Gujarat Exclusive > આપણી જરૂરિયાત > કરદાતાઓને મોટી રાહતઃ IT રિટર્ન ભરવાની તારીખ 31 ડિસે. સુધી લંબાવાઈ

કરદાતાઓને મોટી રાહતઃ IT રિટર્ન ભરવાની તારીખ 31 ડિસે. સુધી લંબાવાઈ

0
105

અગાઉ આઇટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર હતી it return news

નવી દિલ્હીઃ નાણા મંત્રાલયે શનિવારે લાખો કરદાતાઓને રાહત આપતા આઇટી રિટર્ન  ભરવાની તારીખ વધુ એક મહિનો 31 ડિસેમ્બર સુધી લંબાવી છે. આ તારીખ પહેલા 30 નવેમ્બર 2020 સુધીની હતી.

આમા પણ જે કરદાતાઓએ ઓડિટ કરાવવાની જરૂર છે તેમના માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ 31 જાન્યુઆરી 2021ના પૂરા થનારા બે મહિના સુધી લંબાવવામાં આવી છે, એમ નાણા મંત્રાલયે રવિવારે તેના નિવેદનમાં જણાવ્યું છે. it return news

તે બાબત નોંધનીય છે કે સરકારે મેમાં નાણાકીય વર્ષ 2019-20 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ 31 જુલાઈથી લંબાવીને 30 નવેમ્બર કરીને કરદાતાઓને રિટર્ન ભરવામાં રાહત આપી હતી. કોરોના રોગચાળાના લીધે આ રાહત આપવામાં આવી હતી. it return news

આ પણ વાંચોઃ મસ્જિદમાંથી વિવાદાસ્પદ નિવેદન આપનાર આરોપી સામે પાસાનો આદેશ હાઈકોર્ટે રદ કર્યો

પોતાના નિવેદનમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ (Taxpayers_IT return)જણાવ્યું હતું કે આમ કરદાતાઓ માટે આવકવેરા રિટર્ન ભરવાની નવી તારીખ 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવવામાં આવી છે.

આ ઉપરાંત એકાઉન્ટ્સ ઓડિટ કરાવવાનું જરૂરી હોય તેવા કરદાતાઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્નની તારીખ 31 જાન્યુઆરી 2021 સુધી લંબાવવામાં આવી છે, જે અગાઉ 31 ઓક્ટોબર 2020 હતી, એમ તેણે ઉમેર્યુ હતુ.

સીબીડીટીએ જણાવ્યું હતું કે કરદાતાઓને આવકવેરા રિટર્ન ભરવા માટે વધારે સમય પૂરો પાડવા માટે આ તારીખ લંબાવવામાં આવી છે. it return news