Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > આ કંપનીના 103 કર્મચારીઓનો પગાર ₹ 1 કરોડ કરતા વધુ

આ કંપનીના 103 કર્મચારીઓનો પગાર ₹ 1 કરોડ કરતા વધુ

0
273
ભારતમાં એવી કંઈ કંપની છે, જ્યાં સૌથી વધું કર્મચારી એવા છે, જેમનો વાર્ષિક પગાર રૂપિયા 1 કરોડ કરતા વધારે છે. ટાટા ગ્રુપની કંપની TCSમાં 100થી વધુ કર્મચારી એવા છે, જેમનો વાર્ષિક પગાર 1 કરોડ રૂપિયા કરતા વધારે છે.
એક રિપોર્ટ પ્રમાણે, નાણાંકીય વર્ષ 2016-17માં TCS પાસે 91 કર્મચારીઓ એવા છે, જેમની વાર્ષિક કમાણી (Annual Salary) 1 કરોડ રૂપિયા કરતા વધારે હતી. ગત નાણાંકીય વર્ષ કરતા આ સંખ્યા વધીને 103 પર પહોંચી છે.
TCSમાં સૌથી વધુ ઉંમરના કર્મચારી 72 વર્ષના બરિન્દ્રા સન્યાલ છે, જેમને વાર્ષિક એક કરોડ રૂપિયાનો પગાર મળે છે. આ કંપની પર કર્મચારીઓના વિશ્વાસ અને તેમના પરફોમન્સ છે, જેના કારણે 1 કરોડ કરતા વધારે પગાર મેળવનારા કુલ કર્મચારીમાંથી મોટા ભાગના કર્મચારીઓને TCS સાથે જ પોતાની કેરિયરની શરૂઆત કરી હતી.
TCS બાદ દેશની બીજી મોટી આઈટી કંપની (IT Company) ઈન્ફોસિસ (Infosys) છે. જ્યાંના 60 કર્મચારીઓના પગાર 1.02 કરોડ રૂપિયા કરતા વધારે છે. ઈન્ફોસિસ અને TCS બન્ને કંપનીઓ તરફથી કર્મચારીઓને કંપનીના શેર પણ આપવામાં આવે છે. જે તેમના પગારનો ભાગ નથી હોતો.
TCSના 103 કરોડપતિ કર્મચારીઓમાં તેના CEO રાજેશ ગોપીનાથન અને COO એનજી સુબ્રમણ્યમ સામેલ નથી. આ ઉપરાંત એવા કર્મચારીઓ છે, જેમની નિમણૂંક ભારત બહાર કરવામાં આવી હોય, તેઓનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
જો કે TCS તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી અને કંપની પોતાના વાર્ષિક રિપોર્ટમાં (TCS Annual Report) પણ તેનો ઉલ્લેખ નથી કરતા. TCS લાઈફ સાયન્સ, હેલ્થકેર અને પબ્લિક સર્વિસના બિઝનેશ હેડ દેબાશિષ ઘોષ વાર્ષિક 4.7 કરોડ રૂપિયાનો વાર્ષિક પગાર મેળવે છે, જ્યારે બિઝનેશ હેડ એન્ડ ટેક્નોલોજી સર્વિસીઝના હેડ કૃષ્ણન રામાનુજમને 4.1 કરોડ રૂપિયા વાર્ષિક પગાર તરીકે આપવામાં આવે છે.