અમદાવાદ: અમદાવાદમાં 20 જાન્યુઆરી એટલે કે શુક્રવારથી પેપર કપમાં ચા નહી મળે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC)એ સ્વચ્છતા અભિયાન હેઠળ આ નિર્ણય કર્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના નિર્ણય પછી હવે શહેરમાં ચાની કિટલીઓ પર પેપર કપનો ઉપયોગ નહી થઇ શકે. કોર્પોરેશનના જણાવ્યા અનુસાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો ચાની દુકાનોની ઓચિંતી તપાસ કરીને કાર્યવાહી કરશે.
Advertisement
Advertisement
અમદાવાદ મહાનગરપાલિકાના આ નિર્ણયનો અમલ 20 જાન્યુઆરીથી કરવામાં આવશે. આ પછી કોર્પોરેશનની ટીમો પ્લાસ્ટિક અને પેપર કપના ઉપયોગ સામે કાર્યવાહી કરશે. મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું હતું કે ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી શહેરની સ્વચ્છતામાં વધારો થશે. ગટર ભરાઈ જવાની ફરિયાદ ઓછી થશે. સોલંકીના જણાવ્યા મુજબ કોર્પોરેશનની ટીમોએ આ અંગે ચાની દુકાન ચલાવતા લોકોને સમજાવ્યા છે. 20 જાન્યુઆરી પછી પણ પેપર કપનો ઉપયોગ કરવા પર કાર્યવાહી કરવામાં આવશે. સોલંકીએ જણાવ્યું હતું કે હાલમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે.
પ્રતિબંધથી ચાના ભાવ વધ્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના નિર્ણય પછી અમદાવાદ શહેરમાં ચાના ભાવ વધી ગયા છે. અત્યાર સુધી ચા 10 રૂપિયામાં મળતી હતી પરંતુ પેપર કપ પર પ્રતિબંધ બાદ દુકાનદારોએ ચાના નવા રેટ નક્કી કર્યા છે. જો કોઇ સ્ટીલના નાના ગ્લાસમાં ચા પીશે તો તેને 12 રૂપિયા ચુકવવા પડશે. આ સિવાય જો કોઇ કુલ્હડમાં ચા પીશે તો તેને 15 રૂપિયા આપવા પડશે.
કોન કપ ધરાવતી ચા
પેપર કપ પર પ્રતિબંધ બાદ દુકાનદાર નવી નવી રીત અપનાવી રહ્યા છે. કેટલાક દુકાનદારે એક નવો વિકલ્પ પણ શોધ્યો છે. આઇસક્રીમના કોનની જેમ બજારમાં ચાના કપ પણ આવી ગયા છે. કેટલાક દુકાનદારોએ તેનો ઉપયોગ પણ શરૂ કર્યો છે. કોનમાં ચા પીવાની કિંમત 16 રૂપિયા છે. ચા પીને કોનને ખાઇ શકાય છે, જોકે, આ કોનમાં ચાને 25 મિનિટ સુધી જ રાખી શકાય છે. સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ બાદ પેપર કપનો ઉપયોગ વધી ગયો હતો.
Advertisement