Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > માત્ર ₹3,555ના હપ્તામાં મળી રહી છે Tata Tiago કાર, શાનદાર લૂક અને ફિચર્સ

માત્ર ₹3,555ના હપ્તામાં મળી રહી છે Tata Tiago કાર, શાનદાર લૂક અને ફિચર્સ

0
321

નવી દિલ્હી: હેચબેક કારોમાં ખૂબ પ્રખ્યાત ટાટાની ટિયાગો (Tata Tiago) તમે ફક્ત 3,555 રૂપિયામાં ઘરે લાવી શકો છો. સેફ્ટીથી લઈને ફીચર્સ અને પાવર સુધી આ કાર શાનદાર છે અને કિંમતની દ્રષ્ટિએ પણ આ કાર બજેટની બહાર નથી. જો તમે ટાટા ટિયાગો (Tata Tiago) મેન્યુઅલ કારનું બેઝ મોડેલ લો છો તો તે તમને 4,70,000 રૂપિયામાં મેળી શકે છે.

ટાટા ટિયાગો (Tata Tiago)ની ટોચની મોડેલ મેન્યુઅલ કાર 6,24,000 રૂપિયા સુધીમાં ઉપલબ્ધ છે. તે સિવાય ઓટોમેટિક કારની વાત કરીએ તો 6,34,000 રૂપિયાથી લઇ 6,74,000 રૂપિયા સુધી તમે ઘરે લાવી શકો છો. ટિઆગોનું 4,70,000 રીપિયાનુ બેઝ મોડેલ તમે 3,555 રૂપિયાની માસિક ઇએમઆઈ પર ઘરે લાવી શકો છો.

સેફ્ટી ફિચર્સની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરનારી આ ગાડીમાં બે એરબેગ છે. પ્રથમ ડ્રાઇવર માટે અને બીજો ડ્રાઇવરની બાજુની સીટ માટે. આ બજેટની અન્ય કારો સામાન્ય રીતે એક જ એરબેગ મળે છે.

આ પણ વાંચો: ભારતની આ 8 કાર છે સૌથી વધુ સલામત, ત્રણને મળ્યા 5 સ્ટાર સેફ્ટી રેટિંગ

જો તમને સંગીતનો શોખ છે, તો તમને 8 સ્પીકરનો સાઉન્ડ સિસ્ટમ પણ મળશે. પાવર એન્જિન વિશે વાત કરીએ તો તે આ સેગમેન્ટની કારમાં શાનદાર છે. એટલું જ નહીં, આ કાર પાર્કિંગની દ્રષ્ટિએ પણ સારી છે. રિયર પાર્કિંગ કેમેરાથી સજ્જ આ કાર તમને ડ્રાઇવિંગનો શાનદાર અનુભવ આપશે. 7 વેરિઅન્ટમાં ઉપલબ્ધ આ કાર લોન્ગ ડ્રાઈવનો પણ શાનદાર અનુભવ આપે છે.

આ કારનો એક્સટીરિયર ડિઝાઇન પણ શાનદાર છે. હૂડની ડિઝાઇનથી લઈને બમ્પર્સ સુધીની ડિઝાઇનના મામલે આ કાર શાનદાર લુક આપે છે. આ કારની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ આ ખૂબ જ એડવાન્સ છે અને તમે તેને એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે સાથે કનેક્ટ કરી શકો છો.

જો તમારું બજેટ અલ્ટો અથવા વેગનઆર કારનું છે અને તમારે તેની જગ્યાએ બીજી કાર લેવાની ઇચ્છા છે, તો તમે ટિયાગો (Tata Tiago) કાર લઇ શકો છો. ટિયાગો ઉપરાંત ટાટાએ નેક્સન, અલ્ટ્રોઝ જેવી ઘણી વૈભવી કાર પણ લોન્ચ કરી છે. જે લૂકથી લઇ ઇન્ટિરિયર ડિઝાઇનની દ્રષ્ટિએ શાનદાર છે.