મુકેશ અંબાણીનું ગ્રુપ દેશમાં ઉદ્યોગજગતમાં ત્રીજા ક્રમે ફેકાયું
નવી દિલ્હીઃ તાતાએ માત્ર 6 મહિનામાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી ટોચનું સ્થાન (Tata Reliance)આંચકી લીધું. એટલું જ નહીં મુકેશ અંબાણીની કંપની હવે ત્રીજા સ્થાને આવી ગઇ છે. બીજા સ્થાને HDFC બેન્કનું છે.
જિયો પ્લેટફોર્મને કારણે કરોડો રૂપિયાનું રોકાણ મેળવ્યા બાદ હરણફાળ ભરી રહેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નીચે ફેંકાવવા લાગી છે.
રિલાયન્સ જૂથ (Tata Reliance)ગત વર્ષે જુલાઈમાં તાતા જૂથને પછાડીને દેશનું સૌથી મોટું કોર્પોરેટ હાઉસ બનેલું. પરંતુ છ મહિના પણ આ સ્થાને રહી શક્યું નથી. મુકેશ અંબાણીના નેતૃત્વવાળા રિલાયન્સ જૂથ બજાર મૂલ્યની રીતે હવે ત્રીજા સ્થાને છે.
બીજી તરફ, પોતાની ફ્લેગશિપ કંપની ટીસીએસના શાનદાર પ્રદર્શનના કારણે તાતા જૂથ ફરી એકવાર સૌથી મોટું બિઝનેસ ફેમિલી બની ગયું છે.
આપણ વાંચોઃ નીતિ આયોગ અને નાણાં મંત્રાલયની નારાજગીને નજર અંદાજ કરીને અદાણીને 6 એરપોર્ટ સોંપાયા!
જુલાઇ 2020માં તાતાનું માર્કેટકેપ 11.31 લાખ કરોડ Tata Reliance news
આ ઉપરાંત શેરોમાં આવેલી તેજીના કારણે એચડીએફસી જૂથ દેશનું સૌથી મોટું જૂથ બની ગયું છે. જોકે, રિલાયન્સ (Tata Reliance)હજુ પણ દેશની સૌથી મોટી કંપની છે. જુલાઈ 2020માં તાતા જૂથની 17 લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 11.31 લાખ કરોડ રૂપિયા હતું, જ્યારે રિલાયન્સનું માર્કેટ કેપ રૂ. 13 લાખ કરોડ ઉપર પહોંચી ગયું હતું.
16 સપ્ટેમ્બરે રિલાયન્સનું માર્કેટકેપ 16 લાખ કરોડ
સપ્ટેમ્બર સુધી રિલાયન્સના શેરના ભાવ વધતા રહ્યા અને 16 સપ્ટેમ્બરે રિલાયન્સ(Tata Reliance)નું માર્કેટ કેપ રૂ. 16 લાખ કરોડના રેકોર્ડ સ્તરને પાર થઈ ગયું. પરંતુ ત્યાર પછી રિલાયન્સના શેરના ભાવ ઘટવા લાગ્યા અને હવે તેનું માર્કેટ કેપ રૂ. 12.22 લાખ કરોડે પહોંચી ગયું છે.
આ દરમિયાન ટીસીએસની સાથે તાતા જૂથની કંપનીઓ તાતા મોટર્સ અને તાતા સ્ટીલમાં આવેલી તેજીના કારણે આ જૂથનું કુલ માર્કેટકેપ રૂ. 16.69 લાખ કરોડને પાર થઈ ગયું છે, જે રિલાયન્સ જૂથથી 36% વધારે છે.
આપણ વાંચોઃ WhatsApp વેબ પણ નથી સેફ, ગૂગલ સર્ચ પર જોવા મળી રહ્યા છે યૂઝર્સના પર્સનલ મોબાઇલ નંબર
ઉતાર-ચઢાવના કારણ
તાતા: ટીસીએસએ કોરોના કાળમાં અનેક મોટા સોદા કર્યા. તેનાથી કંપનીના શેરોમાં રેલી હજુ બરકરાર છે. સ્ટીલની કિંમત વધવાથી તાતા સ્ટીલને ફાયદો થયો છે. તાતા મોટર્સના શેર જુલાઈ પછી 100% વધ્યા.
રિલાયન્સ: ફેસબુક, ગૂગલ સુધીની કંપનીઓનું રોકાણ મળવાથી રિલાયન્સ(Tata Reliance)ના શેર વધ્યા. હવે તેમાં કરેક્શન આવી રહ્યું છે. અરામકો ડીલ સામે ઊભા કરાયેલા સવાલોના કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ બગડ્યું છે. આ જૂથના શેર સપ્ટેમ્બર પછી 20% સુધી ઘટી ચૂક્યા છે.
HDFC: આ જૂથની ચાર કંપની લિસ્ટેડ છે અને ચારેય નાણાકીય સેવા સાથે સંકળાયેલી છે. નાણાકીય કંપનીઓમાં નવેમ્બરમાં મોરેટોરિયમ સાથે જોડાયેલો કોર્ટનો ચુકાદો આવ્યા પછી તેજી શરૂ થઈ હતી. આ કારણથી આ જૂથનું માર્કેટ કેપ ઝડપથી વધી રહ્યું છે.