Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Tata જાન્યુઆરીમાં બે નવી ગાડી કરશે લોન્ચ, જાણો ખાસિયત

Tata જાન્યુઆરીમાં બે નવી ગાડી કરશે લોન્ચ, જાણો ખાસિયત

0
368

નવુ વર્ષ શરૂ થવામાં હવે થોડો સમય બાકી છે. એવામાં કેટલીક વાહન નિર્માતા કંપનીઓ નવા વર્ષે પોતાની દમદાર કાર લોન્ચ કરવાની જાહેરાત કરી ચુકી છે. આ રેસમાં ટાટા મોટર્સ પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપની ભારતીય બજારમાં પોતાની બે નવી કાર લોન્ચ કરવા જઇ રહ્યુ છે. આ બન્ને કારોને કંપનીએ આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે.

Tata Gravitas SUV : આ કાર હેરિયરનું મોટુ એડિશન છે. જોકે, ગ્રેવિટાસના વ્હીલબેસ, હેરિયર બરાબર જ હશે પરંતુ તેની લંબાઇ અને ઉંચાઇ 63 મિમી અને 80 મિમી વધી જશે. આ SUVમાં 3 રો સીટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય 5 સીટર હેરિયરથી તેને અલગ કરવા માટે તેની અંદર અને બહાર કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. આ એસયુવીમાં 2.0 લીટર, 4-સિલિંડર ડીઝલ એન્જિન આપવામાં આવ્યુ છે, જે હેરિયરમાં પણ જોવા મળે છે.

આ પણ વાંચો: Renault KWID: 3 લાખથી પણ ઓછી કિંમતમાં ખરીદો કાર, 1 જાન્યુઆરીથી વધી રહી છે કિંમત

Tata Altroz Turbo: કંપનીની બીજી જાન્યુઆરીમાં લોન્ચ થનારી કાર ટાટા અલ્ટ્રોજ છે. આ પ્રીમિયમ હૈચબેકમાં મેન્યુઅલ ગિયરબોક્સ સાથે નવા 7 સ્પીડ ડુઅલ ક્લચ ટ્રાન્સમિશન (DCT) મળશે. જેમાં 1.2 લીટરનું ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવશે, જે 108bhpની પાવર અને 140 Nmનું ટોર્ક જેનરેટ કરવાની ક્ષમતા ધરાવતુ હશે. આ ટાટાની Nexonમાં આપવામાં આવેલા Revotron એન્જિન જેવુ જ છે. અલ્ટ્રોજના લુક્સમાં કોઇ બદલાવ જોવા નહી મળે. Altrozની સીધી ટક્કર બજારમાં પહેલાથી રહેલી હ્યૂડાઇ i20 અને મારૂતિ સુજુકી બલેનો સાથે હશે.

મહત્વપૂર્ણ છે કે ટાટા મોટર્સ આ બન્ને ગાડીઓ સિવાય પોતાની HBX પર આધારિત મિની SUV પણ લાવવાની તૈયારી કરી રહ્યુ છે. રિપોર્ટ્સ અનુસાર ટાટા હેરિયરનું પેટ્રોલ વેરિઅન્ટ પણ કંપની આ વર્ષે બજારમાં ઉતારી શકે છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9