Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > કરદાતાને ટેક્સનું ટેન્શનઃ જાણો કઇ રીતે કરછૂટનો લાભ લઇ શકાય?

કરદાતાને ટેક્સનું ટેન્શનઃ જાણો કઇ રીતે કરછૂટનો લાભ લઇ શકાય?

0
147

31 માર્ચ પહેલાં વિવિધ કલમો હેઠળ મેળવી શકાય છે ટેક્સમાં રાહત

નવી દિલ્હીઃ વર્ષમાં ફેબ્રુઆરી-માર્ચ મહિનો આવતા જ કરદાતાઓ (Tax exemption)નું ટેન્શન વધવા માંડે છે. તેમાં સૌથી વધુ સામાન્ય પગારદાર વર્ગમાં તેની ચિંતા વધુ જોવા મળે છે. જો કે સરકારે વધુ ટેક્સથી બચવા કેટલીક છૂટછાટ આપી છે. જેનો મોટાભાગના લોકોને ખ્યાલ હોતો નથી કાં તો યાદ રહેતું નથી.

બજેટમાં આપવામાં આવતી આ છૂટને સહારે કરદાતા કરછૂટનો લાભ લઇ શકે છે. તેના માટેમ31 માર્ચ સુધી કેટલીક ખાસ સ્કીમોમાં રોકાણ કરવું પડશે. કલમ 80C અને 80Dની અંગે લોકો ઉપરવટ માહિતી રાખતા હોય છે. પરંતુ તે ઉપરાંત પણ ઈન્કમ ટેક્સ એક્ટમાં એવી ઘણી કલમો છે, જેની મદદથી તમે ઈન્કમ ટેક્સમાં રાહત મેળવી શકય છે.

80C મુજબ કરછૂટ

સેક્શન 80C હેઠળ કુલ આવકમાંથી 1.5 લાખ રૂપિયાના કપાત (Tax exemption)નો દાવો કરી શકાય છે. ઉપરાંત ટર્મ ઈન્શ્યોરન્સ, 5 વર્ષની FD અને વરિષ્ઠ નાગરિક બચત યોજના સહિત અન્ય યોજનાઓમાં રોકાણ કરીને તેના પર ફાયદો મેળવી શકો છો.

આ પણ વાંચોઃ મોદી સરકાર આ 4 બેન્કોનું ખાનગીકરણ કરવા જઇ રહી છે, જોઇ લો તમારું ખાતુ આમા તો નથી ?

મેડીક્લેઇમ દ્વારા ટેક્સ છૂટ મળશે

સેક્શન 80D તબીબી ખર્ચમાં કપાત માટે છે. વ્યક્તિ પોતાના માટે, પરિવાર અને આશ્રિત માતા-પિતા માટે લીધેલા મેડિક્લેઇમ માટેના હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર ટેક્સ બચાવી શકે છે. સ્વયં/પરિવાર માટે ચૂકવણી કરવામાં આવેલા પ્રીમિયમ માટે કલમ 80D કપાતની મર્યાદા 25 હજાર રૂપિયા છે. વરિષ્ઠ નાગરિક માટે ચૂકવેલ પ્રીમિયમ પર 50 હજાર રૂપિયા સુધી કપાતનો દાવો કરી શકાય છે. તે ઉપરાંત 5 હજાર રૂપિયાની મર્યાદા સુધી સ્વાસ્થ્ય તપાસની પણ મંજૂરી છે અને તેને સમગ્ર મર્યાદામાં સામેલ કરવામાં આવી છે.

એજ્યુકેશન લોનના વ્યાજ પર છૂટ

સેક્શન 80E એજ્યુકેશન લોન પર વ્યાજ માટે પણ કરછૂટ (Tax exemption)છે. આ પ્રકારના કપાતના દાવા કરવા સંબંધિત મહત્ત્વપૂર્ણ શરતો એ છે કે લોન કોઈ વ્યક્તિ અથવા તેના પતિ અથવા બાળકો દ્વારા હાયર એજ્યુકેશન (ભારત અથવા વિદેશમાં) માટે બેંક અથવા નાણાકીય સંસ્થામાંથી લેવી જોઈએ. કોઈ આ કપાતનો દાવો તે વર્ષથી શરૂ કરી શકે છે જેમાં લોન ચૂકવવામાં આવે છે અને આગામી 7 વર્ષ સુધી અથવા લોન ચૂકવવામાં આવે તે પહેલાં, જે પણ પહેલાં હોય કરી શકે છે.

ભાડાના ઘર માટે ટેક્સ છૂટ મળશે

જો તમને હાઉસ રેન્ટ અલાઉન્સ (HRA) નથી મળતું પરંતુ તમે ભાડે મકાનમાં રહેતા હોવ તો પણ ઈન્કમ ટેક્સ 1961ની કલમ 80GG અંતર્ગત તમને આપવામાં આવેલા ભાડા પર ટેક્સ છૂટ મળી શકે છે. સેક્શન 80GG અંતર્ગત વાર્ષિક 60,000 રૂ. (5,000 રૂ. દર મહિને) મહત્તમ છૂટની મંજૂરી છે. તમને આ કલમનો લાભ નથી મળતો તો જો તમારી (અથવા તમારી પત્ની/બાળક)ની પાસે પોતાનું ઘર છે. આ કલમના ફાયદાનો દાવો કરવા માટે તમારે 10BA ફોર્મ ભરવું પડશે.

આ પણ વાંચોઃ 1 એપ્રિલથી મોબાઈલ પર વાત અને ઈન્ટરનેટનો ઉપયોગ મોંઘો પડશે! રેટ વધારવાની તૈયારીમાં ટેલિકૉમ કંપનીઓ

80DDB હેઠળ સારવાર ખર્ચ માટે રાહત

સેક્શન 80DDB અંતર્ગત તમે કોઈ આશ્રિતની ગંભીર અને લાંબી બીમારીની સારવારમાં ખર્ચ કરવામાં આવેલી રકમ પર આવક પર કપાત મળે છે. કોઈ આવક કરદાતા પોતાના માતા-પિતા, બાળકો, આશ્રિત ભાઈ-બહેન અને પત્નીની સારવારમાં ખર્ચ કરવામાં આવેલી રકમની કપાત માટે દાવો કરી શકે છે. તેમાં કેન્સર, હીમોફીલિયા, થેલેસેમિયા અને એડ્સ જેવી વગેરે બીમારીઓ સામેલ છે. સામાન્ય રીતે કપાત 40 હજાર રૂપિયા હોય છે. વરિષ્ઠ નાગરિકોના કેસમાં આ કપાત 1 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. તેના માટે મેડિકલ સર્ટિફિકેટ જરૂરી છે.

80DD હેઠળ વિકલાંગની સારવારના ખર્ચ પર

જો કોઈ વિકલાંગ વ્યક્તિની સારવાર પર તમે ખર્ચ કરી રહ્યા છો તો આ સેક્શન અંતર્ગત કર છૂટ (Tax exemption)મેળવી શકો છો. વિકલાંગ વ્યક્તિમાં માતા-પિતા, પત્ની, બાળકો, ભાઈ અને બહેન હોઈ શકે છે, જે સંબંધિત વ્યક્તિ પર આધારિત હોય છે. હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF) કેસમાં ફેમિલીની કોઈપણ વ્યક્તિ હોઈ શકે છે. જો આશ્રિત સંબંધિ 40% અથવા તેનાથી વધારે પરંતુ 80% થી ઓછો વિકલાંગ છે તો આવકવેરામાં 75 હજાર રૂપિયા સુધીની છૂટ લઈ શકાય છે. જો સંબંધિ ગંભીર રીતે વિકલાંગ છે એટલે કે 80%થી વધારે તો ટેક્સ ડિડક્શન 1.25 લાખ રૂપિયા રહેશે. આ ક્લેમ માટે કોઈ માન્ય મેડિકલ ઓથોરિટીથી ડિસેબિલિટી સર્ટિફિકેટ જરૂરી હશે.

80CCD (1B) 50 હજારનો લાભ

જો તમે નેશનલ પેન્શન સ્કીમનો લાભ લીધો છે તો તમે સેક્શન 80CCD (1B) અંતર્ગત 50 હજાર સુધી ઈન્કમ ટેક્સનો લાભ લઈ શકો છો. આ પ્રકારની સેક્શન 80CCD (1B) અને 80C ઉમેરીને તમે કુલ 2 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટનો લાભ લઈ શકો છો.

આ પણ વાંચોઃ મોદી સરકારનું અર્ધસત્યઃ વૈશ્વિક ક્રૂડ મોંઘુ જણાવે છે, તો પાકિસ્તાનમાં પેટ્રોલ ભારત કરતા અડધા ભાવે કેમ?

હોમ લોનના વ્યાજ પર ટેક્સ છૂટ

સેક્શન 80EE મકાન માલિકને હોમ લોન EMIના વ્યાજ પર 50 હજાર રૂપિયા (કલમ 24)ની વધારાની કપાતનો દાવો કરવાની મંજૂરી આપે છે. પરંતુ તેની શરત એ છે કે તમારી લોન 35 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ અને સંપત્તિની કિંમત 50 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ. તે ઉપરાંત કોઈપણ વ્યક્તિની પાસે લોન મંજૂરીના સમયે તેના નામ પર નોંધાયેલ કોઈ અન્ય સંપત્તિ ન હોવી જોઈએ.

80EEA હેઠળ કઇ છૂટ

સેક્શન 80EEA અંતર્ગત હોમ લોનના વ્યાજ પર 1.5 લાખ રૂપિયાની વધારાની ટેક્સ છૂટ લઈ શકાય છે. જો કે, તેની પહેલી શરત એ છે કે ઘરની સ્ટેમ્પ વેલ્યુ 45 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ. હોમ લોન 1 એપ્રિલ 2019થી 31 માર્ચ 2022ની વચ્ચે લેવામાં આવેલી હોવી જોઈએ. તેના માટે કાર્પેટ એરિયા 60 ચોરસ ફૂટથી વધારે ન હોવો જોઈએ. આ શરત મેટ્રો સિટી માટે છે. અન્ય શહેરો માટે કાર્પેટ એરિયા મહત્તમ 90 મીટર અથવા 968 ચોરસ ફૂટ હોઈ શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat