Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > ટાટાની નવી Safariનો ફર્સ્ટ લુક સામે આવ્યો, જાણો ફિચર્સ

ટાટાની નવી Safariનો ફર્સ્ટ લુક સામે આવ્યો, જાણો ફિચર્સ

0
133

ગુરુવારે પ્રથમ લુક જારી કરાયો

નવી દિલ્હી: ટાટા મોટર્સે તેની Safariનો પહેલો લુક જારી કર્યો છે. કંપનીના પુણે સ્થિત ફેક્ટરીમાં ગુરુવારે ફ્લેગઓફ સેરેમની પછી પ્રથમ નવી Safariને શો રૂમ સુધી પહોંચાડવા માટે કાઢવામાં આવી હતી. જાન્યુઆરીના અંત સુધી કંપનીના શોરૂમમાં નવી Safari પહોંચી જશે. કંપની ટૂંક સમયમાં તેની બુકિંગ શરૂ કરશે.

નવી Safariને ટાટા મોટર્સની અવોર્ડ વિનિંગ Impact 2.0 ડિઝાઇન લેન્ગ્વેજ અને ઓમેગા આર્કિટેક્ચક (ઓમેગાર્ક) પર વિકસિત કરવામાં આવી છે. ઓમેગાર્ક લેન્ડ રોવરના ડી8 પ્લેટફોર્મ પરથી લેવામાં આવેલું એક આર્કિટેક્ચર છે, જે નવી Safariમાં ગ્રાહકોને 4×4 એટલે ઓલ-વ્હીલ ડ્રાઇવનો વિકલ્પ આપે છે.

ટાટા મોટર્સની નવી Safariની ઇન્ટીરિયર થીમ Oyster White કલરની છે. કંપની કારની અંદર Ash Wood ડેશબોડ આપી રહી છે. તેની સાથે કંપનીએ તેના વ્હીલ અને ફ્રન્ટ પર ક્રોમ ફિનિશ લુક આપ્યો છે.

ટાટા મોટર્સે જણાવ્યું કે ભવિષ્યમાં નવી Safariનું ઇલેક્ટ્રિક વર્ઝન પણ આવી શકે છે. તેને ડિઝાઇન જ એવી રીતે કરવામાં આવી છે. દેશમાં એસયૂવી કલ્ચરને પ્રોત્સાહ આપતી સફારીના નવા અવતારમાં લક્ઝરીની સંભાળ લેવામાં આવી છે.

આ પણ વાંચો: એલન મસ્કની ‘ટેસ્લા’ની ભારતમાં એન્ટ્રી, બેંગલુરુમાં કરાવ્યું રજિસ્ટ્રેશન

ટાટા મોટર્સના સીઈઓ અને એમડી ગુએન્ટર બટશેકે Tata Safariને એક આઇકોનિક બ્રાન્ડ ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે તેને ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખી વિકસિત કરવામાં આવી છે. આ સફારીના વારસાને આગળ વધારશે.

કંપનીના પેસેન્જર વ્હિકલના અધ્યક્ષ શૈલેષ ચંદ્રએ જણાવ્યું કે સફારીની મોટી ફોલોઇન્ગ છે અને આ બે દાયકાથી વધુ સમયથી ભારતના રસ્તા પર સૌથી વધુ લોકપ્રિય એસયૂવી રહી છે.

(Photo- Tata Motors)

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9