Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Tata HBX: આવી રહી છે નવી માઇક્રો SUV!, મળશે ખાસ ફિચર્સ

Tata HBX: આવી રહી છે નવી માઇક્રો SUV!, મળશે ખાસ ફિચર્સ

0
201

નવી દિલ્હી: દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની Tata Motors ઘરેલુ બજારમાં તેની નવી માઇક્રો એસયૂવીને લાવવાની તૈયારી કરી રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે નવી માઇક્રો એસયૂવીનું કોડનેમ HBX છે. તાજેતરમાં જ આ એસયૂવી ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઇ હતી. નવી Tata HBXને કંપની આવતા વર્ષના મધ્ય સુધી બજારમાં રજૂ કરી શકે છે.

Tata HBXનું જે ટેસ્ટિંગ મોડલ સ્પોટ કરાયુ છે, તેમાં કંપનીએ પ્રોડક્શન રેડી ડ્યૂઅલ ટોન એલોયનો વ્હીલ ઉપયોગ કર્યો છે. આ કારના કોન્સેપ્ટને ગત ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવ્યો હતો. ટેસ્ટિંગ મોડલને જોઇને કહી શકાય છે કે કંપની તેને ટોલ અને મસક્યૂલર ડિઝાઇન આપશે, તે સિવાય તેમાં સ્પલિટ હેડલેમ્પ સાથે ડે ટાઇમ રનિંગ લાઇટ્સ (DRL) આપવામાં આવી છે, જેવી રીતે Harrierમાં જોવા મળી હતી.

નવી Tata HBX આકારમાં નાની હશે, મળતી માહિતી મુજબ તેની લંબાઈ 3,840mm, પહોળાઇ 1,822mm અને તેમાં 2,450mmનું વ્હીલબેસ આપવામાં આવશે. સાઇઝની વાત કરીએ તો આ માઇક્રો એસયૂવી લંબાઈ અને વ્હીલબેસમાં મારુતિ સ્વિફ્ટના આકારની છે. HBXને Tataની ઇમ્પેક્ટ 2.0 ડિઝાઇન લેન્ગ્વેજ પર તૈયાર કરવામાં આવી છે, જેમાં હૈરિયર SUVના ડિઝાઇનની ઝલક જોઇ શકાય છે.

આ પણ વાંચો: Renault KWID: 3 લાખથી પણ ઓછી કિંમતમાં ખરીદો કાર, 1 જાન્યુઆરીથી વધી રહી છે કિંમત

એન્જીન કેવું હશે?

કંપનીTata HBXમાં 1.2 લીટરની ક્ષમતાના 3 સિલિન્ડર યુક્ત Revotron પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરી શકે છે, જે 85hpનો પાવર અને 113 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેના ફ્રન્ટમાં બમ્પર નીચે મેન ક્લસ્ટર સાથે એક સ્પ્લિટ- હેડલેમ્પ આપવામાં આવ્યો છે. આ SUVમાં કંપનીની ‘હ્યૂમિનીટી લાઇ’ ફ્રન્ટ ગ્રિલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે HBXના ગત હિસ્સામાં એક મેન ક્રિઝ મળે છે, જે ટેલગેટને જુદા-જુદા ભાગમાં વહેંચે છે.

કિંમત

હાલ આ એસયૂવીને તેના કોડનેમ HBXના નામથી ઓળખવામાં આવી રહ્યુ છે. ગત સપ્ટેમ્બર મહિનામાં કંપનીએ Timero નામથી એક ટ્રેડમાર્ક રજિસ્ટર કરાવ્યો હતો. તેથી કહેવામાં આવી રહ્યુ છે કે કંપની તેને આ નામ આપી શકે છે. જોકે લોન્ચ પહેલા તેની કિંમત અંગે કઇ પણ કહી શકાતુ નથી, પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે કંપની આ માઇક્રો એસયૂવીને 5 લાખ રૂપિયા સુધીની કિંમતમાં બજારમાં લાવી શકે છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9