહકોએ ઉપયોગમા લીધેલા કપને ડસ્ટબીનમાં યોગ્ય રીતે એકત્ર કરવા અને જાહેરમાં ગમે ત્યાં ન નાંખતા ડોર ટુ ડોરના કોમર્શીયલ વાહનમાં જ નિકાલ કરવો.
 • – ગ્રાહકોને ચા કોફી બનાવવા માટેના વાસણો, ગરણી, ટ્રે વગેરને દરેક ઉપયોગ બાદ સાબુ ડીટર્જન્ટથી યોગ્ય રીતે વોશ કરવા
 • – રોકડ વ્યવહાર એક બીજાનો સ્પર્શ ન થાય તે રીતે કરવો અને નાણાંકીય આપ લે બની શકે તો કયુ.આર. કોરડ, ઓનલાઇન ડીજીટલ પેમેન્ટથી કરાવવી.
 • – ટી સ્ટોલ પર કામ કરતા વ્યક્તિઓનો દર અઠવાડિયે રેપીડ ટેસ્ટ કરાવવો, બિમાર કે નાદુરસ્ત તબિયતવાળા વ્યક્તને કામ પર બોલાવવા નહીં.
 • – માસ્ક વગર આવતાં ગ્રાહકો માટે માસ્કની સુવિધા ઉપલબ્ધ કરવી, માસ્ક વેન્ડીંગ મશીનો ગોઠવવા
 • – ગ્રાહકો/મુલાકાતીઓને બેસવા માટેની બેઠક વ્યવસ્થામાં પણ સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરવું.
 • – પાન મસાલા અને ગુટખા તેમ જ થુંકવા પર સંપૂર્ણ પ્રતિબંધ રાખવો.
 • આ પણ વાંચોઃઅમદાવાદમાં corona testing center શોભાના ગાંઠિયા,વાંદરાની ધિંગામસ્તી

 •