Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > Tata Group બની શકે છે એર ઇન્ડિયાનો માલિક

Tata Group બની શકે છે એર ઇન્ડિયાનો માલિક

0
212

નવી દિલ્હી: સરકાર ઘણા સમયથી એર ઇન્ડિયા (Air India)ના ખાનગીકરણનો પ્રયાસ કરી રહી છે. ટાટા ગ્રુપ (Tata Group) હજુ પણ એર ઇન્ડિયા સાથેનો પોતાનો જૂનો પ્રેમ ભૂલી શકી નથી. ટાટા ગ્રુપ એર ઇન્ડિયા માટે આજે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (Expression Of Interest) ફાઇલ કરી શકે છે. ટાટા ગ્રુપે જ ઓક્ટોબર 1932માં ટાટા એર લાઇન્સની સ્થાપના કરી હતી, જેને આજે એર ઇન્ડિયાના નામથી ઓળખવામાં આવે છે. વર્ષ 1953માં આ કંપનીની કમાન ભારત સરકારના હાથમાં જતી રહી હતી.

એર એશિયા માટે ફાઇલ થશે Expression Of interest Tata Group

ટાટા ગ્રુપ એર એશિયા (Air Asia) દ્વારા આ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ ફાઇલ કરશે. Air Asiaમાં મોટાભાગની ભાગીદારી ટાટા ગ્રુપ પાસે જ છે. તાજેતરમાં ટાટા સન્સે એર એશિયામાં પોતાની ભાગીદારી 51 ટકાથી વધારી દીધી છે. ટાટા ગ્રુપ સિવાય એર એશિયાના જ 200 કર્મચારીઓનો એક જૂથ પણ સરકાર સામે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જમા કરી શકે છે. એર એશિયા માટે Expression of interest જમા કરવાની ડેડલાઇન સોમવાર સાંજે 5 વાગ્યા સુધીની જ છે.

SpiceJet પણ દાખવી રહ્યો છે રસ

સ્પાઇસજેટ (SpiceJet)ના માલિક અજય સિંહ પણ એર ઇન્ડિયામાં રસ ધરાવી રહ્યા છે. જોકે, આ વિશે કંપની તરફથી કોઇ જાણકારી સામે આવી નથી.

એર ઇન્ડિયાને લઇને સરકારે કહી આ વાત Tata Group

એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ ગત વર્ષે કહ્યુ હતું કે જો એર ઇન્ડિયાનું ખાનગીકરણ ના થયુ તો તેને બંધ કરવુ પડી શકે છે. રવિવારે તેમણે કહ્યુ કે એર ઇન્ડિયાના રોકાણની એક ગુપ્ત પ્રક્રિયા છે. સબંધિત વિભાગ એટલે દીપમ યોગ્ય સમય પર જાણકારી આપશે.

આ પણ વાંચો: પાંચ વર્ષમાં અદાણી એગ્રીની 21 કંપનીઓ રજિસ્ટર્ડ થઇ, મે 2014ના અંતિમ અઠવાડિયામાં 5ને મંજૂરી Tata Group

90, 000 કરોડ રૂપિયાનું દેવુ

મહત્વપૂર્ણ છે કે વર્તમાનમાં ટાટા સન્સની વિમાન કંપની વિસ્તારા છે, જેને તે સિંગાપુર એરલાઇન્સ (Singapore Airlines) સાથે મળીને ચલાવે છે. હવે આ વિમાન કંપની Air Asia દ્વારા એર ઇન્ડિયામાં રસ ધરાવી રહી છે. સિંગાપુર એરલાઇન્સ આ સરકારી વિમાન કંપનીમાં રોકાણ કરવા ઇચ્છુક નહતી. એર ઇન્ડિયા પર આશરે 90 હજાર કરોડ રૂપિયાનું દેવુ છે.

શરતમાં પણ કરવામાં આવ્યો બદલાવ

સરકારે તાજેતરમાં એર ઇન્ડિયાના વેચાણની શરતોમાં આ વખતે બદલાવ કર્યો છે. જેની હેઠળ એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસમાં 100 ટકા ભાગીદારી વેચવાની તૈયારી છે. પહેલા આ 76 ટકા હતી. આ સિવાય કંપની AI-STASમાં પણ 50 ટકા પોતાની ભાગીદારી વેચશે. હવે આ કંપનીના સંભવિત ખરીદદારે એન્ટરપ્રાઇઝ વેલ્યૂના આધાર પર બોલી લગાવવી પડશે. જેનો અર્થ એ છે કે પહેલા 23,000 કરોડ રૂપિયાની ડેબ્ટની પ્રી-ફિકસ્ડ વેલ્યુ પર ખરીદવાની જરૂર હતી પરંતુ હવે નવી રકમ એર ઇન્ડિયાની ઇક્વિટી અને ડેબ્ટ બન્નેના આધારે નક્કી થશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9