Gujarat Exclusive > દેશ-વિદેશ > તાતા પ્રોજેક્ટ કરશે નવી સંસદ ભવનનું નિર્માણ, ₹ 861.90 કરોડમાં કોન્ટ્રાક્ટ મેળવ્યો

તાતા પ્રોજેક્ટ કરશે નવી સંસદ ભવનનું નિર્માણ, ₹ 861.90 કરોડમાં કોન્ટ્રાક્ટ મેળવ્યો

0
293
  • તાતા (Tata Projects)એ નિર્માણ માટે લગાવેલી બોલીમાં લાર્સન એન્ડ ટર્બોને પાછળ છોડ્યું હતુ

  • CPWDએ નવા સંસદ ભવન નિર્માણમાં 940 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજો લગાવ્યો હતો

નવી દિલ્હી: સંસદની નવી બિલ્ડિંગ (New Parliament Puilding)નું નિર્માણ તાતા પ્રોજેક્ટ (Tata Projects) દ્વારા 861.90 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. તાતાએ નિર્માણ માટે લગાવેલી બોલીમાં લાર્સન એન્ડ ટર્બો (Larsen and Toubro)ને પાછળ છોડ્યું હતુ. તેણે 865 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ (CPWD)એ નવા સંસદ ભવનના નિર્માણ માટે આવેલી બિડને આજે ખોલી જેમાં નિર્ણય તાતાના પક્ષમાં આવ્યો. પ્રોજેક્ટ એક વર્ષમાં પૂર્ણ થવાની સંભાવના છે. સીપીડબ્લ્યૂડીએ નવા સંસદ ભવન નિર્માણમાં 940 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજો લગાવ્યો હતો.

આ પણ વાંચો: PM મોદી વિષે એક જ લેખકે 9 વર્ષમાં 3 ભાષામાં 29 પુસ્તકોનું કર્યું સર્જન

મળતી માહિતી મુજબ નવી બિલ્ડિંગને ત્રિકોણાકારમાં ડિઝાઇન કરવામાં આવશે. વર્તમાન સંસદની બિલ્ડિંગનું નિર્માણ બ્રિટિશકાળમાં થયું હતું અને તે વર્તુળકાર છે. દેશ આઝાદ થયાના 75 વર્ષ થવા આવ્યા છે અને દેશનું સંસદ ભવન (Parliament Building) ઘણું જૂનું થયુ છે. તેમાં અલગ-અલગ પ્રકારની સમસ્યા સામે આવી રહી છે. મોદી સરકારનો હેતુ એ છે કે જ્યારે દેશ 15 ઓગસ્ટ 2020ના રોજ પોતાની આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવશે અને ત્યારે સાંસદો નવા સંસદ ભવનમાં બેસે. પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, વર્તમાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ નવા સંસદ ભવનની તરફેણ કરી ચુક્યા છે.

જાણકારી મુજબ મોદી સરકાર (Modi Government)એ તેના પર એક ડ્રીમ પ્લાન તૈયાર કર્યો છે. જેના પર હવે તેઓ ઝડપથી આગળ વધવાની મંશા રાખે છે. આ પ્લાનમાં માત્ર સંસદ જ નહીં પરંતુ કેન્દ્ર સરકારના બધા મંત્રાલય અને ઓફિસ પણ સામેલ છે.

આ પણ વાંચો: બાબરી ધ્વંસનો 28 વર્ષે 30 સપ્ટેમ્બરે ચુકાદો, અડવાણી સહિત 32 આરોપીને હાજર રહેવાનો આદેશ

ઉલ્લેખનીય છે કે વર્તમાન સંસદ ભવન 1911માં બનવાનું શરૂ થયુ હતું. ત્યારે અંગ્રેજ શાસન દરમિયાન દિલ્હી પાટનગર બન્યું હતુ. વર્ષ 1927માં સંસદ ભવનનું ઉદ્ઘાટન થયું. પરંતુ આજના સમયને જોતા સંસદ ભવનમાં ઘણી સમસ્યા જોવા મળી રહી છે. સૌથી મોટી સમસ્યા એ છે કે સંસદમાં મંત્રીઓના બેસવા માટે ચેમ્બર તો છે પરંતુ સાંસદો માટે નથી. સાથે જ વિજળી સપ્લાય સિસ્ટમ પણ જૂની છે, જેના કારણે શોર્ટ સર્કિટની સમસ્યા સર્જાતી હોય છે.